જોક્સ :
બકો સાયકલ લઈને માર્કેટ જતો હતો.
રસ્તામાં એક વિદેશી માણસે તેને રોક્યો અને પૂછ્યું,
વિદેશી : મારે તાજમહેલ જવું છે.
બકો : તો જા ને ભાઈ, આ રીતે બધાને કહેતો રહેશે તો પહોંચશે ક્યારે?
જોક્સ :
મમ્મી : ટીના હજી સુધી તું સુઈ કેમ નથી? સવારે સ્કૂલે જવાનું છે.
ટીના : મમ્મી, એ જ ચિંતા તો મને સુવા નથી દેતી.
જોક્સ :
દિશા : મમ્મી, જીવનમાં આગળ વધવા માટે મારે શું કરવું?
મમ્મી (ગુસ્સામાં) : સૌથી પહેલા તારો મોબાઈલ નદીમાં ફેંકી દે.

જોક્સ :
પતિ : ડાર્લિંગ મારા સમ ખાઈને કહે કે તને બિલકુલ ભૂખ નથી લાગી.
પત્ની : સમ ખાવા જેટલી જગ્યા હોત તો તમે લાવેલી મીઠાઈ ન ખાઈ લીધી હોત?
જોક્સ :
ભૂરાએ તેની શાળાની છોકરીને કહ્યું : આઈ લવ યું.
છોકરી : શું?
ભૂરો : તું આઈ લવ તું ટુ બોલ.
છોકરી : હું હમણાં જઈને સરને કહું છું.
ભૂરો : અરે પાગલ સર તો પહેલાથી પરણેલા છે.
જોક્સ :
ટીચર : પપ્પુ આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે?
પપ્પુ : કારણ કે મેડમ, એમાં પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો.
ફક્ત માતા જ બોલ્યા કરે છે એટલે તેને માતૃભાષા કહેવાય છે.
જોક્સ :
છગન એકલો બેઠો બેઠો હસતો હતો.
મગન : શું થયું? તું આટલો ખુશ કેમ છે?
છગન : આજે ઘણા સમય પછી કોલેજ વાળી હિનાના મેસેજનો રિપ્લાય આવ્યો. એ વાતથી હું એટલો ખુશ છું કે તેની કોઈ હદ નથી.
મગન : અરે વાહ… શું કહ્યું હિનાએ?
છગન : લે તું જ વાંચી લે.
મગને મેસેજ વાંચ્યો : જો તેં ફરી મેસેજ કર્યો તો હું મારા પતિને કહીને તારી ધોલાઈ કરાવી દઈશ.
જોક્સ :
ચિન્ટુ : આ-ત્મ-હ-ત્યા કરવાની રીતો વિશે કોઈ પુસ્તક છે?
લાઇબ્રેરીયન : પુસ્તક પાછું કોણ આપશે ભાઈ!
જોક્સ :
જીગો : લગ્ન પછી પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે I Love You કરતા પણ વધુ અસરકારક શબ્દ છે,
લાવ આજે હું વાસણો ધોઉં દઉં.
જોક્સ :
દુકાનદાર : મેડમ તમે કેમ પરેશાન છો?
છોકરી : આ મારા મોબાઈલમાં નેટવર્ક નથી આવતું.
દુકાનદાર : મેડમ, આ તો ખરાબ હવામાનને કારણે થાય છે.
છોકરી : આ 500 રૂપિયા લો, અને નવું હવામાન નાખી દો.
દુકાનદાર બેભાન.
જોક્સ :
એક પાગલ અરીસામાં પોતાનું પ્રતિબીંબ જોઈને વિચારવા લાગ્યો,
દોસ્ત આને ક્યાંક તો જોયો છે?
લાંબો સમય ટેન્શનમાં વિચાર્યા પછી તેણે કહ્યું,
અરે યાદ આવ્યું… આ તો એજ છે જે તે દિવસે મારી સાથે વાળ કપાવતો હતો.
જોક્સ :
પત્ની : મારા જમણા હાથમાં ખંજવાળ આવે છે.
પતિ : અરે વાહ… લક્ષ્મી આવવાની છે.
પત્ની : મારા જમણા પગમાં પણ ખંજવાળ આવે છે.
પતિ : તો તો યાત્રાનો યોગ બની રહ્યો છે.
પત્ની : પેટ પર પણ ખંજવાળ આવે છે.
પતિ : એટલે આજે સારું ભોજન મળશે.
પત્ની : ગરદન પર પણ ખંજવાળ આવે છે.
પતિ : તું આઘી જા અહીંથી, તને ખંજવાળનો રોગ થયો છે.