જોક્સ :
ભૂરો : મોબાઈલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગયો હતો.
પહેલા જ સવાલ પર તેને રિજેક્ટ કરી દીધો.
સવાલ હતો : સૌથી લોકપ્રિય નેટવર્ક કયું છે?
ભુરાએ જવાબ આપ્યો હતો – કાર્ટૂન નેટવર્ક.
જોક્સ :
મેં કહ્યું : જાનેમન!
તેણે કહ્યું : પૈસા બતાવ.
મેં કહ્યું : પૈસા નથી.
તેણે કહ્યું : કેમ નથી?
મેં કહ્યું : મોંધવારી છે.
તેણે કહ્યું : જા તું મારો ભાઈ છે.

જોક્સ :
એક સિક્યોરિટી ગાર્ડને નોકરીના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે,
શું તમે અંગ્રેજી બોલી શકો છો?
સિક્યોરિટી ગાર્ડે શાંતિથી જવાબ આપ્યો,
કેમ ચોર ઈંગ્લેન્ડથી આવવાના છે?
જોક્સ :
દીકરાએ પૂછ્યું : પપ્પા, તમે અંધારાથી ગભરાવો છો?
પપ્પા : ના બેટા?
દીકરો : વાદળ, વીજળી અને અવાજથી?
પપ્પા : બિલકૂલ નહી.
દીકરો : શાબાશ પપ્પા. મતલબ તમે મમ્મી સિવાય કોઈનાથી નથી ગભરાતા.
જોક્સ :
પપ્પુ ટપ્પુને પૂછ્યું : શું તું ચાઈનીઝ વાંચી શકે છે?
ટપ્પુ : હા.
પપ્પુ : કેવી રીતે?
ટપ્પુ : જો તે હિન્દી અથવા અંગ્રેજીમાં લખાયેલ હોય.
જોક્સ :
રમેશ ખૂબ ન-શા-માં હતો. તે ઘર તરફ પાછો આવી રહ્યો હતો.
રસ્તામાં એક ટેક્સીવાલાને પૂછ્યુ : ગેટ વે ઓફ ઈંડિયા જઈશ?
ટેક્સીવાળો : હા, જઈશ સર.
મોહન : તો જા ને, ઉભો કેમ છે.
જોક્સ :
બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા.
એક બોલ્યો : યાર, મારી પાસે કોઈ સૂતુ છે.
બીજો ગાંડો : તું એને નીચે ધક્કો માર.
પહેલાએ બીજા પાગલને ધક્કો માર્યો અને બોલ્યો : મેં એને પાડી દીધો, હવે તું પાસે આવીને સૂઈ જા.
જોક્સ :
શિક્ષક રાજુને : ઓપરેશન પહેલા દર્દીને બેભાન કેમ કરવામાં આવે છે?
રાજુએ એવો જવાબ આપ્યો કે શિક્ષક બેભાન થઈ ગઈ.
રાજુ : જો એવું ન કરે તો દર્દી ઓપરેશન કરતા શીખી જાય. પછી ડોક્ટરો પાસે કોણ જાય?
જોક્સ :
જાનવીએ તેના પતિને કહ્યું,
ખોટું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નથી.
પતિ : પણ હું ક્યાં ખોટું બોલ્યો છું?
જાનવી : કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી?
જોક્સ :
પત્ની ચા બનાવીને લાવી.
પતિ : તેં ફીકી ચા બનાવી છે ને? ડોક્ટરે મને મીઠી ચા પીવાની ના પાડી છે.
પત્ની : હું અલગ અલગ ચા નહિ બનાવું.
તમારે ફીકી ચા પીવી હોય તો પહેલા લાડુ ખાઈ લો અને પછી ચા પીજો, એટલે ફીકી લાગશે.
પતિ બેભાન થઈ જાય છે.
જોક્સ :
મોન્ટુના માથામાં ઈજા થઇ અને તે ડોક્ટર પાસે ગયો.
ડોક્ટર : આ કેવી રીતે થયું?
મોન્ટુ : હું ઈંટ વડે પથ્થર તોડી રહ્યો હતો.
ડોક્ટર : તો માથામાં કેવી રીતે વાગ્યું?
મોન્ટુ : એક માણસે મને કહ્યું ક્યારેક મગજનો ઉપયોગ કર એટલે મેં મગજ વાપર્યું અને આવું થયું.
ડોક્ટર બેભાન થઈ ગયા.
જોક્સ :
ટીટુ રોજ શાળાએ મોડો આવતો.
એક દિવસ શિક્ષકે પૂછ્યું : તું બીજા બાળકોની સાથે કેમ નથી આવતો?
ટીટુ : ટોળામાં તો ડુક્કર આવે છે મેડમ, સિંહ હંમેશા એકલો જ આવે છે.
જોક્સ :
ટિલ્લુએ પિલ્લુને થ-પ્પ-ડ મા-રી દીધી.
ટિલ્લુ : તેં મજાકમાં મા-ર્યું કે હકીકતમાં?
પિલ્લુ : હકીકતમાં.
ટિલ્લુ : તો ઠીક છે. બાકી મને આવી મજાક બિલકુલ પસંદ નથી.