જોક્સ :
સરકારે મોહન-સોહનને ચંદ્ર પર મોકલ્યા.
પરંતુ રોકેટ ઊડીને થોડીવારમાં પાછું આવ્યું.
તે બંનેને પૂછ્યું : કેમ પાછા આવ્યા?
મોહન-સોહન બોલ્યાં : અમે તો ભૂલી ગયા હતા કે આજે અમાસ છે. ચંદ્ર ક્યાંથી હોય?
જોક્સ :
છોકરીનો અકસ્માત થયો.
ડૉક્ટર : તમારા પગને નુકસાન થયું છે.
છોકરી : શું તે સારા નહીં થાય?
ડૉક્ટર : ના તેમને કાપવા પડશે.
છોકરી : ઓહ! હવે હું શું કરીશ?
ડૉક્ટર : ધીરજ રાખો… ભગવાન બધું ઠીક કરશે.
છોકરી : મને તેની ચિંતા નથી. હકીકતમાં મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે અને તે દુકાન પર લખેલું હતું – “વેચાયેલો માલ પાછો નહીં લઈએ”.
જોક્સ :
છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.
ડોક્ટરે તેને તપાસતાં કહ્યુ કે : તને જોઈને લાગે છે કે દેશમાં દુકાળ પડ્યો છે.
છગન બોલ્યો : અને ડોક્ટર સાહેબ તમને જોઈને સમજાય છે કે દુકાળ કેમ પડ્યો છે.

જોક્સ :
ગોલુ ઓફિસે મોડો પહોંચ્યો.
બોસ : તું અત્યાર સુધી ક્યાં હતો?
ગોલુ : મારી ગર્લફ્રેન્ડને કોલેજ મુકવા ગયો હતો.
બોસ : ચૂપ, જો કાલથી ઓફિસે ટાઈમ પર નહીં આવો તો તે તારા માટે સારું નહીં રહે.
ગોલુ : ઠીક છે, તો તમારી દીકરીને કહેજો જાતે જ કોલેજ જતી રહે.
બોસ બેભાન!
જોક્સ :
રાજુ : તને બ્રિટિશમાં બોલતા આવડે છે?
ટીના : હા.
રાજુ : કંઈક બોલીને બતાવ.
ટીના : દુગના લગાન દેના પડેગા બુવન.
રાજુ (ગુસ્સામાં) : ચાલ નિકળ અહીંથી.
જોક્સ :
ડોક્ટર : તમારી એક કિડની ફેલ થઈ ગઈ છે.
આ સાંભળી દિનેશ પહેલા બહુ રડ્યો, પછી આંસુ લૂછતાં કહ્યું :
સર, પ્લીઝ મને એ પણ કહો કે તે કેટલા માર્ક્સથી ફેલ થઈ છે?
જોક્સ :
બે બહેનપણીઓ એકબીજા સાથે વાત કરી રહી હતી.
પહેલી : ભારતીય સિરિયલ મુજબ, જો દીવો ઓલવાઈ ગયો તો તેનો અર્થ એ છે કે કોઈ ઉપડી ગયું.
બીજી : અને પૂજાની થાળી પડી ગઈ, તો તેનો અર્થ એ કે કોઈનો અકસ્માત થશે.
બંને જોરથી હસી અને કહ્યું : બધું ફિક્સ જ હોય છે.
જોક્સ :
છોકરી : મને સવારથી ચક્કર આવી રહ્યા છે.
ડૉક્ટર : તમારી નાડી બરાબર ચાલે છે, ઘડિયાળ જેવી.
છોકરી : અરે ના, તમે ભૂલથી મારી ઘડિયાળ પર પલ્સ ને બદલે હાથ મૂકી દીધો.
જોક્સ :
એક છોકરો બસમાં ઊભો હતો. જ્યારે બસની બ્રેક લાગી તો તે એક છોકરી પર પડ્યો.
છોકરી : આંધળા, શું કરે છે?
છોકરો : ગ્રેજ્યુએશન અને તમે?
જોક્સ :
શિક્ષક : બાળકો, મહાન વ્યક્તિ એ છે જે હંમેશા બીજાની મદદ કરે છે.
પપ્પુ : સાહેબ, તો પછી તમે પરીક્ષામાં પોતાની મહાનતા કેમ નથી દેખાડતા અને અમને પણ અમારી મહાનતા કેમ દેખાડવા નથી દેતા.
શિક્ષકે તેને સારી રીતે ધોઈ નાખ્યો.
જોક્સ :
છગન : યાર, માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.
મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોય તો તારી સાસરી વાળા સાથે થોડો સમય ચોક્કસ વાત કર.
છગન : કેમ?
મગન : તેં કહેવત નથી સાંભળી કે લોખંડ લોખંડને કાપે છે.