મજેદાર જોક્સ : મગન : હું આ રોટલી નહિ ખાઉં. છગન : કેમ. મગન : આ રોટલી પરથી ….

0
20660

જોક્સ :

રમેશે નવા નંબર પરથી પોતાની પાડોશી ટીનાને મેસેજ કર્યો.

રમેશ : Hi

ટીના : How are you?

રમેશ : I am fine, Thank you. And You?

ટીના : હું પૂછું છું કે – How are you?

રમેશ : મેં જવાબ તો આપ્યો – I am fine.

ટીના : એક તો તને અંગ્રેજી નથી આવડતું અને ઉપરથી Hi વાળા મેસેજ મોકલે છે.

રમેશ : તું શું કહેવા માંગે છે?

ટીના : અરે હું પૂછું છું કે How are you? એટલે કે તું કોણ છે?

રમેશ : માફ કરજે મારી બહેન, મને નાનો ભાઈ સમજીને માફ કરી દેજે. આજ પછી ક્યારેય મેસેજ નહીં કરું.

જોક્સ :

મારે મારી માં અને પત્નીને ક્યારેય વિશ્વાસ અપાવવાની જરૂર નથી પડતી.

કારણ કે મારી માં ક્યારેય મારા પર શંકા કરતી નથી,

અને મારી પત્ની ક્યારેય મારા પર વિશ્વાસ કરતી નથી.

આજનું જ્ઞાન અહીં સમાપ્ત થાય છે.

જોક્સ :

જીમી : પહેલા શું આવ્યું…. ઇંડા કે મરઘી?

જોની : પહેલા મગની દાળ આવી, પછી ઈંડું અને પછી મરઘી આવી, પછી 1 બિ-યર અને પાણીની બોટલ આવી,

અને બિલ છેલ્લે આવ્યું.

જોક્સ :

છગનની પત્ની : જરા રસોડામાંથી મીઠું લેતા આવો.

છગન : અહીં મીઠું નથી.

છગનની પત્ની : તમે ખરેખર આંધળા છો, કામચોર છો.

એક કામ સારી રીતે નથી કરી શકતા, બસ બહાના કાઢતા રહો છો.

અરે જીવનમાં કંઈક તો કરો. મને ખબર હતી કે તમને નહિ મળે, તેથી હું તે પહેલેથી જ લઇ આવી હતી.

જોક્સ :

સાસુ : વહુ આપણી પાડોશી સુષ્મા એક નંબરની જુઠ્ઠી છે,

તેની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરતી.

વહુ : સારું.

થોડી વાર પછી : વહુ સુષ્મા આજે તને શું કહેતી હતી?

વહુ : તે કહેતા હતા કે તારી સાસુ બહુ સારી સ્ત્રી છે.

જોક્સ :

ડા-રુ પીતા પીતા જીગો રડવા લાગ્યો.

ભૂરો : શું થયું? તું કેમ રડે છે?

જીગો : શું કહું યાર, જે છોકરીને ભૂલી જવા આ બધું ગોઠવ્યું, તે છોકરીનું નામ યાદ નથી આવી રહ્યું.

જોક્સ :

મોનુ : ડોક્ટર સાહેબ તમે મને તપસ્યા વગર મારી બીમારીનું નિદાન કરી શકશો?

ડોક્ટર : હા, તમારી આંખો ખૂબ નબળી છે.

મોનુ : તને આટલી જલ્દી કેવી રીતે ખબર પડી?

ડોક્ટર : તમને બહારના બોર્ડ વંચાયું નહિ કે હું પ્રાણીઓનો ડોક્ટર છું.

જોક્સ :

સોનુ ફ્લાઇટમાં પાયલટનો હેડફોન છીનવી રહ્યો હતો.

પાયલોટ : આ શું કરી રહ્યો છે?

સોનુ : અરે વાહ, ટિકિટના પૈસા અમે આપીએ અને ગીતો તું સાંભળે, ચાલ હેડફોન ઉતાર.

જોક્સ :

છગન અને મગણ હોસ્ટેલની કેન્ટીનમાં બેઠા હતા.

મગન : હું આ રોટલી નહિ ખાઉં.

છગન : કેમ?

મગન : આ રોટલી પરથી ઉંદર પસાર થયું છે.

છગન : તો શું થયું? ઉંદરે ચપ્પલ થોડી પહેરી હતી.

જોક્સ :

દર્દી : ડોક્ટર સાહેબ, હું ઘરે જવા માટે સીડી ચઢું છું, તો રોજેરોજ મારો શ્વાસ ફૂલવા લાગે છે.

ડોક્ટર : હું કેટલીક દવાઓ આપું છું એ લેજો, સમયસર ભોજન કરજો અને દરરોજ કસરત કરજો.

દર્દી : ડોક્ટર સાહેબ, હું રોજ ફૂટબોલ અને ક્રિકેટ રમું છું.

ડોક્ટર : તો આ સમસ્યા ન થવી જોઈએ. તમે ક્યારે અને કેટલો સમય રમો છો?

દર્દી : જ્યાં સુધી ફોનની બેટરી લો ન થઇ જાય ત્યાં સુધી.