મજેદાર જોક્સ : દર્દી : મને આંખોની સામે ડાઘા દેખાય છે. ડોક્ટર : શું નવા ચશ્માથી પણ કોઈ …

0
6806

જોક્સ :

પિતા : જો આ વખતે પણ તું નાપાસ થાય તો મને પપ્પા ના કહેતો.

થોડા દિવસો પછી…

પિતા : ચિન્ટુ તારા રિઝલ્ટનું શું થયું?

ચિન્ટુ : એ હરિયા તું મારા મગજનું દહીં ના કરીશ. તેં પિતા હોવાનો તારો અધિકાર ગુમાવી દીધો છે.

પછી તો દે ચપ્પલ….. દે ચપ્પલ…

જોક્સ :

લગ્ન પછી પત્નીને પ્રેમ દર્શાવવા માટે આઇ લવ યુ કરતાં પણ એક અસરકારક શબ્દ છે.

લાવ આજે વાસણ હું ધોઈ દઈશ.

જોક્સ :

ડોક્ટર : તમે તણાવમાં હોવ ત્યારે શું કરો છો?

દર્દી : સાહેબ હું મંદિર જાઉં છું.

ડોક્ટર : બહુ સરસ, તમે ત્યાં ધ્યાન કરો છો?

દર્દી : ના, હું લોકોના ચંપલ મિક્સ કરું છું, પછી હું તે લોકોને જોતો રહું છું.

તેમને તણાવમાં જોઈને મારો તણાવ ઓછો થાય છે.

જોક્સ :

કંડક્ટર : મેડમ, આ બાળકોની ટિકિટ લેવી પડશે, તેમની ઉંમર જણાવો?

સ્ત્રી : પહેલી સીટ વાળો બે વર્ષનો, બીજી સીટ વાળો ત્રણ વર્ષનો અને ત્રીજી સીટ વાળો ચાર વર્ષનો.

કંડક્ટર : આ બાકીના બે ની ઉંમર?

સ્ત્રી : એ મારી જેઠાણીના છે. તું ટિકિટ આપ ખોટી પંચાત ન કર.

જોક્સ :

પિંકી : છોકરાઓને સૌથી વધારે ગુસ્સો ક્યારે આવે છે?

ચિન્ટુ : તે સમયે જ્યારે રીક્ષામાં 2 છોકરીઓ વચ્ચે એક છોકરો બેઠો હોય,

અને પછી ત્રીજી છોકરી આવે ત્યારે રિક્ષાવાળો કહે, ભાઈ તું આગળ આવી જા.

જોક્સ :

સોનુએ તેના પિતાને થ-પ્પ-ડ મા-રી દીધી.

પાડોશી : અરે તમારો દીકરો તમારા પર હાથ ઉ પાડે છે.

સોનુ : શું કરું? તે તેની માં પર ગયો છે.

જોક્સ :

દર્દી : મને આંખોની સામે ડાઘા દેખાય છે.

ડોક્ટર : શું નવા ચશ્માથી પણ કોઈ ફાયદો ના થયો.

દર્દી : ના, કાર ચલાવતી વખતે ખુબ તકલીફ પડે છે.

ડોક્ટર : તો કારનો કાચ સાફ કર ટોપા, મારો ટાઈમ શું કામ બગાડે છે.

જોક્સ :

શિક્ષક : “શ્યામ દા-રૂ નથી પીતો” આ વાક્યમાં શ્યામ શું છે તે કહો.

મોન્ટુ : શ્યામ માતા રાણીનો ભક્ત છે અને આ સમયે નવરાત્રી ચાલી રહી છે.

શિક્ષકે મોન્ટુ પર હાથ સાફ કરીને કહ્યું : મૂર્ખ આ વાક્યમાં શ્યામ સબ્જેક્ટ છે.

જોક્સ :

ટિંકુ : ભગવાન તમારી કૃપાથી મને રસ્તામાં 1000 રૂપિયા મળી જાય,

તો હું તમારા ચરણોમાં 500 રૂપિયા ચોક્કસ અર્પણ કરીશ.

થોડે દૂર ગયા પછી ટિંકુને 500 રૂપિયાની નોટ મળી.

ટિંકુ : પ્રભુ, તમને મારા પર એટલો પણ વિશ્વાસ ન હતો કે તમે તમારો ભાગ કાપી લીધો.

જોક્સ :

છોકરો છોકરીને પોતાની કારમાં ફરવા લઈ જઈ રહ્યો હતો.

છોકરી : આપણે ક્યાં જઈએ છીએ?

છોકરો : લોંગ ડ્રાઈવ પર.

છોકરી : વાહ, તો પહેલા કેમ ના કહ્યું?

છોકરો : મને હમણાં જ ખબર પડી.

છોકરી : એ કેવી રીતે?

છોકરો : બ્રેક નથી કામ કરતી.

જોક્સ :

પત્નીએ બૂમ પાડી અને કહ્યું : આજે સાંજે વહેલા ઘરે આવજો.

પતિ : કેમ કંઈ ખાસ છે?

પત્ની : મારા ઘરેથી સંબંધીઓ આવવાના છે.

પતિ : મારું મગજ ખરાબ ન કર, હું વ્યસ્ત છું.

થોડી સેકન્ડ પછી પતિ : કોણ કોણ આવે છે?

પત્ની : મારી બે નાની બહેનો આવી રહી છે.

પતિ ખુશ થઈને : અરે ડાર્લિંગ, તારા સગા એટલે મારા સગા.

હું વહેલો આવી જઈશ અને મીઠાઈ પણ લેતો આવીશ.