મજેદાર જોક્સ : પતિ પત્નીનો જોરદાર ઝગડો થાય છે. પતિ ગુસ્સામાં : તારા જેવી 50 મળશે. પત્ની હસતા હસતા …

0
760

જોક્સ : 1

પિંકીએ ભગવાનને પૂછ્યું : મને રાત્રે ઊંઘ કેમ નથી આવતી? શું મને પ્રેમ થયો છે?

ભગવાને કહ્યું : પ્રેમ થવાનું નાટક ન કર.

તું બપોરે વધારે ઊંઘે છે.

જોક્સ : 2

ટીચર (પિંકી ને) : તારા નાનાજી ક્યાં રહે છે?

પિંકી : સર, તિરુવનન્તપુરમમાં.

ટીચર : સારું, એની સ્પેલિંગ જણાવ.

પિંકી : ટીચર મને હમણાં જ યાદ આવ્યું કે તે હવે ગોવામાં શિફ્ટ થઈ ગયા છે.

જોક્સ : 3

એક દિવસ પપ્પુની પત્નીએ એનું ફેસબુક પ્રોફાઈલ તપાસ્યું.

પત્ની ગુસ્સામાં પપ્પુને બોલી : તમે વિદેશી છોકરી સાથે ચેટિંગ કેમ કરો છો?

પપ્પુએ એને સમજાવતા કહ્યું : અરે પાગલ, મેં તો આંતરરાષ્ટ્રીય સંબંદ,

સુધારવામાં મોદીજીની મદદ કરી રહ્યો છું.

એ દિવસથી પપ્પુની પત્ની ઘણી શાનથી પોતાના પડોશીઓને એ વાત કહે છે.

જોક્સ : 4

દિનેશે પ્રાણી સંગ્રહાલયમાં નોકરી શરુ કરી.

એણે સિંહના પિંજરાને તાળું માર્યુ નહિ.

ઓફિસર : તે સિંહના પિંજરાને તાળું કેમ ન માર્યુ?

દિનેશ : શું જરૂર છે, આટલા ખતરનાક જાનવરને કોણ ચોરી જવાનું?

જોક્સ : 5

ટીચરે સ્ટુડન્ટને પૂછ્યું,

ટીચર : જો તમારો બેસ્ટફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બંને ડૂબી રહ્યાં હોય તો તમે કોને બચાવશો?

સ્ટુડન્ટ : ડૂબી જવા દો સાલાઓને, બંને એક સાથે કરી શું રહ્યા હતા?

જોક્સ : 6

પતિ અને પત્નીનો જોરદાર ઝગડો થાય છે.

પતિ ગુસ્સામાં : તારા જેવી 50 મળશે.

પત્ની (હસતા હસતા) : હજી પણ મારા જેવી જોઈએ છે.

જોક્સ : 7

ટીચરે ગધેડાની સામે દારૂની એક બોટલ મૂકી અને એક પાણીની ડોલ મૂકી.

ગધેડો બધું પાણી પી ગયો.

ટીચર (બાળકોને) : તો તમે શું શીખ્યા?

બાળકો : જે દારૂ નથી પીતા એ ગધેડા છે.

જોક્સ : 8

શિક્ષક (વિદ્યાર્થીને) : યુવાની અને ઘડપણમાં તફાવત જણાવો?

વિદ્યાર્થી : યુવાનીમાં મોબાઈલમાં હસીનાઓના નંબર હોય છે,

અને ઘડપણમાં હકીમોના.

જોક્સ : 9

ચમ્પુ (ગમ્પૂને) : શું થયું? તું છોકરી જોવા ગયો હતો, કેવી લાગી?

ગમ્પૂ : કાળી છે અને કાનથી પણ ઓછું સાંભળે છે.

ચમ્પુ : અરે, જરા અંગ્રેજીમાં સારી રીતે જણાવ.

ગમ્પૂ : અરે મારા યાર, મારા કહેવાનો અર્થ છે કે ‘બ્લેક-બેરી’ છે.

જોક્સ : 10

નાનું બાળક પોતાની મમ્મીથી નારાજ હતું.

બાળક : પપ્પા તમે મમ્મીમાં શું જોયું કે એમને પસંદ કરી લીધા?

પપ્પા : એના ગાલ પરનો નાનકડો તલ.

બાળક : કમાલ છે, આટલી નાની વસ્તુ માટે આટલી મોટી મુસીબત લઈ લીધી.

જોક્સ : 11

સંતા : મારા પપ્પા એટલા હોશિયાર છે કે જયારે પણ માચીસ લે છે,

તો માચીસની સળી એની ડબ્બી ખોલીને ગણીને લે છે.

બંતા : અરે, આ તો કંઈ નથી. મારા પપ્પા તો એટલા હોશિયાર છે,

કે જયારે પણ માચીસ લે છે, તો બધી સળીઓ સળગાવીને ચેક કરીને લે છે.

જોક્સ : 12

પત્ની : પહેલા મારુ ફિગર પેપ્સીની બોટલ જેવું હતું.

પતિ : એ તો હવે પણ છે.

પત્ની (ખુશ થઈને) : સાચે.

પતિ : હા, પહેલા 300 ml ની હતી, હવે 2 લીટરની છે.

જોક્સ : 13

એક છોકરી ગિફ્ટની દુકાન પર પહોંચી.

3 કલાક સુધી ગિફ્ટ જોયા પછી એણે ઈશારો કરતા પૂછ્યું,

છોકરી : આ હસ્તી ચુડેલ કેટલાની છે?

દુકાનદાર (ગુસ્સામાં) : એ અરીસો છે.

જોક્સ : 14

જો તમે ઉતાવળમાં ક્યાંક જઈ રહ્યા છો અને ‘કાળી બિલાડી’ તમારી આગળથી પસાર થઈ જાય,

તો એનો અર્થ શું થાય?

કાળી બિલાડી તમારા કરતા વધારે ઉતાવળમાં છે.

જોક્સ : 15

ડોક્ટર : તમારો કાન કઈ રીતે દાઝયો?

પપ્પુ : હું શર્ટને ઈસ્ત્રી કરી રહ્યો હતો અને ફોન આવી ગયો,

મેં જલ્દીમાં મોબાઈલની જગ્યાએ ઈસ્ત્રી કાને લગાવી દીધી.

ડોક્ટર : તો બીજો કાન કેવી રીતે દાઝયો?

પપ્પુ : એમ્બ્યુલન્સને પણ ફોન કરવાનો હતો.

જોક્સ : 16

સંતા અને બંતા બન્ને ભાઈ એક જ ક્લાસમાં ભણતા હતા.

શિક્ષક : તમે બંને એ પોતાના પપ્પાનું નામ અલગ અલગ કેમ લખ્યું?

સંતા : મેડમ પછી તમે જ કહેશો કે નકલ કરી છે.

જોક્સ : 17

લગ્ન પછી હાલચાલ પૂછવા સાસુ પોતાના જમાઈને ફોન કરે છે.

સાસુ : શું હાલચાલ છે જમાઈરાજ?

આટલું સાંભળીને જમાઈ ચિડાઈને બોલ્યો,

જમાઈ : અમારું છોડો સાસુમા, તમારા ઘરમાં તો શાંતિ છે ને!