મજેદાર જોક્સ : નેહા : મને મારા પતિ પર શંકા છે, તે ચોક્કસ કોઈ છોકરીને મળવા જાય છે. મીના : તો હવે તું …

0
3329

જોક્સ :

એક અજાણી છોકરીએ અડધી રાત્રે વકીલને ફોન કર્યો અને કહ્યું,

છોકરી : શું તમે મારા મિત્ર બનશો.

વકીલ : હા કેમ નહિ, તમારું નામ શું છે?

છોકરી : ધારા.

વકીલ : કઈ ધારા 144 કે 145.

છોકરીએ તરત જ ફોન કટ કરી દીધો.

જોક્સ :

છગન ઉદાસ બેઠો હતો.

મગન : શું થયું, કેમ ઉદાસ બેઠો છે?

છગન : શું કહું યાર, કોઈએ મને કહ્યું હતું કે ઝાડ નીચે બેસીશ તો શીતલ છાયા મળશે.

એ પછી હું ત્રણ દિવસથી અહીં ઝાડ નીચે બેઠો છું,

પણ ન તો શીતલ આવી કે ન તો છાયા.

જોક્સ :

દિનેશ : શું તેં ક્યારેય કોઈ છોકરીને પ્રપોઝ કર્યું છે?

રાજુ : ના, હું મેથ્સના બેચનો વિધાર્થી છું.

દિનેશ : તારો મતલબ શું છે?

રાજુ : એટલે કે હું પ્રપોઝ નથી કરતો, હું માત્ર સપોઝ કરું છું.

હું ધારી લઉં છું કે પેલી છોકરી મારી ગર્લફ્રેન્ડ છે.

જોક્સ :

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ડેટ પર ગયા.

વેઈટર : તમે શું લેશો?

ગર્લફ્રેન્ડ : રોટલા પર શાક પાથરીને લઇ આવો.

વેઈટર : શું?

બોયફ્રેન્ડ : આ બાવરી પીઝા માંગી રહી છે.

જોક્સ :

રાહુલ : જાનુ, તું દિવસે ને દિવસે સુંદર થતી જાય છે.

પત્ની (ખુશ થઈને) : તમે કેવી રીતે જાણ્યું?

રાહુલ : તને જોઈને રોજ રોટલી બળી જાય છે.

જોક્સ :

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.

સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?

રમેશ : હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા જઈ રહ્યો છું.

સુરેશ : કેમ ભાઈ, તે શું કર્યું?

રમેશ : મેં મારી પત્નીને લાકડીથી જોરથી માર્યું.

સુરેશ : તેને વધારે વાગ્યું છે?

રમેશ : ના, અને હવે તે મને નહિ છોડે.

જોક્સ :

પતિ : તું બહુ સ્વીટ છે.

પત્ની : થેંક યું.

પતિ : તું તો રાજકુમારી જેવી છે.

પત્ની : આઈ લવ યું. અને કહો તમે શું કરી રહ્યા છો?

પતિ : હું ઓફીસમાં નવરો બેઠો હતો તો વિચાર્યું થોડી મજાક કરી લઉં.

જોક્સ :

નેહા પોતાની બહેનપણીને : મને મારા પતિ પર શંકા છે, તે ચોક્કસ કોઈ છોકરીને મળવા જાય છે.

મીના : તો હવે તું શું કરીશ?

નેહા : હું કાલે જ મારા બોયફ્રેન્ડને તેની પાછળ લગાવી દઈશ.

જોક્સ :

મોહિત : લોકો કહે છે કે ઠોકર માણસને ચાલતા શીખવે છે.

સચિન : હા, એકદમ સાચું કહે છે.

મોહિત : પણ ઠોકર લાગવાથી મારા પગનો નખ તૂટી ગયો, હવે હું ચાલીશ કેવી રીતે?

જોક્સ :

ખુશ્બુ : જો કંઇક ભૂલ થઈ જાય તો શું કરવું જોઈએ એ તને ખબર છે?

સીમા : ના, જણાવને શું કરવું જોઈએ?

ખુશ્બુ : વ્યક્તિએ શાંતિથી બેસીને વિચારવું જોઈએ કે તેને કોના માથે ઢોળી દેવી.

જોક્સ :

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવા કૂવામાં સિક્કો નાખ્યો,

પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કે તરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.

આ જોઈ પતિની આંખમાં આંસુ આવી ગયા.

તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન, આટલું જલ્દી રીઝલ્ટ.