મજેદાર જોક્સ : પતિ ટીવી જોઈ રહ્યો હતો ત્યારે પત્નીએ પતિના કાન નીચે જોરથી બે ચોળી દીધી. પતિ ચમકી ઉઠ્યો …

0
4226

જોક્સ :

છોકરો : હું તારી સાથે લગ્ન નહિ કરી શકું.

મારા પરિવારના સભ્યો સહમત નથી.

છોકરી : તારા ઘરમાં કોણ કોણ છે?

છોકરો : એક પત્ની અને બે બાળકો.

જોક્સ :

તેણીએ મને પૂછ્યું,

તમે મને ક્યાં સુધી પ્રેમ કરશો?

મેં પણ હસીને કહ્યું,

જ્યાં સુધી મારી પત્નીને ખબર ન પડે ત્યાં સુધી.

જોક્સ :

એક સરકારી કચેરીના બોર્ડ પર લખેલું હતું,

મહેરબાની કરીને અવાજ ના કરશો.

કોઈએ તેની નીચે લખી દીધું,

નહીંતર અમે જાગી જઈશું.

જોક્સ :

છોકરીના પિતા : તું કેટલું કમાય લે છે?

છોકરો : 20,000 રૂપિયા મહિને.

છોકરીના પિતા : અરે 15,000 રૂપિયા તો હું મારી દીકરીને પોકેટ મની આપું છું.

છોકરો : અંકલ, તેને ઉમેરીને જ મેં આ આંકડો કહ્યો છે.

જોક્સ :

ડોક્ટરે માણસને પૂછ્યું,

શું તમારું અને તમારી પત્નીનું લો-હીનું ગ્રુપ સમાન છે?

માણસે કહ્યું, હા ચોક્કસ હશે. પચાસ વર્ષથી મારું લો-હી જે પી રહી છે.

જોક્સ :

રોડ પર લોકોનું ટોળું ભેગું થયું હતું.

ટપ્પુએ અંદર જવાનો પ્રયત્ન કર્યો પણ કોઈએ તેને અંદર જવાની જગ્યા ન આપી.

પછી ટપ્પુએ બૂમ પાડીને કહ્યું, જેનો અકસ્માત થયો છે હું તેનો બાપ છું.

લોકોએ તેને રસ્તો આપ્યો, તેણે નજીક જઈને જોયું તો એક ગધેડો પડેલો હતો.

જોક્સ :

સોનુ : પપ્પા મને મોબાઈલ લઇ આપો.

પપ્પા : દીકરા, અમેરિકામાં 15 વર્ષના બાળકો પણ પોતાના પગ પર ઊભા થઇ છે.

સોનુ : તો એમાં શું છે, ભારતમાં તો એક-દોઢ વર્ષના બાળકો દોડતા થઇ જાય છે.

જોક્સ :

પત્ની : તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?

પતિ : મારા મિત્રએ પથ્થર ફેંક્યો એટલે.

પત્ની : તો તમે કેમ કાંઈ કર્યું નહિ? તારા હાથમાં કંઈ જ નહોતું?

પતિ : હતો ને… તેની પત્નીનો હાથ.

પછી શું, પાડોશીએ પતિ માટે એમ્બ્યુલન્સ બોલાવી.

જોક્સ :

પતિ ટીવી જોઈ રહ્યો હતો ત્યારે પત્નીએ પતિના કાન નીચે જોરથી બે ચોળી દીધી.

પતિ ચમકી ઉઠ્યો અને પૂછ્યું : મેં શું ખોટું કર્યું?

પત્ની : તો શું તમે કાંઈ કરો તેની રાહ જોઈને હું બેસી રહું.

જોક્સ :

કુકિંગ ટીપ્સ :

લાડુ બનાવતી વખતે તેના પર કાજુ મુકીને થોડા દબાવો અને પછી કાઢી લો.

તેનાથી મહેમાનને એવું લાગશે કે કાજુ હતા પણ કાઢતી વખતે ડબ્બામાં પડી ગયા હશે.

જોક્સ :

શિક્ષક વિદ્યાર્થીને : મને કહો કે નદીમાં લીંબુનું ઝાડ હશે તો તમે તેને કેવી રીતે તોડશો?

વિદ્યાર્થી : પક્ષી બનીને.

શિક્ષક : તને પક્ષી કોણ બનાવશે?

વિદ્યાર્થી : જે નદીમાં લીંબુનું ઝાડ વાવશે.

જોક્સ :

યમરાજ : હે પ્રાણી, તારે ક્યાં જવું છે, સ્વર્ગમાં કે નરકમાં?

માણસ : પ્રભુ, ફક્ત મારો મોબાઈલ અને ચાર્જર ધરતી પરથી મંગાવી લો, હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઈશ

.

જોક્સ :

પપ્પુ : હું ઘરની બહાર જોઉં છું તો હજી પણ મારી આંખો સામે ડાઘા દેખાય છે.

ટપ્પુ : નવા ચશ્માથી કોઈ ફાયદો ન થયો?

પપ્પુ : હા થયો ને, હવે એ ડાઘા વધુ સ્પષ્ટ દેખાય છે.

ટપ્પુ : તો તારી બારીના કાચ સાફ કર આંધળા.

જોક્સ :

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝગડો થયો અને ખુબ લાંબો ચાલ્યો.

પતિ પાસે બોલવા માટે કાંઈ ન રહ્યું તો છલ્લે તે બોલ્યો,

જા…. જા…. હું બીજા લગ્ન કરી લઈશ. તારા જેવી તો 50 મળશે.

પત્ની હસી પડી અને પૂછ્યું : હજુ પણ મારા જેવી જ જોઈએ છે?