જોક્સ :
અત્યારના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો જીવન ટૂંકાવી લે છે.
અને એક અમે હતા કે અમારા માર્કસ જોઈને ટીચરો જીવન ટૂંકાવવાનું વિચારી લેતા કે,
આ રખડેલને આટલા આવ્યા ક્યાંથી?
જોક્સ :
પતિ અને પત્ની દુકાનમાંથી નીકળ્યા ત્યારે એક ફકીરે કહ્યું,
હે સુંદરતાની મૂર્તિ આ અંધને 5 રૂપિયા આપી દે…
પતિએ પત્ની સામે જોયું અને બોલ્યો : આપી દે, આપી દે આ તો ખરેખર આંધળો છે.
જોક્સ :
કાપડ બજારમાં ભયંકર મંદીના એંધાણ દેખાય છે મીત્રો…
બાઈક માંથી કોક ગાભો કાઢી ગ્યુ બોલો!

જોક્સ :
ક્લાસમાં દરેક છોકરા પપ્પુને ફોઈ કહેતા હતા.
એક દિવસ પપ્પુએ ટીચરને ફરિયાદ કરી દીધી.
ટીચરે દરેક છોકરાઓને કહ્યું,
જે છોકરા પપ્પુને ફોઈ કહેતા હોય છે ઉભા થઈ જાય.
એક છોકરાને છોડીને બધા છોકરા ઉભા થઈ ગયા.
ટીચરે તે છોકરાને પૂછ્યું, તું આને ફોઈ નથી કહેતો?
છોકરો : ટીચર, મને તો ફુવા બનાવ્યો છે, તો હું તેને ફોઈ કઈ રીતે કહી શકું.
જોક્સ :
બકાએ એર હોસ્ટેસને કીધું : તમારો ચહેરો અસ્સલ મારી ઘરવાળી જેવો જ છે.
એરહોસ્ટેસ ખીજાણી અને બોલી : મુંગો રહેજે અને સખણીનો બેસ.
ભુરો બબડ્યો : તારી ભલી થાય… આનો તો જીભડો ય સેઇમ ટુ સેઈમ.
જોક્સ :
એક બનારસીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાને તેને અમૃત આપ્યું,
પણ તેણે લેવાની ના પાડી દીધી.
ભગવાન : કેમ વત્સ અમૃત કેમ નથી પીવું?
બનારસી : હમણાં જ પાન ખાધું છે પ્રભુ.
જોક્સ :
ટપ્પુ : અરે મારી મમ્મીને તો નવી નવી વાનગીઓ બહુ ભાવે.
પપ્પુ : એમ? તો આજે જમણમાં શું બનાવ્યું હતું?
ટપ્પુ : એમ તો જમવાનું અમે હૉટેલમાં જ રાખીએ છીએ.
જોક્સ :
કુંડળી મેચ કરવી હોય છે તો સાસુ, નણંદ અને વહુની મેચ કરો.
છોકરાનું તો શું છે, ભગવાનની મરજી સમજીને જીવન પસાર કરી લેશે.
જોક્સ :
છગન બજારમાં ગયો.
રસ્તામાં એક ચોર એનો મોબાઇલ ફોન ઝૂંટવીને ભાગી ગયો.
છગન પાછળ દોડ્યો અને જોરથી બોલ્યો : લઈજા, ગધેડા લઈજા, એનું ચાર્જર તો મારી પાસે છે.
જોક્સ :
પત્ની : એક અઠવાડિયું થઈ ગયું, તમે રોમાન્ટિક વાતો નથી કરી.
ટપ્પુ : હમણાં તારી બહેનના લગ્ન આવે છે ને એટલે.
પત્ની : તો શું થયું?
ટપ્પુ : હું તેને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું.
જોક્સ :
પતિ : લગ્ન પહેલા તારું ફિગર બિલકુલ કોકની બોટલ જેવું હતું.
પત્ની : એ તો હજી પણ છે.
પતિ : હા, બસ ફેર એટલો જ છે કે પહેલાં તું 300 મીલીની હતી હવે દોઢ લીટરની છે.
જોક્સ :
છગન : શું થયું મગન? આજે મૂડમાં નથી લાગતો.
મગન : અરે યાર શું વાત કરું? ગઈ કાલે હું થાકીને ઘરે પહોંચ્યો ત્યાં તારી ભાભીએ ફિલ્મ જોવા જવા કહ્યું.
મેં એને બહુ સમજાવી કે આજે ઓફિસમાં બહુ કામ હતું. તેમાં વળી ફેટકરીમાં કારીગરોએ હડતાળ ઉપર જવાની ધ-મ-કી આપી છે એનું ટેન્શન.
મેં એને કહ્યું કે બેંકવાળા પણ ઓવરડ્રાફ્ટ ભરી દેવાનું દબાણ કરે છે, એટલે બધે ઉઘરાણી કરવા લોકલ ટ્રેનમાં બેસી છેક વાપી ગયો અને ચાર કલાકે હડદોલા ખાતો હમણાં પાછો આવું છું. અને આ બધા ટેન્શનથી મારું માથું ફાટે છે, એટલે ઊંઘની ગો-ળી લઈને સુઈ જવું છે.
છગને વચ્ચે વાત અટકાવીને પૂછ્યું : એ બધી વાત છોડ પછી કઈ ફિલ્મ જોવા ગયા.