હસવું આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તે એક વાત આપણે બધાએ સાંભળી છે. હસવાની કોઈ પણ તક છોડવી ન જોઈએ. તે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે, સાથે જ તમારી દરેક મુશ્કેલીઓ દુર કરી દે છે. ફિલ્મ ‘કલ હો ના હો’ ની આ પંક્તિ ‘હસો મુશુરાઓ ક્યા પતા કલ હો નાં હો’ આપણી બધા ઉપર એકદમ ફીટ બેસે છે.
માણસનું એવું જીવન છે અને બધાએ ખુશ રહીને જ પસાર કરવું જોઈએ. એકના એક દિવસ તો બધાએ જવાનું છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે ખુશ કેવી રીતે રહી શકાય? જો તમે ખુશ રહેવાનું બહાનું શોધી રહ્યા છો, તો આજે આ પોસ્ટમાં અમે તમારા માટે કારણ લઈને આવ્યા છીએ. જે વાંચીને પછી ખરેખર તમારું હસવાનું નહિ અટકે, આવો જાણીએ એવું શું છે આ લેખમાં.

જોક્સ : 1
છોકરી : સ્ટેશન સુધીના કેટલા પૈસા લેશો?
રીક્ષાવાળો : મેડમ વીસ રૂપિયા
છોકરી (આશ્ચર્યજનક જેવું મોઢું કરીને) : સ્ટેશનના વીસ રૂપિયા?
રીક્ષાવાળો : હા મેડમ, સ્ટેશન બે કી.મી. દુર છે અહિયાથી
છોકરી (હાથનો ઈશારો કરીને) : પેલું તો છે સ્ટેશન
રીક્ષાવાળો : મેડમ હાથ પાછો લઇ લો ક્યાંક ટ્રેન નીચે ન આવી જાય
જોક્સ : 2
સાસુ : જમાઈ રાજા આવતા જન્મમાં શું બનશો?
જમાઈ : જી ગરોળી બનીશ
સાસુ : તે કેમ?
જમાઈ : કેમ કે તમારી દીકરી માત્ર ગરોળીથી જ ડરે છે.
જોક્સ : 3
ઇમરાન હાશમી એક કોસ્મેટીકની દુકાન ઉપર ગયો
અને દુકાનવાળાને કહ્યું :
ઇમરાન હાશમી : ભાઈ એક લીપ્સ્ટીક આપો
દુકાનવાળા : સાહેબ કયો કલર આપું?
ઇમરાન હાશમી : યાર કલરની ચિંતા છોડ, બસ ટેસ્ટ સારો હોવો જોઈએ.
જોક્સ : 4
પતિ : વ્હાલી હું તમે ખુબ પ્રેમ કરું છું.
પત્ની : તો શું હું તમને પ્રેમ નથી કરતી? હું તો તમારા માટે આખી દુનિયા સાથે લડી શકું છેં.
પતિ : પણ તું તો હંમેશા મારી સાથે જ ઝગડે છે.
પત્ની : તું જ મારી દુનિયા છો.
જોક્સ : 5
એક દિવસ રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએ પતિને પૂછ્યું,
પત્ની : જો કોઈ સુંદર નવયુવાન મને ભગાડીને લઇ જઈ રહ્યો હોય અને તમે સામેથી આવી જાવ તો તમે શું કરશો?
પતિ : હું તેને કહીશ, હે ભગવાનના ઈમાનદાર માણસ, ભગાડીને લઇ જવાની શું જરૂર છે, આરામથી લઇ જાવ.
જોક્સ : 6
પતિ આખીરાત ગુમ રહ્યા પછી સવારે જયારે ઘરે આવ્યો.
પત્ની (ગુસ્સામાં ) : આખી રાત તો ગુમ હતો, સવારે શું કરવા આવ્યો છે?
પતિ : વ્હાલી નાસ્તો કરવા માટે.
જોક્સ : 7
એક ભિખારી પોતાના બંને હાથમાં કટોરો લઈને ભીખ માગી રહ્યો હતો.
પીન્ટુએ તેના એક કટોરામાં પાંચ રૂપિયા નાખ્યા અને પૂછ્યું.
પીન્ટુ : આ બીજો કટોરો શેના માટે છે?
ભિખારી : સાહેબ હું મારો ધંધો વધારી રહ્યો છું
એટલા માટે બીજી બ્રાંચ ખોલી છે.
જોક્સ : 8
હોસ્પિટલમાં ખરાબ રીતે ઈજા પામેલા પંડિતજીને મળવા ગયા.
મેં પૂછ્યું : શું થયું હતું? કેવી રીતે વાગ્યું?
પંડિતજી બોલ્યા : યાર કરવાચોથની સાંજે ધાબા ઉપર તારી ભાભીને મારી ટેવ મુજબ ઉતાવળમાં કહી દીધું.
જલ્દી પૂજા કરો, બે ત્રણ જગ્યાએ બીજે જવાનું છે.
જોક્સ : 9
દીકરી : હું પાડોશી સાથે પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી રહી છું.
પિતા : અરે વાહ, ઘણું સરસ,
મારો સમય અને પૈસા બંને બચી ગયા.
દીકરી : પપ્પા હું ચિઠ્ઠી વાચી રહી છું, જે મમ્મી મુકીને ગઈ છે.
જોક્સ : 10
એક દિવસ ટીટીએ ભોલુંને પ્લેટફોર્મ ઉપર પકડી લીધો.
ટીટી (ભોલુને) : ચાલ ટીકીટ દેખાડ.
ભોલુ : અરે હું ટ્રેનમાં આવ્યો જ નથી.
ટીટી : એ વાતની શું સાબિતી છે?
ભોલુ : અરે સાબિતી એ છે કે મારી પાસે ટીકીટ નથી.
(બિચારો ભોલુ છેલ્લા બે દિવસથી જેલમાં બંધ છે)
જોક્સ : 11
એક સમય હતો જયારે રાત્રે ૧૨ વાગ્યા પછી ભૂતોનું રાજ રહેતું હતું
પરંતુ ફેસબુક અને વોટ્સઅપે તેની પણ રોજગારી છીનવી લીધી.
જોક્સ : 12
રાજુ : મેં મારી પત્નીને ૧૨મુ ધોરણ પાસ કરાવી
પછી બીએ, પછી એમએ કરાવ્યું અને તેને સરકારી નોકરીએ લગાવી દીધી. હવે શું કરું?
શ્યામુ : બસ હવે એક સારો છોકરો જોઇને લગ્ન કરાવી દે.
જોક્સ : 13
પતિ પોતાની નોકરાણીને પ્રેમ કરતો હતો,
એક દિવસ તે છાનામાના નોકરાણી સાથે રોમાંસ કરી રહ્યો હતો.
પતિ : તું મારી પત્ની કરતા પણ સુંદર છે.
નોકરાણી : ખોટું ન બોલો માલિક.
પતિ : નહિ, સાચું બોલી રહ્યો છું.
નોકરાણી : સારું, પણ ડ્રાઈવર તો કહી રહ્યો હતો કે શેઠાણી જ વધુ સુંદર છે.
પતિ બેભાન.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.