કેવી હશે તમારી લવ લાઈફ કે લાઈક પાર્ટનર, એ જાણી શકો છો હથેળીની આ રેખાઓ દ્વારા.

0
346

હથેળી જણાવે છે તમારા ભાવી જીવનસાથી અને લવ લાઈફ વિષે, આવા લોકોના લગ્ન ઝડપથી થાય છે.

દરેક વ્યક્તિને પોતાના ભાવિ જીવનસાથી અને લવ લાઈફ વિશે જાણવાની ઈચ્છા હોય છે. તેના વિશે જ્યોતિષની ઘણી પદ્ધતિઓ દ્વારા જાણી શકાય છે. હસ્તરેખા શાસ્ત્ર પણ આ શૈલીઓમાંથી એક છે.

હસ્તરેખા શાસ્ત્રમાં કેટલાક એવા યોગ વિશે માહિતી આપવામાં આવી છે, જેના આધારે જીવનસાથીનો અંદાજ લગાવી શકાય છે. આમાંના કેટલાક યોગ પુરુષો અને સ્ત્રીઓના હાથમાં જોવા મળે ત્યારે એક સમાન પરિણામો આપે છે. પરંતુ હથેળીમાં કેટલાક નિશાન અને સ્થાન એવા હોય છે, જેના પરિણામ સ્ત્રી અને પુરુષના આધારે બદલાય છે. આ સ્થાનો છે ગુરુ પર્વત અને શુક્ર પર્વત. આવો તેના વિશે વિગતવાર જાણીએ.

ગુરુ પર્વત જીવનસાથી વિશે જણાવે છે :

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, ગુરુ પર્વત તર્જની આંગળીની નીચે હોય છે. ગુરુ પર્વત તે સ્થાન છે, જે ઉપસેલું હોય તો વ્યક્તિ સારા ચારિત્ર્યનો હોય છે.

છોકરીના હાથમાં ગુરુ પર્વતનું ઉચ્ચ સ્થાન તેને ઘરના કામમાં હોશિયાર બનાવે છે. ગુરુ પર્વતની ઊંચુ હોવું ભાગ્ય યોગ બનાવે છે.

જો ગુરુ પર્વત પર ક્રોસનું નિશાન હોય તો આ સ્થિતિને કારણે ઈચ્છિત જીવનસાથી મળે છે. જો ક્રોસનું ચિહ્ન જીવન રેખાની નજીક છે, તો લગ્ન ઝડપથી થાય છે.

છોકરો હોય કે છોકરી જો બંનેના હાથમાં ગુરુ પર્વત ઊંચો હોય તો આવા લોકોને સંતાનનું શ્રેષ્ઠ સુખ મળે છે.

શુક્ર પર્વત પ્રેમ જીવન વિશે જણાવે છે :

શુક્ર પર્વત અંગૂઠાના નીચેના ભાગમાં હોય છે. આ સ્થાન પર અનેક વાંકીચૂકી રેખાઓ હોવા પર વ્યક્તિના જીવનમાં કોઈ એક સ્ત્રીનો વિશેષ પ્રભાવ રહે છે. તેમનું લગ્ન જીવન ઉત્તમ રહે છે.

જે લોકોના હાથમાં શુક્ર પર્વત વધારે ઊંચો હોય છે. તે મહિલાઓ તરફ સરળતાથી આકર્ષિત થઈ જાય છે. તેઓ પ્રેમ લગ્નમાં માને છે. તેઓ એક કરતાં વધુ પ્રેમ સંબંધ ધરાવી શકે છે.

વિકસીત શુક્ર પર્વત સાથે મુલાયમ અને સુંવાળી હથેળી ધરાવનાર વ્યક્તિને દામ્પત્ય જીવનના તમામ સુખ મળે છે. આવા લોકો સફળ પ્રેમી અને ખૂબ સારા કવિઓ સાબિત થાય છે.

શુક્ર પર્વતની સારી સ્થિતિને કારણે મનપસંદ જીવનસાથીનો યોગ બને છે અને તેઓ પોતાના દાંપત્ય જીવનમાં સુખી અને સમૃદ્ધ રહે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.