મજાના જોક્સ : પતી બાલ્કનીમાં ઉભો ઉભો સામે વાળાના ઘરમાં જોતા આનંદથી ગાઈ રહ્યો હતો.. ‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં..

0
3868

દુ:ખ તકલીફ અને ચિંતા ત્રણ એવી વસ્તુ છે જે એક ને એક વખત દેરકના જીવનમાં જરૂર આવે છે. તે જયારે આપણા જીવનમાં પ્રવેશ કરે છે તો આપના ચહેરાનો આનંદ દુર થઇ જાય છે. તેવી પરિસ્થિતિઓમાં આપણી ઉપર દુ:ખના ડુંગર છવાઈ જાય છે. આ દુ:ખને કારણે જ માણસ ડીપ્રેશનમાં જતા રહે છે. ઘણી વખત તો સ્થિતિ એટલી ખરાબ થઇ જાય છે કે તેની અસર આપણા આરોગ્ય ઉપર પણ પડવા લાગે છે. તેવામાં આ સ્થિતિ માંથી નીકળવું ઘણું જરૂરી બની જાય છે.

દુ:ખી મનને ખુશ કરવા માટે આમ તો ઘણી રીતો હોય છે પરંતુ તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે જોક્સ વાંચવા. જોક્સ એક એવી વસ્તુ છે જે દરેકના ચહેરા ઉપર હાસ્ય લાવી જ દે છે, તે તમને ક્યાંયથી પણ સરળતાથી મળી જાય છે. ખાસ કરીને ઈન્ટરનેટના જમાનામાં તો જોક્સ શોધવા ઘણા સરળ હોય છે. પરંતુ તેની સૌથી મોટી તકલીફ એ છે કે ઈન્ટરનેટ ઉપર ઘણા બધા જોક્સ હોય છે. તેમાંથી જ થોડા વાંચીને હસવાનું આવે છે જયારે થોડા એકદમ થી સારા નથી હોતા.

તે વાતને ધ્યાનમાં રાખીને અમે તમારું કામ સરળ કરી દીધું છે, આજે અમે તમારા માટે થોડા એવા મજાના જોક્સ લઈને આવ્યા છીએ જે વાંચીને પછી તમને હસવું જરૂર આવશે. આમ તો દરેકને જુદા જુદા પ્રકારના જોક્સ ગમે છે. પરંતુ આજે જે જોક્સ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે બધાને પસંદ આવશે.

1. સોનું (ગર્લફ્રેન્ડ ને) તુઝમે રબ દિખતા હે, યારા મેં ક્યા કરું?

ગર્લફ્રેન્ડ : કરવાનું શું છે, પૈસા ફેંકો, માથા ટેકો અને ચાલતા બનો બીજા પણ ભક્ત લાઈનમાં છે.

2. સોનુંના ક્લાસમાં ટીચર બાળકોને સમજાવતા બોલ્યા, ગરીબ સાથે હંમશા પ્રેમથી વર્તવું જોઈએ.

સોનું એકદમથી બોલ્યો સારું હવે સમજાયું ટીચર.

ટીચર : શું?

સોનું : ત્યારે જ તો પપ્પા નોકરાણીને ગળે લગાવે છે, મમ્મી દુધવાળાને અને બહેન ડ્રાઈવરને.

3. એક છોકરીનો મોબાઈલ ખુબ ગરમ થઇ રહ્યો હતો.

છોકરી : મારા મોબાઈલમાં હિટીંગ થઇ રહ્યું છે.

ઘણો ગરમ થઇ રહ્યો છે.

દુકાનવાળો : તેમાં તો તમારા મમ્મીની ભૂલ છે.

છોકરી : કેમ મમ્મી એ શું કર્યું?

દુકાનવાળો : દિવસ રાત તો મમ્મી દુવા કરતી રહે છે કે,

‘આગ લાગે આ ફોન ને’ હવે દુવા કબુલ થઇ.

4. પત્ની (પતિને) : અરે, શું એ સાચું છે કે રૂપિયા પૈસા બોલે છે?

પતિ (પત્નીને) : હા કહેવાય તો એવુ જ છે.

તેના ઉપર પત્ની બોલી : તો પછી તમે મને થોડા પૈસા આપી જજો,

હું ઘરમાં એકલી બેઠી બેઠી કંટાળી જાવ છું.

5. પત્ની પતિને : આજે તમે ઘણાં મોડા ઘેર આવ્યા.

પતિ પત્નીને : અને તું આટલી મોડે સુધી જાગીને શું કરી રહી છે?

પત્ની પતિને : હું પાંચ કલાકથી તમારી રાહ જોવામાં જાગી રહી હતી.

પતિ પત્નીને : અને હું પાંચ કલાકથી તે રાહમાં બહાર ઉભો હતો કે તું સુઈ જા તો હું અંદર આવું.

6. પતી બાલ્કનીમાં ઉભા ઉભા આનંદથી ગાઈ રહ્યા હતા,

‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં’

આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં’

રસોડા માંથી પત્નીનો અવાજ આવ્યો

ઘરમાં જ ઉડો, સામે વાળી પિયર ગઈ છે.

7. એક ચોર ચોરી કરવા ગયો તો તેને જાડી મહિલાએ પકડી લીધો અને તેની ઉપર બેસી ગઈ.

તે પોતાના પતિને કહેવા લાગી જાવ અને પોલીસને બોલાવીને લાવો.

પતી : મારા ચપ્પલ નથી મળી રહ્યા.

ચોર બોલ્યો : ભાઈ ચપ્પલ મારા પહેરી જા પરંતુ જલ્દી જા.