જોક્સ :
“ટાલિયાની મહેચ્છા”
પતિ : “તેં ખરેખર મારી નાનપણની મહેચ્છા પૂર્ણ કરી!”
પત્ની : “એ વળી કઈ?”
પતિ : “નાનપણા માં મારી માં મારા વાળ ઓળતી ત્યારે મને થતું,
મારી ટાલ હોય તો કેવું સારું? ને એ મહેચ્છા તેં લગ્ન પછી પરિપૂર્ણ કરી બતાવી!
જોક્સ :
“ખોટા માટે ખોટી આંગળી”
મીના : તેં લગ્નની વીટી ખોટી આંગળીમાં પહેરી છે!
ટીના : મને ખબર છે.
મીના : તો પછી બીજી આંગળીમાં કેમ પહેરતી નથી?
ટીના : પણ મને એ પણ ખબર છે કે, મેં ઉતાવળમાં ખોટા માણસ સાથે લગ્ન કર્યાં છે!

જોક્સ :
“ધારવામાં શું જાય?”
“તમે મારી ઉંમર કેટલી ધારો? એક મહિલાએ પૂછ્યું.
“તમારા દેખાવ પરથી તો તમારી ઉંમર છે એના કરતાં દશ વર્ષ નાની લાગે
અને તમારા બુદ્ધિના પ્રદર્શન પરથી તો તમે વીસ વર્ષ મોટાં લાગો છો!“ એક પુરુષે પ્રત્યુત્તર વાળ્યો.
જોક્સ :
“તિરાડની રાડારાડ”
પતિ : જો આ સૂપમાં તારો વાળ ક્યાંથી આવ્યો?
પત્ની : એ મારો વાળ નથી પરંતુ પ્લેટની તિરાડ જણાય છે.
આ સાંભળી પતિ સૂપમાં આંગળી નાખવા લાગ્યો.
પત્ની : અરે પણ તમે આ શું કરો છો?
પતિ : તિરાડને પ્લેટની બહાર કાઢીને ટેબલ પર મૂકું છું!
જોક્સ :
“લાકડે માકડુ”
રમેશ : “પેલા પાપડતોડ પહેલવાન પુરુષ સાથે, એની ટુનટુન જેવી અર્ધાંગિની જાય છે?”
જયેશ : “એને અર્ધાંગિની નહીં પણ એની ડબલાંગીની કહેવાય!”
જોક્સ :
“લાખ્ખો નિરાશામાં”
છગન : “પ્રેમમાં કદી નિરાશ થયા છો ખરા?
કાકા : “હા, બે વાર! ”
છગન : “ક્યારે?”
કાકા : “જયારે પહેલી વાર મારી પ્રેમિકાએ મને તરછોડયો ત્યારે!”
છગન : “અને પછી?”
કાકા : “અને બીજીવાર પ્રેમિકાને મેં જ્યારે તરછોડી ત્યારે!”
જોક્સ :
“ચિંતાથી ચતુરાઈ વધે.”
રીટા : “મારા પતિ હજી સુધી આવ્યા નથી. મને ખૂબ જ ચિંતા થાય છે.
એ બિચારા કયાં અથડાતા કૂ ટાતા હશે?”
પાડોશી મહિલા : “એ જો તમે જાણશો તો તમારી ચિંતામાં અનેકગણો વધારો થશે!”
જોક્સ :
“ઘરની રામાયણ”
મીના : તમારા પતિ દેવે રામાયણ સીરીયલમાં રાક્ષસને ઋષિમુનિના રોલ કર્યા પણ ઘરમાં કયો રોલ ભજવે છે?
ટીના : ઘરમાં તો મારા ‘એ’ ગુસ્સામાં હોય ત્યારે રાક્ષસ જેવા ને શાંત હોય છે ત્યારે ઋષિમુનિ જેવા બની જાય છે.
અને ઊંઘમાં કુંભકર્ણ જેવા બની જાય છે!
જોક્સ :
“વાત બહાર જાય નહી”
પતિ : “મેં તને ચોખ્ખુ કહ્યું હતું કે, આ વાત ખાનગી રાખવાની છે, છતાં તેં બધાને કેમ ભૂંકી મા-ર્યું!”
પત્ની : “પણ મેં જેને વાત કરી એને ખાનગી રાખવા જ કહ્યું છે!”
જોક્સ :
“લો-હી-નું ખેચાણ”
હિના : “મારા ધણી જ્યારે મને ઝા ટકે છે. ત્યારે મારો મુન્નો મારો જ પક્ષ ખેંચે છે!”
તેની બહેનપણી : “ખેંચે જ ને! મુન્નામાં આખરે તારું લો-હી તો ફરે છે!”
જોક્સ :
“મેરી આંખો મેં ઘૂસ ગયા કોઈ રે”
“મારી આંખમાં એક નાનું સરખું તણખલું ઘૂસી ગયું ને એ કઢાવતા ડૉકટર પાસે રૂ. પચ્ચીસની ઉઠી!”
“સારું થયું. તાડું સસ્તામાં પત્યું. મારી પત્નીની આંખમાં સાડી ઘૂસી ને મારી રૂ. પાંચસોની ઉઠી તેનું શું!”
જોક્સ :
“સમજ સમજ મેં ફેર હૈ”
પતિ પત્નીમાં સમજશકિતના અભાવે છૂટાછેડાના ધણા બનાવો બને છે.
પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોત તો લગ્ન થાત ખરાં?
જોક્સ :
“ખીલેલી ખીલે ક્યારે?”
“તમને નથી લાગતું કે, પુરુષની હાસ્યવૃત્તિ પરણ્યા પછી જ વધુ ખીલે છે?”‘ હાસ્યલેખકને એક જણે પૂછ્યું.
હાસ્યલેખક : “ખીલે બંધાયા પછી ખીલે એને ખીલેલી કહેવાય?”
જોક્સ :
“આઈ હેવ નો માઈન્ડ”
પતિ : “મને સમજ પડતી નથી કે, હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કે માઈન્ડ રીડરવાળા પાસે જાઉં?”
પત્ની : “તમે હસ્તરેખાવાળા પાસે જ જાવ કારણ કે તમારે બે હાથ તો છે. માઈન્ડ રીડરવાળા પાસે જવા માટે મગજ જોઈશે”