જો તમે પેટ્રોલને બોટલમાં ભરીને તમારા ઘરના ફ્રીઝમાં મુકો તો શું તે બરફ બનશે, અહીં જાણો તેના વિષે.
વૈજ્ઞાનિકોની બુદ્ધિ ઘણી હટકે હોય છે. જો એવું ન હોત તો મિસ્ટર ન્યૂટન ઝાડ પરથી પડેલા સફરજનને ઊંચકીને તેને સાફ કરીને ખાઈ ગયા હોત અને આપણને ગુરુત્વાકર્ષણની વાત સમજાઈ ન હોત. તો બસ એવી જ રીતે જ્યારે આપણે ફ્રીઝમાં થીજી ગયેલું પાણી જોઈએ છીએ ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય છે કે, શું પેટ્રોલને પણ ફ્રીઝમાં રાખવામાં આવે તો બરફ બની જશે? તો ચાલો આજે આ પ્રશ્નનો જવાબ શોધીએ.
એ પહેલા પ્રવાહીના ઉકળવા અને જામી જવાનું વિજ્ઞાન સમજીએ. શા માટે કોઈપણ પ્રવાહી ઉકળે છે અથવા જામી થાય છે? તેની પાછળનું કારણ પ્રવાહીનું બોઈલીંગ પોઈન્ટ અને ફ્રીઝિંગ પોઈન્ટ હોય છે. તે મહત્તમ તાપમાન કે જેના પર કોઈપણ પ્રવાહી ઉકળવાનું શરૂ કરે છે તેને તેનું બોઈલીંગ પોઈન્ટ કહેવામાં આવે છે. અને તે લઘુત્તમ તાપમાન કે જેના પર તે જામવાનું શરૂ કરે છે તે પ્રવાહીનું ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય છે.
આનો અર્થ એ છે કે, જો કોઈ પ્રવાહીને બરફમાં ફેરવવું હોય તો તેને તેના સૌથી નીચા બિંદુ સુધી લાવવું પડશે. તો જ તે પ્રવાહી બરફ બની જશે. પરંતુ તમામ પદાર્થોમાં આ ફ્રીઝિંગ પોઈન્ટ સમાન નથી હોતું.

પાણી અને પેટ્રોલના ફ્રીઝિંગ પોઈન્ટ અલગ હોય છે : પાણીનું ફ્રીઝિંગ પોઈન્ટ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ છે. આ તાપમાને પાણી જામવા લાગે છે. પછી -1 થી -5 ડિગ્રી સે સુધીમાં પાણી ઘન બરફમાં ફેરવાય છે. પરંતુ પેટ્રોલનો ફ્રીઝિંગ પોઈન્ટ ઘણો નીચો હોય છે. જો પેટ્રોલને બરફમાં રૂપાંતરિત કરવું હોય તો તેને -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં લઈ જવુ પડે છે.
પ્રશ્ન એ છે કે શું પેટ્રોલ ફ્રીઝમાં બરફ બની શકશે. જવાબ છે ‘ના’. કારણ કે પેટ્રોલનો ફ્રીઝિંગ પોઈન્ટ -60 ડિગ્રી સેલ્સિયસ છે. આપણું ફ્રીઝ આટલા ઓછા તાપમાન સુધી નથી જતું. ઘરેલું રેફ્રિજરેટરનું લઘુત્તમ તાપમાન 0 થી -4 હોય છે. આઇસક્રીમને ફ્રીઝ કરવા માટે દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ફ્રીઝરનું લઘુત્તમ તાપમાન -9 થી -18 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આવી સ્થિતિમાં તમે ગમે તેટલા દિવસ પેટ્રોલને ફ્રીઝમાં રાખો, તે જામશે નહીં.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.