મજેદાર જોક્સ : રામુ : તમારે ત્યાં ગરમી કેવી છે? શ્યામુ : જીયોના ઈન્ટરનેટ જેવી છે. બહાર નીકળો તો …

0
400

જોક્સ :

છોકરી : હું એકલતા અનુભવી રહી છું. કોઈ ધ્યાન જ નથી આપતું, શું કરું?

છોકરો : એક ડીપી લંચ પહેલા અને એક ડીપી ડિનર પછી ચેન્જ કર, એ પણ એડિટ સાથે.

જોક્સ :

સાયન્સ ટીચર : તું ઊંઘી રહ્યો છે કે શું?

ટપ્પુ : ના ટીચર આ તો ગુરુત્વાકર્ષણને લીધે માથું નીચે આવી જાય છે.

જોક્સ :

બંટી સરકસ જોઈને પાછો ફર્યો તો પિતાજીએ પૂછ્યું : કેવું લાગ્યું સર્કસ?

બંટીએ નાદાનીથી ઉત્તર આપ્યો : બીજુ બધુ તો ઠીક હતું, પણ નિશાને બાજનું નિશાનું સારુ નહોતુ,

તેણે ગોળ પૈડા પર ફરતી છોકરીને ચાર-પાંચ ચાકુ માર્યા પણ એક પણ વાગ્યું નહી.

જોક્સ :

ગોલુ : ભોલુ એ જણાવ લગ્ન વાળા ઘરમાં સૌથી વધારે શું બને છે?

ભોલુ : મારા વિચારથી ખાવાનું બને છે.

ગોલુ : ના, લગ્ન વાળા ઘરમાં જે વારંવાર બને છે તેમાંથી એક ચા છે અને બીજી સંબંધીઓના મોં છે.

જોક્સ :

એક માણસ નવા ટીવીને પાણીમાં નાખી રહ્યો હતો.

બીજો માણસ : શું થયું ભાઈ, ટીવીને પાણીમાં કેમ નાખી રહ્યો છે?

પહેલો માણસ : અરે હું ચેક કરી રહ્યો છું કે આ કલર ટીવી છે કે બ્લેક એન્ડ વ્હાઈટ.

જોક્સ :

જ્યારે જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે છગને એક અમેરિકનને પૂછ્યું :

અહીંથી જમીન કેટલી દૂર છે?

અમેરિકને કહ્યું : લગભગ બે માઈલ.

ત્યારે છગન બોલ્યો : અરે વાહ, હું તો તરવાનું સારી રીતે જાણું છું. અને તે કુદી ગયો.

કૂદીને બોલ્યો : જમીન કઈ બાજુ છે?

અમેરિકને કહ્યું : નીચેની બાજુ.

જોક્સ :

ટ્રેનમાં બે મુસાફર વાત કરી રહ્યા હતા.

પહેલો : આ વોટ્સએપ માણસને ઘણા આગળ લઇ જશે.

બીજો : તે કઈ રીતે?

પહેલો : મને જ જોઈ લો. માટે બે સ્ટેશન પહેલા ઉતરવાનું હતું, પણ વોટ્સએપના ચક્કરમાં આગળ આવી ગયો.

જોક્સ :

રામુ : તમારે ત્યાં ગરમી કેવી છે?

શ્યામુ : જીયોના ઈન્ટરનેટ જેવી છે. બહાર નીકળો તો લાગે છે અને અંદર રહો તો નથી લાગતી.

જોક્સ :

એક બીમાર માણસ ડૉકટર પાસે ગયો.

ડૉકટરે એને તપાસીને કહ્યું :

આમ તો મને કોઈ બીમારી નથી જણાતી,

પણ કદાચ દારૂની અસર હોઈ શકે.

દર્દીએ કહ્યું : કોઈ વાંધો નહીં. તમારો નશો ઉતરી જાય ત્યાર પછી હું આવીશ.

જોક્સ :

એક અંગ્રેજી ટ્યુશનવાળાએ જાહેરાત છપાવી,

ફક્ત એક મહિનામાં ફટાફટ અંગ્રેજી બોલતા શીખો, મહિલાઓ માટે 50 % છૂટ.

સુનિલે તેમની ઓફિસે જઈને પૂછ્યું : મહિલાઓ માટે 50 % છૂટ કેમ?

ટ્યુશન ટીચર : મહિલાઓને ફટાફટ બોલતા આવડે જ છે, તેમને ફક્ત અંગ્રેજી શીખવવાનું હોય છે.

જોક્સ :

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી.

તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને?

દીકરો : પપ્પા, મેં સાચી વાત ટીચરને જણાવી જ દીધી.

પિતા : એમ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.

પછી તારા ટીચરે શું કહ્યું?

દીકરો : એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે,

પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું.