જોક્સ :
“વિરોધ ખાતર વિરોધ”
પતિ : પુરુષ જે કાઈ કરે એનો વિરોધ કરવો એ સ્ત્રીઓનો સ્વભાવ હોય છે!
પત્ની : કોણે કહ્યું? ક્યારે ય નહીં!
જોક્સ :
“લા-ત મા-ર-ના-રની વાત”
“સાલો, ગધેડો કહીને શેઠે નોકરને લા-ત મા-રી.”
નોકર : “શેઠ, લા-ત તમે મા-રો છો ને ગધેડો મને કહો છો?”
જોક્સ :
“બારમા- તેરમાની વ્યવસ્થા”.
હાસ્યસમ્રાટ સ્વ. જ્યોતીન્દ્ર દવે રસ્તો ક્રોસ કરતા જરા અટવાઈ ગયા,
એટલે ટ્રાફિક પોલીસે મજાકમાં કહ્યું, “કાકા બારમાં-તેરમાની વ્યવસ્થા કરી છે કે?”
“તારા બારમા-તેરમાની વ્યવસ્થા હું શું કરું કરું?” હાસ્યકાર જ્યોતીન્દ્રે જવાબ આપ્યો.

જોક્સ :
“કોણેદીઠી કાલ”
પત્ની : તમે હાસ્યલેખ લખવામાં ચોક્કસ છો. પણ ઘરનાં કામ બહુ જ ભૂલી જાવ છો!
ગૅસના બાટલાનું શું થયું?
પતિ : કાલે…
પત્ની : કાલે-કાલે, શેના કરો છો, બોલો?
પતિ : એનું કારણ તને કાલે કહીશ.
જોક્સ :
“બેખબર નર્સ”
ડોક્ટર : “સીસ્ટર, તમે આ દર્દીનું ટેમ્પરેચર લીધું છે?”
સીસ્ટર : “ના સાહેબ, એની ખોવાયેલી ચીજની મને ખબર નથી!”
જોક્સ :
“નારી પર જાય વારી”
શિક્ષક : “એવી કઈ નારી છે કે જે એક વાર ઉપર જાય પછી પાછી નીચે આવતી જ નથી.”
રમેશ : “મોંઘવારી નારી”
જોક્સ :
“શાંતિ રાખો”
લાઇબ્રેરીયન : “શાંતિ રાખો! તમારી આજુબાજુ બેઠેલાં લોકો વાંચી શકતા નથી!”
પપ્પુ : “શરમની વાત છે. હું તો ચાર વર્ષની ઉંમરે જ વાચતાં શીખી ગયો હતો!”
જોક્સ :
“પહેલા વિચાર પછી આચાર”
પતિ : મને મારો ફોટો જરાય ગમતો નથી. જુઓને હું અંદર કેવો ગધેડા જેવો લાગું છું!
પત્ની : ફોટો ૫ડવતાં પહેલાં વિચાર કરવો જોઈતો હતો!
જોક્સ :
“વ્યવહારુ નર્સ”
“વ્યવહારુ નર્સ કોને કહેવાય? મેટ્રને પૂછ્યું.
“કે જે ધનવાન દર્દીને પરણી જાય.” નર્સે કહ્યું.
જોક્સ :
“પેનનો અવાજ”
એક હાસ્ય લેખક ઘર ભાડે રાખવા ગયા ત્યાં મકાન માલિકે એમનો ઇન્ટવ્યુ લેતાં કહ્યું,
“અમને ઘોંઘાટ મુદ્લે પસંદ નથી. અમને પૂરેપૂરી શાંતિ જોઈએ. બોલો તમને બાળબચ્ચાં છે?”
હાસ્ય લેખક : “ના.”
મકાન માલિક : “ગાવા-બજાવવાનો શોખ ખરો?”
હાસ્ય લેખક : “જરાય નહીં.”
મકાન માલિક : “રૅડિયો-ટીવી રાખો છો ખરા?”
હાસ્ય લેખક : “ના જી.”
મકાન માલિક : “મહેમાનોનું કેમનું છે?”
હાસ્ય લેખક : “મેં કોઈ જોડે સંબધ રાખ્યો જ નથી!”
મકાન માલિક : “એમ? ત્યારે તો…”
હાસ્ય લેખક : “પણ શેઠજી, હું હાસ્યકોલમ લખું છું ત્યારે મારી પેન જરા હસતી હસતી અવાજ કરે છે, ખરી!”
જોક્સ :
“હાંક સુલેમાને ગાલ્લી”
અમેરિકન : “તમારા ઇન્ડિયાના આટલા નાના ટિંડોળા?”
“અમારા અમેરિકામાં તો બાર ઇંચ લાંબા થાય!”
“તમારા ઈન્ડિયાનાં આટલા જ નાનાં ભીંડા?”
“અમારા અમેરિકામાં તો આઠ-આઠ ઇંચ લાંબા થાય!”
“તમારા ઈન્ડિયાનાં આટલા નાના તડબૂચ?”
“અમારા અમેરિકામાં…”
ઈન્ડિયન : “અમારા ઈન્ડિયાનાં આ તડબૂચ નથી; પરંતુ લીંબુ છે!”
જોક્સ :
“છૂપા-રુસ્તમ”
ઇન્સ્પેકટર : “તમારી હૉટેલમાં ગરીબ લોકો મોટી ટીપ આપે છે, જ્યારે ધનવાન લોકો નાની ટીપ કેમ આપે છે?”
મેનેજર : “ગરીબ લોકો એવું ઈચ્છતા નથી કે, પોતે ગરીબ છે એની કોઇને ખબર પડે,
અને ધનવાન લોકો એવું ઈચ્છતા નથી કે, ધનવાન છે એની કોઇને ખબર પડે!”
જોક્સ :
“શોક-ટ્રીટમેન્ટ”
પતિ : “વહાલી! તેં આજે રસોઈ ઇલેકટ્રીક સગડી પર બનાવી કે?”
પત્ની : “હા વહાલા! પણ તમને કેવી રીતે ખબર પડી?”
પતિ : “હું ખોરાક ખાઉં છું ને શૉક લાગે છે!”