જોક્સ :
રાજુ પરીક્ષામાં કોરી પુરવણી મૂકીને જવા લાગ્યો.
રૂમમાંથી બહાર નીકળતા સમયે શિક્ષકે પૂછ્યું,
કેમ નાલાયક, કાંઈ કરીને આવ્યો હતો કે એમ જ આવી ગયો હતો.
રાજુ : સર, હું નાસ્તો કરીને આવ્યો છું અને તમે?
રાજુ વોચમેનની નોકરી કરે છે.
જોક્સ :
પત્ની સાથે ઝઘડો થયા બાદ મેં કહ્યું, તું મારું શું બગાડી લઈશ?
ત્યાર પછી હું થોડા થોડા દિવસે મોબાઈલના 10 ચાર્જર લાવ્યો પણ એક પણ મળતા નથી.
જોક્સ :
પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે : આમાં લખ્યુ છે કે મોટાભાગના મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે.
પત્ની (શરમાતાં) : હવે તમે બસ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી.
પતિએ પુસ્તક વાંચવાનું છોડી દીધું.

જોક્સ :
મોન્ટુ : વેઈટર, એવી ચા પીવડાવ કે જેને પીધા પછી મન ઉછળવા લાગે અને શરીર નાચવા લાગે.
વેઈટર : સાહેબ, અમારે ત્યાં ભેંસનું દૂધ આવે છે, વાંદરીનું નહીં.
જોક્સ :
પતિ : હું તને એટલો પ્રેમ કરું છું કે વ્યક્ત કરવા માટે શબ્દ જ નથી મળી રહ્યાં.
પત્ની શબ્દકોષ આપતાં બોલી : લો, આમાંથી શોધી લો અને વ્યક્ત કરો. નહિ તો વેલણ ખાવા તૈયાર રહેજો.
જોક્સ :
પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈતા હતા.
પત્ની : કોઈ પણ સમજદાર સ્ત્રી તમારી સાથે ક્યારેય લગ્ન નહિ કરે.
પતિ : મારે એ જ સાબિત કરવું હતું.
જોક્સ :
કિશોર કાકા : ઓ ભાઈ, જરા ઉભા રહો.
મુસાફર : બોલો શું કામ છે?
કિશોર કાકા : ટાઈમ શું થયો છે?
મુસાફર : સાડા સાત વાગ્યા છે.
કિશોર કાકા : શું વાત છે! મેં સવારથી જેટ્લા લોકોને ટાઈમ પુછ્યો એ બધા જુદો જુદો ટાઈમ કહે છે.
જોક્સ :
ગર્લફ્રેન્ડ : શું તું મારા માટે દરિયા માંથી મોતી લાવી શકે છે?
બોયફ્રેન્ડ : ના, એ સિવાય બીજું કાંઈ કહે, હું તમારા માટે બીજું કંઈ પણ કરી શકું છું.
ગર્લફ્રેન્ડ : શું હું તારું ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક અને વોટસએપ ચેક કરી શકું છું?
બોયફ્રેન્ડ : તારે કેવા મોતી જોઈએ છે એ જણાવ.
જોક્સ :
ન્યાયાધીશ રાજુને : તેં થોડા દિવસ પહેલાં પણ સો રૂપિયા ચોર્યા હતાને! તો ફરી ચોરી કેમ કરી?
રાજુ : સાહેબ, સો રૂપિયા ચોર્યા તો હતા, પરંતુ આ મોંઘવારીના જમાનામાં સો રૂપિયા કેટલા દિવસ ચાલે.
જોક્સ :
ઈન્સ્પેક્ટર : તેં કોન્સ્ટેબલના ખિસ્સામાં માચીસ કેમ નાખી?
ટીટુ : સાહેબ, તેમણે જ કહ્યું હતું કે જો તારે જેલમાં ન જવું હોય તો ખિસ્સું ગરમ કર.
એટલે મેં આવું કર્યું.
જોક્સ :
બીમાર પતિએ હોશમાં આવતા જ બબડવાનું ચાલું કર્યુ,
હું ક્યાં છું? શું હું સ્વર્ગમાં પહોંચી ગયો છું?
પત્નીએ સાંત્વના આપતા કહ્યું : ના, ડાર્લિંગ, હું જીવું છું ત્યાં સુધી તને સ્વર્ગનું સુખ નહિ મળે.
જોક્સ :
જયેશ : તમે દિવસમાં કેટલી વાર દાઢી કરો છો?
ભીખાકાકા : પચીસ-ત્રીસ વાર થતી હશે.
જયેશ : તમે ગાંડા છો કે શું?
ભીખાકાકા : ના, હું વાળંદ છું.