મજેદાર જોક્સ : પત્ની : ચા કેવી બની છે. પતિ : એકદમ જોરદાર. પત્ની : પણ આપણા દીકરાએ તો કહ્યું ….

0
50896

જોક્સ :

એક સ્ત્રીને પતિની કબર પર પંખો નાખતી જોઈ જીગાએ પૂછ્યું,

તમે તમારા પતિને આટલો બધો પ્રેમ કરતા હતા જે હજી પણ તેનું ધ્યાન રાખો છો.

સ્ત્રી : ના ભાઈ, અમારામાં રિવાજ છે કે પતિની કબર સૂકાય નહી ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતા.

જોક્સ :

રાજુ પહાડો પર પેરાશૂટ વેચતો હતો.

એક ગ્રાહક : જો આ પેરાશૂટ ન ખુલે તો?

રાજુ : તો તમારા પૂરા પૈસા પાછા.

જોક્સ :

છગન : ચાલ ચેસ રમીએ.

મગન : તું બધો સામાન કાઢીને ગોઠવ, ત્યાં સુધી હું જરા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવું.

જોક્સ :

એક દિવસ મગન રેલવેની મુસાફરી કરી રહ્યો હતો.

ટીટીએ આવીને તેને પૂછ્યુ : તમારે ક્યા જવાનુ છે?

મગન : રામના જન્મસ્થાન પર.

ટીટી : ટિકિટ લીધી છે?

મગન : એની શી જરૂર છે? હું તો પુણ્યકામ માટે જઉં છું.

ટીટી : તો પછી ચાલો મારી સાથે.

મગન : ક્યાં?

ટીટી : કૃષ્ણના જન્મસ્થાન પર.

જોક્સ :

એક છોકરીનો ફોન ટોયલેટમાં પડ્યો. તેમાંથી જીની બહાર આવ્યો.

જીનીએ છોકરીએ સોનાનો ફોન આપ્યો અને કહ્યું, આ લે તારો ફોન…

છોકરીએ ‘કુહાડી’ વાળી વાર્તા સાંભળી હતી. તેથી પ્રામાણિકતાનો પરિચય આપતા તેણે કહ્યું,

આ સોનાનો ફોન મારો નથી.

જીની બોલ્યો, અરે પાગલ તું તો ઈમોશનલ કરી દે છે, આને ધોઈને જો તારો જ ફોન છે.

જોક્સ :

જોની : હું ઓફિસે આવતા પહેલાં રોજ મારી પત્નીને કિસ કરું છું. અને તું શું કરે છે?

મોન્ટી : હું પણ કરું છું, પણ તારા ઓફિસે ગયા પછી.

જોક્સ :

રમેશ : શું તું જમ્યા વગર જીવતો રહી શકે છે?

સુરેશ : નહી.

રમેશ : પણ હું રહી શકું છું.

સુરેશ : એ કેવી રીતે?

રમેશ : નાશ્તો કરીને.

જોક્સ :

પપ્પુ : આ ઓપરેશન પછી હું વાયોલિન વગાડી શકીશ?

ડૉકટર : ઑફ કોર્સ, યસ.

પપ્પુ : હાશ. પહેલાં હું કદી નો’તો વગાડી શકતો.

જોક્સ :

પત્ની : ચા કેવી બની છે?

પતિ : એકદમ જોરદાર.

પત્ની : પણ આપણા દીકરાએ તો કહ્યું સારી નથી બની.

પતિ : એ તો નાદાન છે, લગ્ન થયા પછી બધું શીખી જશે.

જોક્સ :

જીગો : તારી કારનું નામ શું?

ભૂરો : યાદ નથી યાર, પણ કંઈક T થી શરૂ થાય છે.

જીગો : ઓયે…. તારી ગાડી તો કમાલની છે યાર. ટી થી શરૂ થાય છે, મારી તો પેટ્રોલથી શરૂ થાય છે.

જોક્સ :

છગન : મારી પ્રેમિકા છેલ્લા બે મહિનાથી દર રવિવારે 10000 રૂપિયા માંગે છે.

મગન : એમ? પણ એ રૂપિયાનું એ શું કરે છે?

છગન : એ વાતની તો મને પણ ખબર નથી. કારણકે મેં હજુ સુધી એને ક્યારેય પૈસા આપ્યા જ નથી.

જોક્સ :

પત્ની : ક્યાં છો તમે?

પતિ : હું એકટીવા પરથી પડી ગયો છું, અકસ્માત થયો છે, હાલ હોસ્પિટલ જાઉં છું.

પત્ની : અરે ટિફિન વાંકું ના થાય એનું ધ્યાન રાખજો, નહીંતર દાળ ઢોળાઈ જશે.

આ આર્ટીકલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.