કેટલા રંગો ઓળખી શકે છે તમારી આંખો, સાચો જવાબ જાણીને ઉડી જશે તમારા હોશ.

0
451

શું તમને ખબર છે કે માણસની આંખો કુલ કેટલા રંગ ઓળખી શકે છે અને તેમની વચ્ચે અંતર જાણી શકે છે, જાણો ચકિત કરી દેનારી વાતો.

ઓસ્ટ્રેલિયાની એક મહિલા કોન્સેટા એન્ટિકોની આંખો વિશે બીબીસીમાં એક લેખ પ્રકાશિત થયો હતો. તે મહિલા વિશે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો કે, કોન્સેટા એન્ટિકોની આંખો 100 મિલિયનથી વધુ રંગોને ઓળખી શકે છે. તેમની આંખોને ખાસ કહેવામાં આવી હતી. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે, દુનિયામાં માત્ર 1 ટકા લોકો જ એવા છે જેમની આંખો 10 કરોડ રંગોને ઓળખી શકે છે.

માનવ આંખો 1 મિલિયનથી વધુ રંગોને ઓળખી શકે છે : હવે સવાલ એ થાય છે કે માનવ આંખ કેટલા રંગોને ઓળખી શકે છે? આપણને બાળપણમાં પુસ્તકોમાં રંગ વિશે શીખવવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે ફક્ત 20-25 રંગોના નામ જ જાણીએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય માનવીની આંખો એટલા બધા રંગોને ઓળખી શકે છે જેટલી તમે કલ્પના પણ ન કરી શકો. તમારી આંખો લાખો રંગો વચ્ચે તફાવત કરી શકે છે.

બીબીસીના રિપોર્ટ અનુસાર, સ્વસ્થ વ્યક્તિની આંખોમાં ત્રણ પ્રકારના કોન સેલ (કોષ) હોય છે. દરેક કોષ 1 મિલિયનથી વધુ વિવિધ રંગના શેડ્સને ઓળખી શકે છે. આ રીતે, સામાન્ય માનવીની આંખો 10 થી 30 લાખ રંગોને ઓળખી શકે છે. આ સંખ્યા જુદા જુદા લોકોમાં અલગ અલગ હોઈ શકે છે. તે દરેક વ્યક્તિની આંખની શક્તિ પર આધાર રાખે છે. પરંતુ, સરેરાશ એવું કહી શકાય કે માનવ આંખ એક મિલિયન એટલે કે 10 લાખ રંગોને ઓળખી શકે છે.

કેટલાક લોકો 10 કરોડ રંગો પણ જોઈ શકે છે : તેમજ જે લોકોની આંખોમાં ચોથો કોષ પણ હોય છે, તેઓ 100 મિલિયન એટલે કે 10 કરોડથી વધુ રંગોને ઓળખી શકે છે અને તેમની વચ્ચેનું અંતર જાણી શકે છે. આવી આંખોને ટેટ્રાક્રોમેટ કહેવામાં આવે છે. આવા લોકો દરેક વસ્તુનો મૂળ રંગ જોઈ શકે છે.

સામાન્ય માણસ માટે આટલા બધા રંગો જોવા અશક્ય છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે આવી આંખોવાળા બાળકોમાં રંગ અંધત્વ એટલે કે કલર બ્લાઈંડનેસનું જોખમ રહે છે.

આ માહિતી ઝી ન્યૂઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.