જેવું ઘરનું વાતાવરણ હશે બાળક પણ તેવું જ બનશે, દરેક માતા પિતા 2 મિનિટનો સમય કાઢીને જરૂર વાંચે.

0
544

બાળકોના વિકાસમાં પરિવારની સૌથી મહત્વની ભૂમિકા હોય છે, બાળક જે વાતાવરણમાં રહે છે તે પ્રકારની વાતો અને વર્તન ઉપરથી શીખે છે, પણ એવું ઘણી વખત જોયું છે કે જાણે અજાણે પેરેન્ટસની ભૂલોની બાળકોના મન ઉપર ખરાબ અસર પડે છે, જેમાં સૌથી મુખ્ય છે માતા પિતાનો અંદરોઅંદરનો તાલમેલ ન હોવો અને બોલવા ઉપર કોઈ નિયંત્રણ ન હોવાથી ઘરમાં તનાવ રહે છે. બાળકો માટે ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ આ બાબતમાં ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટ અને પેરેંટીંગ નિષ્ણાંત નમ્રતા સિંહે જણાવ્યું છે.

શું શું કરે છે પેરેન્ટ્સ?

૧. પેરેન્ટ્સ એક બીજાનું સન્માન નથી કરતા, બાળકોની સામે ઝગડા કરે છે. ઝગડામાં બોલવામાં આવતી ભાષા ઘણી વધુ ખરાબ થઇ જાય છે અને ક્યારે ક્યારે એક બીજાને ગાળો પણ બોલતા હોય છે. મોટાભાગે એક બીજાના પરિવાર અને માતા પિતાને લઈને ખોટી કમેંટસ કરે છે. ક્યારે ક્યારે અલગ રહેવા કે છૂટાછેડા લેવા જેવી વાતો પણ બાળકો સામે કરે છે.

૨. શું થાય છે બાળકો ઉપર અસર?

બાળકોમાં એવી પરિસ્થિતિમાં ગુસ્સો કરવાની ભાવના વધી જાય છે. બાળક આ-ક્ર-મ-ક વર્તન કરવા લાગે છે. સામાન્ય વાતો પણ બુમો પાડીને કરે છે. ઊંચા અવાજમાં વાત કરે છે. ઘણી વખત બાળક ગુસ્સામાં પેરેન્ટ્સ ઉપર હાથ પણ ઉઠાવી દે છે. શરુઆતમાં બાળક પેરેન્ટ્સના ઝગડામાં કોઈની તરફ નથી હોતા પણ જેમ જેમ તે મોટા થાય છે. તે કોઈ એક પક્ષ લઈને ઝગડામાં જોડાઈ જાય છે.

બાળકની અભ્યાસમાં રૂચી ઓછી થવા લાગે છે, પરીક્ષામાં નંબર ઓછા આવવા લાગે છે અને ઘણી વખત એવું પણ જોવા મળે છે કે બાળક સ્કુલ જતો નથી અથવા તો ના કહે છે અથવા સ્કુલ જવાનું બંધ કરી દે છે અને ઘરે રહીને દિવસ આખો મોબાઈલ કે ગેમ રમતા રહે છે. ઘણા બાળકો ડી-પ્રે-શ-ન-માં પણ આવી જાય છે. નવા લોકો સાથે મળવામાં અસહજ હોય છે. નાની નાની વાતો ઉપર ઘણા જલ્દી દુઃખી થઈ જાય છે.

૩. શું કરવું જોઈએ?

પેરેન્ટ્સ પોતાના મતભેદ ઉપર બાળકોથી અલગ વાત કરે. બાળકને પેરેન્ટ્સ પોતાની વાતો બતાવીને તેની સહાનુભુતિ લેવાનો પ્રયાસ ન કરે. પેરેન્ટ્સ એક બીજાનું સન્માન કરે અને બાળકોને સન્માન કરતા શીખવો. જો બાળકોમાં જણાવવામાં આવેલા કોઈ પણ વર્તન જોવા મળે તો સજાગ થઇ જાવ. અને પોતાની ઉપર નિયંત્રણ કરો અને ત્યાર પછી પણ બાળકમાં કોઈ ફેરફાર ન જોવા મળે, તો કોઈ સારા કાઉંસલર સાથે મળીને ફેમીલી કાઉંસલિંગ કરાવો.

તમને આ લેખ વાંચીને કોઈ પ્રેરણા મળી હોય અથવા તમને લાગતું હોય કે આ બીજા વંચાશે તો એમને જરૂર કામ લાગશે તો અવશ્ય લાઇક અને શેયર કરશો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.