મજેદાર જોક્સ : પત્ની-જો હું તમને છોડીને જતી રહું તો તમે શું કરશો. પતિ-હું પાગલ થઈ જઈશ. પત્ની-એટલે …

0
2735

જોક્સ :

પપ્પુ : આ લગ્નની જોડી કોણ બનાવે છે?

રોહન : ભગવાન બનાવે છે.

પપ્પુ : હે ભગવાન… હું તો કાપડ લઈને દરજીને આપી આવ્યો છે.

જોક્સ :

પોલીસ : અમે પોલીસ છીએ, દરવાજો ખોલો.

મોન્ટુ : કેમ?

પોલીસ : અમારે કંઈક વાત કરવી છે.

મોન્ટુ : તમે કેટલા જણા છો?

પોલીસ : અમે ત્રણ જણા છીએ.

મોન્ટુ : તો એકબીજા સાથે વાત કરી લો, મારી પાસે સમય નથી.

જોક્સ :

ડોક્ટર : જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે શું કરો છો?

દર્દી : હું મંદિર જાઉં છું.

ડોક્ટર : ઉત્તમ… શું તમે ત્યાં જઈને ધ્યાન કરો છો?

દર્દી : ના, હું લોકોના ચંપલ મિક્સ કરી દઉં છું… પછી હું એ લોકોને જોઉં છું.

તેમને તણાવમાં જોઈને મારો તણાવ ઓછો થાય છે.

ડોક્ટર બેભાન.

જોક્સ :

રમેશ : ડોક્ટર ચશ્મા લગાવ્યા પછી હું વાંચી શકીશ ને?

ડોક્ટર : હા બિલકુલ.

રમેશ : ઠીક છે ડોક્ટર બાકી મારા જેવા અભણ માણસની જિંદગી પણ કાંઈ જિંદગી છે.

પછી ડોક્ટરે રમેશને ચશ્મા વગર દોડાવ્યો.

જોક્સ :

એક દિવસ પતિએ તેની પત્નીને વા-ઇ-ન ચખાડી.

પત્ની : આ બહુ કડવી છે.

પતિ : તો તને શું લાગ્યું કે હું જલસા કરું છું…. હું ઝે-ર-ના કડવા ઘૂંટડા પીઉં છું.

જોક્સ :

પત્ની : તમે મને બે એવી વાતો કહો જેમાંથી એક સાંભળીને હું ખુશ થઇ જાઉં,

અને બીજી વાત સાંભળીને હું નારાજ થઈ જાઉં.

પતિ : તું મારી જિંદગી છે.

પત્ની (ખુશ થઈને) : અને બીજી વાત.

પતિ : ધિક્કાર છે આવી જીંદગી પર.

જોક્સ :

માતાએ ગભરાઈને દીકરાને ફોન કર્યો અને કહ્યું,

દીકરા જલ્દી ઘરે આવ, વહુને પેરાલિસિસ થઇ ગયો લાગે છે.

તેનો ચહેરો વાંકોચૂકો થઇ ગયો છે,

તેની આંખો ઉપર છે અને તેની ગરદન વાંકી થઇ ગઈ છે, એક હાથ ઊંચો રહે છે.

દીકરો બોલ્યો : તમે ગભરાશો નહીં મમ્મી… તે સેલ્ફી લઈ રહી છે.

જોક્સ :

પત્ની : જો હું તમને છોડીને જતી રહું તો તમે શું કરશો?

પતિ : હું પાગલ થઈ જઈશ.

પત્ની : એટલે તમે ફરીથી લગ્ન નહિ કરો એમ ને?

પતિ : પાગલ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે.

જોક્સ :

રેશ્મા : મમ્મી, જીવનમાં આગળ વધવા માટે મારે શું કરવું જોઈએ?

મમ્મી (ગુસ્સામાં) : સૌથી પહેલા તો પથ્થર લે તારો મોબાઈલ તોડી નાખ.

જોક્સ :

પત્ની પિયરથી રોજ પતિને ફોન કરતી અને તેની સાથે ઝગડતી.

રોજ રોજ મગજનું દહીં થવા પર એક દિવસ પતિએ પૂછ્યું,

પતિ : તારે થોડા દિવસ પિયર રહેવા જવું હતું તો મેં તને મોકલી દીધી,

છતાં પણ તું ફોન કરીને મારી સાથે કેમ ઝગડે છે?

પત્ની : હું ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહી છું.