વિઘ્નહર્તા શ્રી ગણેશની મૂર્તિ ખંડિત થઈ જાય તો ના થશો દુઃખી, તરત જ કરો આ કામ.

0
264

ગણેશોત્સવ પહેલા કે એ દરમિયાન મૂર્તિ તૂટી જાય અથવા ખંડિત થઈ જાય છે તો ગભરાશો નહિ, જાણો આવી સ્થિતિમાં શું કરવું.

ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર નજીક છે. આવી સ્થિતિમાં હાલના દિવસોમાં દેશ આખામાં ગણેશ ઉત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. આ અવસર પર વિશ્વભરમાં ભગવાન ગણેશના ભક્તો પોતપોતાના ઘરોમાં તેમજ મંડપોમાં પોતાના આરાધ્ય વિઘ્નહર્તા ગણેશની મૂર્તિની સ્થાપના કરશે. આ મૂર્તિની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. 10 માં દિવસની પૂજા પછી, અનંત ચતુર્દશીના દિવસે, શ્રી ગણેશની મૂર્તિનું હર્ષ અને ઉલ્લાસ સાથે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.

આ સમય દરમિયાન લોકો ઈચ્છે છે કે તેમનું જીવન સુખમય રહે અને તેઓ આવતા વર્ષે ફરીથી તેમની મૂર્તિની પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરી શકે. ઘણા લોકો એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અથવા તો સાત દિવસ માટે પણ ગણપતિ બાપ્પાને ઘરે લાવે છે.

જો મૂર્તિ ખંડિત થઈ જાય તો શું કરવું?

જ્યારે કોઈ મૂર્તિને ઘરમાં લાવવામાં આવે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તેમાં દેવતા રહે છે અને આ જ કારણ છે કે જ્યારે મૂર્તિ ખંડિત થઈ જાય છે અથવા તૂટી જાય છે, ત્યારે લોકો ગભરાઈ જાય છે અને કોઈ અનિષ્ટ ન થાય તેવી કામના કરવા લાગે છે.

ગણેશ ચતુર્થીને લઈને પણ ખંડિત મૂર્તિના કેટલાક નિયમો છે, જે જાણવા આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. જો મહાગણપતિની મૂર્તિ અભિષેક પહેલા ખંડિત થઈ ગઈ હોય તો નવી મૂર્તિ લાવી તેની પૂજા કરો. જો ગણેશ ચતુર્થીના બીજા કે ત્રીજા દિવસે મૂર્તિ તૂટી જાય તો નવી મૂર્તિ લાવવાની જરૂર નથી. જો મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય, તો તેને ચોખા (અક્ષત) સાથે પાણીમાં પધરાવી દેવી.

જો પૂજા ખંડમાં સ્થાપિત ગણેશ મૂર્તિનો રંગ ઉડી ગયો હોય તો તેને પણ ચોખાની સાથે પધરાવી દેવી જોઈએ. તૂટેલી અને રંગહીન મૂર્તિ માંથી સકારાત્મક ઉર્જાનો સંચાર થતો નથી. એ વાત ધ્યાનમાં રાખો કે, માટીની બનેલી અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓને જ પાણી પધરાવવી જોઈએ.

તમને જણાવી દઈએ કે ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાની ચોથથી અનંત ચતુર્દશી સુધી એટલે કે દસ દિવસ સુધી ચાલે છે. આ પછી, ચતુર્દશીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ન્યુઝ 24 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.