જો દુનિયા માંથી બધા મચ્છર ગાયબ થઈ જાય તો શું થશે, શું પ્રકૃતિને તેનાથી કોઈ ફરક પડશે, જાણો. 

0
438

રાત્રે સૂતી વખતે, જ્યારે મચ્છર આપણને કરડે છે, કાન પાસે ગુંજે છે, ત્યારે દરેકના મગજમાં સૌથી પહેલી વાત એ આવે છે કે આ મચ્છરોને કેવી રીતે ભગાડવા? દરેક વ્યક્તિ મચ્છરોથી પરેશાન રહે છે, તેના માટે તે વિવિધ ઉપાયો પણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો દુનિયાના તમામ મચ્છર અચાનક ગાયબ થઈ જાય તો શું થશે? શું મચ્છરોની ગેરહાજરી આ પૃથ્વી પર અસર કરશે? તો આવો જાણીએ આ સવાલનો જવાબ. પરંતુ તે પહેલા જાણી લઈએ કે મચ્છર શું છે?

મચ્છરની 3500 પ્રજાતિઓ :

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે મચ્છર જંતુઓની એક મોટી પ્રજાતિ છે. તેમને ઉડતા જંતુઓની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. મચ્છરને માત્ર 2 પાંખો હોય છે. અને ઘણા એવા ઉડવા વાળા જંતુઓ હોય છે જે કરડે છે. પરંતુ મચ્છરો અન્ય પ્રાણીઓનું લો-હી ચૂસીને જીવે છે.

વિશ્વમાં મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ જોવા મળે છે, અને તે બધા એકબીજાથી ખૂબ જ અલગ હોય છે. કેટલાક મચ્છરો રાત્રિ દરમિયાન વધુ સક્રિય હોય છે, જ્યારે કેટલાક દિવસ દરમિયાન વધુ સક્રિય હોય છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર માદા મચ્છર જ મનુષ્યનું લો-હી ચૂસે છે કારણ કે તેના દ્વારા તે ઈંડા મૂકી શકે છે.

જી-વ-લે-ણ રોગો થાય છે :

નર મચ્છર જીવતા રહેવા માટે ફૂલોનો રસ ચૂસે છે. જો માદા મચ્છર કોઈ વ્યક્તિ કે પ્રાણીનું લો-હી ચૂ-સે જેના શરીરમાં કોઈ ગંભીર રોગ કે વાયરસ હોય અને પછી તે માદા મચ્છર અન્ય વ્યક્તિને કરડે તો તે વાયરસ ફેલાવી શકે છે. પરંતુ આ મચ્છરોની પ્રજાતિઓમાં આવી માત્ર 40 પ્રજાતિઓની માદા જ એવી હોય છે જે અત્યંત જોખમી હોય છે. જેમના કરડવાથી મેલેરિયા જેવા જી-વ-લે-ણ રોગ થાય છે.

જો મચ્છર ન હોય તો શું થાય?

હવે એ પ્રશ્ન પર આવીએ કે જો મચ્છર ગાયબ થઈ જશે તો શું થશે? જેમ ઉપર જણાવ્યું તેમ મચ્છરોની માત્ર અમુક પ્રજાતિઓ જ જોખમી હોય છે. આવી સ્થિતિમાં જો આ પ્રજાતિઓ ગાયબ થઈ જાય, તો માનવી સ્વસ્થ જીવન જીવી શકે છે, પરંતુ જો આપણે બધા મચ્છરોના ગાયબ થવાની વાત કરીએ, તો તે પર્યાવરણ અને ઇકોસિસ્ટમનું સંતુલન બગાડે છે.

આવો જાણીએ કેવી રીતે :

એવા ઘણા જીવો છે જે આ મચ્છરોને ખાય છે. ઉદાહરણ તરીકે, દેડકા, ડ્રેગન ફ્લાય, કીડી, કરોળિયા, ગરોળી, ચામાચીડિયા વગેરે. જો મચ્છરો ગાયબ થઈ જશે, તો ઘણા જીવો પાસે ખાવા માટે ખૂબ જ ઓછો ખોરાક હશે, જેના કારણે તેમનું અસ્તિત્વ સમાપ્ત થઈ શકે છે. મચ્છર વિના, પરાગનયન સમાપ્ત થશે. પરાગનયનની પ્રક્રિયા હેઠળ, મચ્છર છોડમાંથી પરાગ વહન કરે છે અને તેને વિવિધ સ્થળોએ છોડે છે, જેના કારણે વિવિધ સ્થળોએ નવા છોડ ઉગે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.