જોક્સ :
સુરેશ અને રમેશ રાત્રે તંબુ બાંધીને સૂઈ ગયા.
મધ્ય રાત્રિએ સુરેશની આંખ ખુલી અને તેણે તરત જ રમેશને ઉઠાડીને પૂછ્યું,
આકાશ તરફ જોઈને જણાવ તને કંઈક દેખાય છે?
રમેશ : હું ઘણા બધા તારા અને એક ચંદ્ર જોઈ શકું છું, આકાશ ખરેખર સુંદર દેખાય છે.
સુરેશ : અરે આપણો તંબુ ચોરાઈ ગયો છે ગાંડા.
જોક્સ :
બસમાં ઘણી ભીડ હતી.
એક છોકરી નીચે ઉતરવા માટે આગળ વધી ત્યારે તેનો પગ એક દાદાના પગ પર પડ્યો.
છોકરી : સોરી દાદાજી.
દાદા : મેન્શન નોટ.
થોડી વાર પછી એક છોકરો ત્યાંથી પસાર થયો તો તેનો પગ પણ દાદાના પગ પર પડ્યો.
છોકરો : સોરી દાદાજી.
દાદા : આંધળો છે કે શું?
છોકરો : શું થયું દાદાજી, મારો સોરીનો સ્પેલિંગ ખોટો હતો કે મને ખિજાયા અને પેલી છોકરીને એમ જ જવા દીધી.
જોક્સ :
એક માણસ પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો.
અચાનક તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, ના… ના…. ઘોડા પરથી ઉતરતો નહીં,
આ ષડયંત્ર છે, તું દુઃખી થઈશ, આજીવન પસ્તાવો થશે.
અવાજ સાંભળી તેની પત્ની દોડતી દોડતી ત્યાં આવી અને પૂછ્યું,
અરે… ટીવીમાં શું જુઓ છો? આટલી બુમાબુમ કેમ કરો છો?
માણસ : આપણા લગ્નની ડીવીડી જોઈ રહ્યો છું.
માણસની બંને આંખો સોજી ગઈ હોવાથી હવે તે કાંઈ જોઈ શકતો નથી.

જોક્સ :
લગ્નને સમજવા માટે એક વૈજ્ઞાનિકે એક મહિલા સાથે લગ્ન કર્યા,
હવે તેને વિજ્ઞાન શું છે તે સમજાય નથી રહ્યું.
જોક્સ :
પિંકુ : ગઈકાલે મારી પાડોશી કહી રહી હતી કે તેના પેટમાં ઘણા ઉંદરો દોડી રહ્યા છે.
મિંકુ : પછી તે શું કર્યું?
પિંકુ : મેં તેમને ઉંદરની દવા આપી હતી.
તે હજુ સુધી આરામથી સૂઈ રહી છે, મને થેંક્યુ પણ ન કહ્યું બોલ.
જોક્સ :
રમેશ : છોકરીઓ જો પારકું ધન છે તો છોકરાઓ શું છે?
સુરેશ : છોકરાઓ ચોર હોય છે.
રમેશ : તે કેવી રીતે?
સુરેશ : કારણ કે ચોરોની નજર હંમેશા પારકા ધન પર જ હોય છે.
જોક્સ :
પતિ : તારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું છતાં પણ તેં પોલીસને કેમ ન દેખાડ્યું? કારણ વગર 5000 નો મેમો ભરીને આવી ને.
પત્ની : એમાં મારો ફોટો સારો નહોતો. તેથી મેં તે પોલીસ દેખાડ્યું નહિ.
જોક્સ :
એક ભાઈને 500 ની નોટ મળી.
તેણે ફાઈવ સ્ટાર હોટેલમાં જઈને પેટ ભરીને ભોજન કર્યું. 2000 રૂપિયાનું બિલ બન્યું.
મેનેજરે પૈસા માંગ્યા તો બોલ્યો, પૈસા નથી.
મેનેજરે તેને પોલીસને હવાલે કર્યો.
પેલા ભાઈએ પોલીસને 500 ની નોટ આપી અને ઘરે જતો રહ્યો.
આને ભારતના લોકોનું MBA વિનાનું ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કહેવામાં આવે છે.
જોક્સ :
પપ્પુ પ્લેનમાં ગયો.
તેણે એક એર હોસ્ટેસને કહ્યું : તારો ચહેરો મારી પત્નીને મળતો આવે છે.
એર હોસ્ટેસે તેના કાનની નીચે બે લગાવી દીધી.
પપ્પુ : અદ્ભુત…. તારી તો આદત પણ તેના જેવી જ છે.
જોક્સ :
સ્ત્રી : ડોક્ટર, મારા પતિ રાત્રે ઊંઘમાં બોલ્યા કરે છે.
ડૉક્ટર : તેમને દિવસે બોલવાની તક આપો, આ આદત છૂટી જશે.
જોક્સ :
પિતા (મહેમાનોની સામે પોતાના 4 વર્ષના દીકરાને) : બોલ તો દીકરા, 5 પછી શું આવે છે?
દીકરો : 6 અને 7.
પિતા : ખુબ સરસ. 6, 7 પછી શું આવે છે?
દીકરો : 8, 9, 10.
પિતા : એ પછી?
દીકરો : એ પછી ગુલામ, બેગમ અને બાદશાહ.
જોક્સ :
છોકરીને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી?
તેમને પ્રેમ કરો, તેમને સ્પેશિયલ ફીલ કરાવો, તેમની સંભાળ રાખો, તેમને ગિફ્ટ આપો, ફરવા લઇ જાવ, હોટલમાં જમવા લઇ જાવ.
છોકરાને કેવી રીતે ઇમ્પ્રેસ કરવો?
માત્ર એક સ્માઈલ અને ગેમ ઓવર.
જોક્સ :
પતિ : સાંભળ, મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.
પત્ની : વાહ, તમે તેની પાસેથી શું માંગ્યું?
પતિ : મેં કહ્યું મારી પત્નીની બુદ્ધિ 10 ગણી વધારી દે.
પત્ની : તો તેણે એવું કર્યું?
પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે શૂન્યનો કોઈપણ વસ્તુ સાથે ગુણાકાર કરો તો તે શૂન્ય જ રહે છે.
હવે અલાદીનનો ચિરાગ અને પતિ બંને ગાયબ છે.