જાણો કેવી રીતે નક્કી કરવામાં આવે છે કે લોક સભામાં કયા સાંસદ ક્યાં બેસસે?

0
470

લોકસભા ચેમ્બરમાં ૫૫૦ સભ્યોને બેસવા માટે સીટો મુકવામાં આવે છે. સીટોને છ બ્લોકમાં વહેચવામાં આવી છે, દરેક બ્લોકમાં ૧૧ લાઈનો છે. બ્લોક નંબર ૧ જે સ્પીકરની જમણી તરફ છે અને બ્લોક નંબર ૬ સ્પીકરની ડાબી તરફ છે. તે બંને બ્લોકસમાં ૯૭-૯૭ સીટો છે. બીજા બધા ૪ બ્લોકસમાં ૮૯-૮૯ સીટો છે. લોકસભાના દરેક સભ્ય અને મંત્રીને લોકસભામાં એક સીટ ફાળવવામાં આવે છે.

ભારતીય સંસદનું નામ સાંભળતા જ મગજમાં એક ચિત્ર ઉભું થાય છે, જેમાં ઘણા લોકો જુદી જુદી લાઈનોમાં બેઠેલા દેખાય છે. આ લાઈનોમાં આગળની સીટો ઉપર પ્રધાનમંત્રી અને બીજા કેબીનેટ મંત્રી બેઠેલા દેખાય છે.

આ લોકસભા સભ્યોને બેસવા માટે પણ પણ કોઈ નિયમ હોય છે અને કોણ ક્યા બેસશે તે વાતનો નિર્ણય લેવાનો અધિકાર લોકસભા સ્પીકર પાસે હોય છે? આવો આ લેખ દ્વારા જાણીએ કે લોકસભામાં કઈ પાર્ટીના સભ્ય ક્યાં બેસશે એ વાતનો નિર્ણય કઈ ફોર્મ્યુલાના આધારે હોય છે.

ભારતના સંવિધાનમાં લોકસભાના સભ્યોની વધુમાં વધુ સંખ્યા ૫૫૨ (૫૩૦ રાજ્યોમાંથી + ૩૦ કેન્દ્ર શાસીત પ્રદેશોમાંથી + ૨ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાયેલા) નિર્ધારિત કરવામાં આવી છે. ભારતની સંસદના ત્રણ અંગ છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ પણ કહેવામાં આવે છે.

લોકસભા ચેમ્બરમાં ૫૫૦ સભ્યો માટે બેસવા માટે સીટ મુકવામાં આવે છે. તમામ સીટોને છ બ્લોકમાં વહેચવામાં આવી છે, દરેક બ્લોકમાં ૧૧ લાઈનો છે.

બ્લોક નંબર ૧ જે સ્પીકરની જમણી તરફ અને બ્લોક નંબર ૬ સ્પીકરની ડાબી તરફ છે, આ બંને બ્લોકસમાં ૯૭-૯૭ સીટો છે. બીજા બધા ૪ બ્લોકસમાં ૮૯-૮૯ સીટ છે. લોકસભાના દરેક સભ્ય અને મંત્રીને લોકસભામાં એક સીટ ફાળવવામાં આવે છે.

સ્પીકરની જમણી તરફની ખુરશી ઉપર સત્તાધારી પક્ષના સભ્ય બેસે છે. જયારે વિપક્ષના સભ્ય સ્પીકરની ડાબી તરફની સીટો ઉપર બેસે છ. લોકસભાના ઉપ-સભાપતિ ડાબી તરફ પહેલી લાઈન વાળી સીટ ઉપર બેસે છે. સભાપતિ સૌથી આગળ એક ટેબલ ઉપર લોકસભા સચિવાલયના કર્મચારી બેસે છે, જે દિવસભરની કાર્યવાહીનો રેકોર્ડ તૈયાર કરે છે.

બેસવાની વ્યવસ્થાનો નિર્ણય કોણ કરે છે?

લોકસભામાં પ્રક્રિયા અને સંચાલનના નિયમ ૪ મુજબ, લોકસભા સભ્ય સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમ મુજબ જ બેસશે. તે અંગે સ્પીકરને દિશા નિર્દેશ, અધ્યક્ષ દ્વારા નિર્દેશ, Direction 122(a) નામના ક્લોઝમાં આપવામાં આવ્યા છે, તે ક્લોઝ, સ્પીકરને એ અધિકાર આપે છે કે તે કોઈ પાર્ટીની લોકસભામાં સીટોના આધારે બેસવાનું સ્થાન નક્કી કરે.

સીટોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે?

જે પાર્ટી પાસે પાંચ કે તેનાથી વધુ સીટો છે તેમના માટે નીચે જણાવેલા ફોર્મ્યુલાના આધારે સીટોની વહેચણી કરવામાં આવે છે.

દરેક લાઈનમાં પાર્ટી માટે સીટોની સંખ્યા = પાર્ટી કે ગઠબંધન પાસે સીટોની સંખ્યા X તે લાઈનમાં કુલ સીટોની સંખ્યા

લોકસભામાં સીટોની કુલ સંખ્યા જો આપણે સૌથી આગળની લાઈનમાં બીજેપી માટે ફાળવેલી સીટોની સંખ્યા કાઢવા માંગીએ તો..

માની લો કે લોકસભામાં બીજેપી અને તેના સહયોગી પક્ષો પાસે કુલ ૩૩૦ સભ્ય છે અને તમામ બ્લોકસમાં આગળની સીટોની સંખ્યા ૨૦ છે તો NDA સભ્યો માટે આગળની સીટોની સંખ્યા હશે ૩૩૦ X ૨૦ / ૫૫૦ = ૧૨. એટલે પહેલી લાઈનમાં રહેલી ૨૦ સીટોમાં ૧૨ સીટો ઉપર NDAના સભ્યો બેસશે.

તે ફોર્મ્યુલાના આધારે કોંગ્રેસને તેમના ૪૮ સભ્યો માંથી અમુકને પહેલી લાઈનમાં સીટો ફાળવવામાં આવશે. એટલે કોંગ્રેસને પહેલી લાઈનમાં (૪૮ X ૨૦ / ૫૫૦ = ૧.૭૫) બે સીટો ફાળવવામાં આવે છે. તે મુજબ તૃણમૂલ કોંગ્રેસ અને એઆઈએડીએમકેને બે આગળની લાઈનની સીટો અને બીજેડીને કે સીટ આપવામાં આવી છે.

બાકી રહેલી સીટોની વહેચણી કેવી રીતે થાય છે?

ઉપર આપવામાં આવેલા ફોર્મ્યુલા જ બીજી લાઈનોની સીટોની ફાળવણી માટે અપનાવવામાં આવે છે. તે મુજબ જયારે ફોર્મ્યુલાના આધારે સીટોની વહેચણી થઇ જાય છે, તો સંબંધિત રાજકીય પાર્ટી કે ગઠબંધન સમૂહને તેના વિષે જણાવવામાં આવે છે. હવે સંબંધિત પાર્ટી, સ્પીકરને જણાવે છે કે તેમનો કયો સભ્ય કઈ જગ્યાએ બેસશે. આવી રીતે લોકસભા સ્પીકરની મંજુરી પછી સભ્યને સીટ મળી જાય છે.

જે પાર્ટીના પાંચથી ઓછા સભ્ય હોય છે

જે પાર્ટીઓ પાસે પાંચથી ઓછા સભ્ય હોય છે કે જે ઈંડીપેંડેટ હોય છે, તેમના માટે સીટોની ફાળવણી લોકસભા સ્પીકર પોતાના વિશેષાધિકારના આધારે કરે છે, ક્યારે ક્યારે લોકસભા સ્પીકર તેનો નિર્ણય કોઈ સભ્યના વરિષ્ઠતા અને સામાજિક સન્માનના આધારે પણ કરે છે. જેમ કે તમે જોયું હશે કે માયાવતી, મુલાયમ સિંહ અને દેવગૌડાને પહેલી સીટ આપવામાં આવે છે, જો કે તેમની પાર્ટી પાસે એટલી સભ્ય સંખ્યા નથી હોતી કે તેને પહેલી સીટ આપવામાં આવી શકે. તો આ મુજબ હવે તમને એ ખબર પડી ગઈ હશે કે લોકસભામાં ક્યા સભ્ય કઈ સીટ ઉપર બેસશે તેનો નિર્ણય શાના આધારે લેવામાં આવે છે અને એ નિર્ણય કોણ લે છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.