જોક્સ :
રમેશ : આજે મને ઊંઘ નથી આવતી.
તેની પત્ની : એમ… તો વાસણ ઘસી નાખો.
રમેશ : હું તો ઊંઘમાં બોલું છું.
જોક્સ :
માં : ઊઠ નાલાયક, જો સૂરજ ક્યારનો નીકળી ગયો છે.
દીકરો : તો શું થયું મમ્મી, એ ઊંઘે પણ મારી પહેલા છે ને.
જોક્સ :
પત્ની : તમે તો કહેતા હતા કે તમે લગ્ન પછી પણ મને આ જ રીતે પ્રેમ કરશો?
પતિ : પણ મને ક્યાં ખબર હતી કે તારો બાપ આપણા લગ્ન માટે હા પાડી દેશે.

જોક્સ :
પતિ : ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે હોં તારો.
પત્ની (ગર્વથી ફૂલાઈને) : એ તો મને વારસામાં મળ્યું છે.
પતિ : હમમ… શરીરમાં 350 ડાયાબીટીસ છે પણ જીભ પર ક્યારેય મીઠાશ નથી આવવા દીધી.
જોક્સ :
પતિ : હું તારા જન્મદિવસ નિમિત્તે હીરાનો હાર લાવ્યો છું.
પત્ની : પણ તમે તો મને કાર લઈ દેવાના હતા ને?
પતિ : પણ નકલી કાર મળી નહીં.
પતિ હોસ્પિટલમાં છે.
જોક્સ :
સોહમ : મેં મારી પત્નીને 12 મું પાસ કરાવ્યું, પછી બી.એ. કરાવ્યું, પછી એમ.એ અને પછી સરકારી નોકરી અપાવી, હવે શું કરું?
મેહુલ : તું તો બાપથી વધીને છે, હવે સારો છોકરો જોઈને તેના લગ્ન કરાવી દે.
જોક્સ :
હેમા : આજકાલ મારો વર ખૂબ મોડો ઘરે આવે છે.
બહેનપણી : તો તું તેને ધોઈ નાખ, એટલે સીધો થઈ જશે.
હેમા : પણ, ક્યારે ધોઉં? જયારે હું ઘરે પહોંચું છું ત્યારે તે સુતો હોય છે.
જોક્સ :
ભૂરો : આ શાનું ખેતર છે?
બકો : આ કપાસનું ખેતર છે, જેનાથી કપડાં બને છે.
ભૂરો : તો આમાં પાયજામા બનાવવા માટેનો છોડ કયો છે?
બકો બેભાન.
જોક્સ :
મહિલા (દુકાનદારને) – ભાઈ, સરખો ભાવ રાખો. હંમેશાં તમારી દુકાનથી સામાન ખરીદીએ છીએ.
દુકાનદાર : બેન, થોડું તો ભગવાનથી ડરો!
આજે દુકાનનો ત્રીજો દિવસ છે.
જોક્સ :
પત્ની : તમને ખબર છે સ્વર્ગમાં પતિ અને પત્નીને એક સાથે નથી રહેવા દેતા.
પતિ : અરે ગાંડી… એટલે જ તો એને સ્વર્ગ કહેવાય છે.
જોક્સ :
છગને ભગવાનને પૂછ્યું,
છગન : તમારા માટે કરોડો વર્ષ કેટલા હોય છે?
ભગવાન : એક સેકંડ સમાન.
છગન : અને કરોડો રૂપિયા?
ભગવાન : એક ફૂટેલી કોડી સમાન.
છગન : તો શું તમે મને એક ફૂટેલી કોડી આપી શકો છો?
ભગવાન : કેમ નહીં, એક સેકંડ ઊભો રહે.
જોક્સ :
પત્ની : આ તમે 3 કલાકથી આપણા મેરેજ સર્ટીફીકેટમાં શું શોધી રહ્યા છો?
પતિ : એની એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છું, સાલી જડતી નથી.
બે દિવસથી પતિની આંખ પર સોજા છે.
જોક્સ :
એક બહેનનો જમાઈ ખૂબ જ કાળો હતો.
સાસુ : જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ. દૂધ દહીં ખાઓ. મોજ કરો અને આરામથી અહીં રહો.
જમાઈ : અરે વાહ સાસુમાં, આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.
સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ. એ તો અમારી ભેંસનું બચ્ચું મ-રી-ગ-યું છે એટલે દૂધ નથી આપતી.
પણ તારું મોઢું જોઈને એ દૂધ તો આપતી રહેશે એટલે કહું છું.