મજેદાર જોક્સ : ટીના : જો ભાઇ, શાકભાજી ખરાબ નીકળશે તો રાધેલું શાક પાછું લાવીશ. શાકભાજી વાળો : તો …

0
3018

જોક્સ :

“ઉધારના અનુભવ રોકડા”

રમેશ : “મને પેઢી પર ઉઘરાણી કલાર્કની સર્વિસ મળી પણ યાર મને એનો જરાક પણ અનુભવ નથી. તો શું કરું?”

સુરેશ : “એક કામ કર, મને તું સો રૂપિયા ઉધાર આપ, પછી હું તને એનો અનુભવ કરાવું!”

જોક્સ :

“શાકભાજીના કાજી”

ટીના : “જો ભાઇ, શાકભાજી ખરાબ નીકળશે તો રાધેલું શાક પાછું લાવીશ.”

શાકભાજી વાળો : “તો પછી એમ કરજો, સાથે બે-ચાર રોટલી પણ લેતા આવજો!”

જોક્સ :

“કરો તેવું પામો”

છોટુ : “પપ્પા, તમે મને ફરવા લઈ જાવને?

પપ્પા : “ના બેટા!”

છોટુ : “જો જો ને પપ્પા! હું મોટો થઇશ પછી તમને ફરવા નહીં લઈ જઇશ, હાં યાદ રાખજો!”

જોક્સ :

“નકલ કરવામાં અકલ જોઈએ”

પતિ : “જો ને, આપણો પપ્પુ આખો દા’ડો મારી જ નકલ કર્યા કરે છે તે તું એને રોકતી કેમ નથી?”

પત્ની : “પપ્પુ પણ તમારા જેવો હઠીલો છે. મેં એને હજાર વાર કહ્યું કે બેટા, મૂર્ખાની નકલ નહીં કર, પણ એ માને તો આપણો બેટો!”

જોક્સ :

“ગાદીમાં બરબાદી”

માસ્ટર : “બોલ પપ્પુ, રાજા નાદિરશાહ ગાદી ઉપર શા માટે નહોતો બેસતો?”

પપ્પુ : “સાહેબ! ગાદીમાં માંકડ થયા હશે!”

જોક્સ :

“લગ્ને લગ્ને કું-વારી રે લોલ !”

“માફ કરજો ઇલિઝાબેથ ટેલર! હું તમારા આઠમા લગ્નમાં નહોતો આવી શક્યો!”

“કાંઈ વાંધો નથી મારા નવમા લગ્ન વખતે આવવાનું ચૂકતા નહિ. અત્યારથી જ એડવાન્સમાં આમંત્રણ આપું!”

જોક્સ :

“બાલ ના વાંકા કરી શકે”

મીના : “મારા પતિનો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી!”

ટીના : “શું એટલા બધા બહાદૂર છે?”

મીના : “ના, તેઓ ટાલિયા છે!”

જોક્સ :

“જાડા જોઇને ડરવું નહિ”

“બધા જાડા માણસોનો સ્વભાવ હસમુખો હોય છે એનું શું કારણ?” એક પાતળા માણસે જાડાને પૂછ્યું.

“આત્મરક્ષા માટે એવું કરવું પડે. તમે જાણો છો કે, અમે નથી દોડી શકતા કે નથી લ-ડી શકતા!” જાડા માણસે જાડી વાત કરી!

જોક્સ :

“ગ્લાસનો નો ક્લાસ”

“વેઈટર! પાણીનો ગ્લાસ લાવ!”

“સાહેબ, ગ્લાસ પાણીનો નહીં પણ કાચનો છે, ચાલશે?”

જોક્સ :

“કલા પારખું પત્ની”

છગન : “શું તમારી પત્ની કલાપારખું છે?”

મગન : “કલાપારખુ! અરે એ એટલી બધી કલાપારખુ છે કે, તે માત્ર દાળનો રંગ જ જુએ છે. સ્વાદ નહીં!”

જોક્સ :

“તમે મને જોશો તો હું તમને જોઇશ”

“જજ સાહેબ, પેલા છોકરાએ મા-રી છે-ડતી કરી.”

“છે-ડ-તીમાં શું કર્યું?”

“એ મૂ-ઓ મારી પાછળ પાછળ આતતો હતો ને મારી સામે જોઇને આંખ મારતો હતો!”

“પણ તને કેવી રીતે ખબર પડી?”

જોક્સ :

“જ્ઞાન નો અંધકાર”

ભર ઉનાળાની રાત્રે અચાનક લાઇટ ગઇ એટલે કાકીએ મીણબત્તી સળગાવી.

ગરમી પુષ્કળ પડતી હતી, એટલે કાકાએ કહ્યું, “અરે સાંભળે કે? લાઈટ આવે ત્યાં સુધી, તું પંખો તો ચલાવ, બફારો થાય છે!

કાકી એટલા ભોળા કે જવાબ આપ્યો,

“પંખો તો ચાલુ કરું પણ મીણબત્તી બૂઝાઇ જશે તો!”

જોક્સ :

એક દા-રૂ-ડિ-યો ભેંસ સાથે ભટકાયો એટલે બોલ્યો,

‘માફ કરજો દેવીજી!’ બીજી પળે એને ભાન થયું કે આ તો ભેંસ હતી.

થોડે પહોંચ્યા પછી એક જાડી સ્ત્રી સાથે ટકરાઈ ગયો. તો મોં મચકોડીને બોલી ઊઠયો કોણ જાણે કેમ લોકો સડક પર ભેંસને છોડી દે છે!

જોક્સ :

“ઇતિહાસ મત પૂછો”

માસ્ટર : “બોલ પપ્યુ, શિવાજીનું શાસન કયાં સુધી ચાલ્યું?”

પપ્પુ : “સર, શિવાજીનું શાસન ઈતિહાસમાં પેઇજ નંબર ૪ર થી ૪૯ સુધી ચાલ્યું!”