જોક્સ :
ગ્રાહક (દુકાનદારને) : તમે હિસાબમાં ભૂલ કરી છે, 10 રૂપિયા ઓછા આપ્યા છે, ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?
દુકાનદાર : પણ આ પહેલા મેં તમને ભૂલથી 10 રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક : મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.
જોક્સ :
રાજુ : પંડિતજી, સુંદર છોકરીનો હાથ મળે એવો કોઈ ઉપાય જણાવો.
પંડિતજી : કોઈ મોલની બહાર મહેંદી લગાવવાનું કામ શરૂ કર.

જોક્સ :
મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ થયા કરો છો, તમે જીવનમાં નિષ્ફળ છો જ નહિ.
દર્દી : સાચું કહો છો સાહેબ, જે તમારી ફી ભરી શકે એ નિષ્ફળ હોય જ ક્યાંથી?
જોક્સ :
એક કંજૂસ તેના પુત્રની ધોલાઈ કરી રહ્યો હતો.
પાડોશી : આ નિર્દોષની કેમ ધોલાઈ કરી રહ્યા છો?
કંજૂસ : મેં તેને કહ્યું કે 1-1 સીડી છોડીને ચડજે જેથી ચપ્પલ ઓછા ઘસાય,
તો આ નાલાયક 2-2 સીડી છોડીને ચઢયો, અને પાયજામો ફાડી નાખ્યો.
જોક્સ :
સવારે એક મહિલાએ ફળ વેચનાર પાસે અંગ્રેજીમાં ફળ માંગતા કહ્યું,
ગીવ મી સમ ડિસ્ટ્રોઇડ હસબન્ડ.
તે બિચારા ફળ વાળાને એ સમજવામાં અડધો કલાક લાગ્યો કે તે નાસપતી માંગી રહી છે.
જોક્સ :
દીકરી : હું પાડોશીને પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી રહી છું.
પિતા : ભગવાનનો આભાર… મારા પૈસા અને સમય બંને બચી ગયા છે.
દીકરી : પપ્પા, હું મમ્મીએ લખેલી ચિઠ્ઠી વાંચું છું જે તેમના ટેબલ પર પડી હતી.
પિતા બેભાન.
જોક્સ :
માસ્ટર : ગઝલ અને ભાષણમાં શું તફાવત છે?
વિદ્યાર્થી : પારકી સ્ત્રીનો દરેક શબ્દ ગઝલ છે અને પત્નીનો દરેક શબ્દ ભાષણ છે.
જોક્સ :
માસ્તર : મને કહો કે કૂતરો તેની પૂંછડી કેમ હલાવે છે?
રાહુલ : કારણ કે પૂંછડીમાં એટલી તાકાત નથી કે તે કૂતરાને હલાવી શકે.
જોક્સ :
અન્ય છોકરાઓ કહે છે : આઈ લવ યુ… શું તું પણ મને પ્રેમ કરે છે?
કાનપુરિયા છોકરા : પ્યાર હે તો બોલ, નહિ તો માંગ મેં કમલા પસંદ થૂંકુ.
જોક્સ :
પતિ : જો મેં ડાકણ સાથે લગ્ન કર્યા હોત તો પણ હું તારી સાથે છું તેટલો દુ:ખી ન થયો હોત.
પત્ની : અરે ગાંડા, લો-હી-ના સંબંધોમાં લગ્ન ક્યાં થાય છે.
જોક્સ :
પત્ની (પતિને) : તમે મને એવી બે વાતો કહો, જેમાંથી એક વાત સાંભળીને મને આનંદ થાય છે,
અને બીજી વાત સાંભળીને હું નારાજ થઈ જાઉં.
પતિ : પહેલી વાત – તું મારી જીંદગી છે અને બીજી વાત – આવી જીંદગી પર મને ધિક્કાર છે!
જોક્સ :
એક પતિએ તેની પત્નીને પોતાના દિલની વાત કહી.
પતિ : તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે.
પત્ની : શું ફાયદો, થયો?
પતિ : મારા પાપોની સજા મને આ જ જન્મમાં મળી ગઈ.
જોક્સ :
ટીચર (છોકરાને) : તું ગઈ કાલે સ્કૂલે કેમ ન આવ્યો હતો?
કાનપુરિયા છોકરો : કાહે… કલ જો આયે રહે… ઉનકા કલેક્ટર બના ડીએ હો કા?