કેવી રીતે બનાવાય છે પંચામૃત, કયા છે એ પાંચ અમૃત જેનાથી થાય છે અચૂક લાભ, જાણો બધી જ વિગત.

0
1935

હંમેશા મંદિરોમાં જઈને જયારે આપણે દેવી-દેવતાના દર્શન કરીએ છીએ તો ત્યાં રહેલા પુજારી આપણેને એક ચમચીથી જળ આપે છે શું તમે જાણો છો, આ કોઈ સામાન્ય જળ નથી હોતું. પરંતુ ભગવાનના ચરણોમાં ચડાવ્યા પછી આ ચરણામૃત કહેવાય છે. આ રીતે ચરણામૃતના સ્થાન ઉપર ઘણા સ્થળોમાં પંચામૃત પણ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. ચરણામૃત હોય કે પંચામૃત તેનું ધાર્મિક રીતે તો મહત્વ છે જ પરંતુ આરોગ્ય માટે પણ તે ઘણું જ લાભદાયક માનવામાં આવે છે.

આધ્યાત્મિક રીતે જે લાભ ચરણામૃતના જણાવવામાં આવ્યા છે તે એ છે કે તેના પાનથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સકારાત્મક ભાવ, સકારાત્મક વિચાર ઉત્પન્ન થાય છે. તે મુજબ શાસ્ત્રાનુસાર પાંચ પ્રકારના અમૃત માનવામાં આવતા પદાર્થો માંથી ભેળવીને બનેલા દ્રવ્યને પંચામૃત કહેવામાં આવે છે. તેનું પાન કરવાથી પણ આરોગ્યને ઘણો લાભ મળે છે. આવો સૌથી પહેલા જાણીએ કે પંચામૃતમાં ક્યા ક્યા પાંચ અમૃત રહેલા હોય છે.

કેવી રીતે બને છે પંચામૃત

દૂધ : દૂધનું મહત્વ તો બધા જાણે છે, તે પવિત્ર માનવામાં આવે છે એટલા માટે દેવતાઓને સ્નાન સુધી દુધથી કરાવવામાં આવે છે. સાથે જ દૂધને શુભતાનું પ્રતિક પણ માનવામાં આવે છે. અમારી બોલવાની ભાષામાં પણ કોઈની શુદ્ધતા માટે દુધનો ધોયેલો શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જો કોઈ ઉપર શંકા હોય અને તે પોતાને નિર્દોષ ગણાવે તો એવું કહેવામાં આવે છે ને કે આ કોઈ દુધનો ધોયેલો થોડો છે. તો દૂધનું મહત્વ જોતા જ દુધને એક પ્રકારે અમૃત જ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. પરંતુ એ દૂધ પણ ગાયનું દૂધ હોય છે, જેને અમૃત સમાન માનવામાં આવે છે.

દહીં : દહીં દૂધ માંથી બનેલો જ પદાર્થ છે દહીંને પણ ઘણું શુભ માનવામાં આવે છે. દરેક શુભ કાર્ય માટે ઘરમાંથી બહાર જતી વખતે દહીંનું સેવન કરવામાં આવે છે. આવી રીતે દહીને પણ અમૃત સમાન માનવામાં આવે છે અને પંચામૃતમાં એક અમૃત રૂપી દહીં પણ રહેલું હોય છે.

ઘી : દૂધ અને દહીં પછી દૂધમાંથી જ ઘી બનાવવામાં આવે છે ગાયના દૂધમાંથી બનેલા દરેક પદાર્થ અમૃત સમાન માનવામાં આવે છે. દેવી દેવતાઓનું પૂજા માટે સામાન્ય રીતે શુદ્ધ ઘીનો દીવડો પ્રગટાવવાને જ મહત્વ આપવામાં આવે છે, જો સામર્થ્ય ન હોય તો જ બીજા વિકલ્પ ઉપર વિચાર કરી શકાય છે. આવી રીતે ઘી પણ પંચામૃતમાં એક અમૃત તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

મધ : મધ પણ અમૃત સમાન હોય છે. ઔષધી તરીકે પણ તો ઘણા સમયથી મધનો ઉપયોગ થાય છે. ખાંસી, શરદી વગેરેથી લઈને મોટાપો ઓછો કરવા સુધી અનેક વસ્તુમાં મધનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે મધને પણ અમૃત માનવામાં આવે છે અને પંચામૃતમાં તેને ભેળવવામાં આવે છે.

ખાંડ : ખાંડ આમ તો મીઠાશ માટે હોય છે. મીઠાશ મધુરતાનું પ્રતિક, ખુશીનું પ્રતિક, સદ્દભાવનાનું પ્રતિક છે. આવી રીતે ખાંડને પણ અમૃત માનવામાં આવે છે. ખાંડને બદલે સાકર તેના માટે વધુ શુદ્ધ અને અસરકારક માનવામાં આવે છે સાકરને જ ખાંડ તરીકે પંચામૃતના ભેળવવામાં આવે છે.

આવી રીતે દૂધ, દહીં, ઘી, મધ, અને સાકર વગેરે પાંચ અમૃતો ભેળવીને જ પંચામૃત બનાવવામાં આવે છે. આ બધા તત્વ આપણા આરોગ્ય માટે ઘણા લાભદાયક હોય છે, તે કારણે પંચામૃતના સેવનથી આરોગ્ય સારું જળવાઈ રહે છે.

પંચામૃતના લાભ

જો કે પંચામૃતનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ પરંતુ જેવી રીતે અમૃતનું સેવન કરવામાં આવે છે, તે રીતે તેને પણ ગ્રહણ કરવું જોઈએ. જો પંચામૃતમાં તુલસીના પાંદડા અને ડાળી નાખવામાં આવે અને તેનું રોજ સેવન કરવામાં આવે તો માન્યતા છે કે કોઈ બીમારી તમારી પાસે પણ નહિ આવી શકે સાથે જ ત્વચા સંબંધી રોગોથી પણ તમે બચી રહેશો.

તે ઉપરાંત જો તમારી ઈમ્યુનીટી સીસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, તો પણ તમારે ગભરાવાની જરૂર નથી પંચામૃતનું નિયમિત સેવનથી તમે તેમાં સુધારો અનુભવી શકો છો. પંચામૃતના સેવનથી તમે ફેલાતી બીમારીઓ એટલે કે ચેપી રોગોથી પણ ઘણે અંશે બચી શકો છો કેમ કે તેનાથી તમારી રોગો સામે લડવાની શક્તિમાં ચમત્કારિક રીતે સુધારો થાય છે.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.