જો તમારી હથેળીમાં પણ છે શનિ રેખા, તો તમે છો ઘણા ભાગ્યશાળી, જાણો કઈ રીતે.

0
744

શનિ રેખા તમને નાની ઉંમરમાં બનાવે છે ધનવાન, જાણો તે હથેળીમાં ક્યાં હોય છે.

હસ્તરેખા શાસ્ત્રથી કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જોઈ શકાય છે. જ્યોતિષની આ પદ્ધતિ શીખવી સરળ છે. આપણે ફક્ત હથેળી પર બનેલી રેખાઓ અને પર્વતો વિશે જાણવાની જરૂર છે. હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે જે વ્યક્તિના જીવન વિશે ઘણું બધું જણાવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, તમે હાથની રેખાઓ પરથી કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય જાણી શકો છો.

હસ્તરેખા શાસ્ત્રમાં શનિ પર્વત અને શનિ રેખાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો કે શનિ રેખા દરેક લોકોની હથેળીમાં નથી હોતી, પરંતુ જે લોકોની હથેળીમાં હોય છે, તેમનું નસીબ ચમકાવી દે છે. તે વ્યક્તિની નાણાકીય સ્થિતિ, ઓળખ, સફળતા વગેરેને અસર કરે છે. શનિ રેખાને ભાગ્ય રેખા પણ કહેવાય છે. આ રેખા સામાન્ય રીતે હાથના કાંડાથી શરૂ થાય છે અને મધ્યમા આંગળીના નીચલા સ્થાન એટલે કે શનિ પર્વત સુધી પહોંચે છે. આવો જાણીએ શનિ રેખા વિશે વિગતવાર માહિતી.

અહીં હોય છે શનિ રેખા : જે રીતે ધન રેખા, લગ્ન રેખા, જીવન રેખા અને હૃદય રેખા વગેરે હોય છે. એજ રીતે શનિ રેખા પણ હોય છે, જેને ભાગ્ય રેખા પણ કહેવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે તેમની હથેળીમાં જ આવી રેખા હોય છે. આ રેખા હાથના મધ્યભાગથી શરૂ થાય છે અને શનિ પર્વત સુધી જાય છે. શનિ પર્વત હથેળીની મધ્યમા આંગળીની નીચે હોય છે.

શનિ રેખા તમને નાની ઉંમરમાં ધનવાન બનાવે છે : જે લોકોની હથેળીમાં શનિ રેખા કાંડાના ઉપરના ભાગથી શરૂ થઈને શનિ પર્વત સુધી જાય છે, તેવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેઓ નાની ઉંમરમાં જ સારું બેંક બેલેન્સ રાખે છે. તેઓ નાની ઉંમરે ખૂબ પૈસા કમાય છે અને પોતાની મહેનતના આધારે નામ અને ઓળખ ઉભી કરે છે.

આ લાઇન કપાયેલી ન હોવી જોઈએ : જો કોઈ વ્યક્તિની શનિ રેખા જીવન રેખામાંથી નીકળીને શનિ પર્વત પર જાય છે તો તે પણ ખૂબ જ શુભ હોય છે. આવા લોકો દરેક બાબતમાં સરળતાથી સફળ થઈ જાય છે. પણ શનિ રેખા ક્યાંકથી કપાયેલી ન હોવી જોઈએ નહીં તો તે સંપૂર્ણ પરિણામ આપતી નથી.

આવા લોકો ખૂબ પૈસા કમાય છે : જે લોકોની હથેળીમાં કોઈ રેખા ગુરુ પર્વતમાંથી નીકળીને શનિ પર્વત સુધી જાય છે, તેવા લોકો ખૂબ પૈસા કમાય છે. તેમને આરામથી ભરેલું જીવન જીવવું ગમે છે, તેઓ માત્ર પૈસાને જ મહત્વ આપે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.