મજેદાર જોક્સ : ડોક્ટર : આ બધું કેવી રીતે બન્યું. દર્દી : એક છોકરીએ મારા પગ પર કાર ચઢાવી દીધી. ડોક્ટર : તો …

0
1431

જોક્સ :

બોયફ્રેન્ડ : તું કેટલી ભોળી છે…

શું તું મારી આંખોમાં મારા હૃદયની સ્થિતિ વાંચી નથી શકતી?

ગર્લફ્રેન્ડ : માફ કરજે, પણ લખતા – વાંચતા નથી આવડતું.

જોક્સ :

એક મુસાફર : ભાઈ, આ ટ્રેન સમયસર તો આવશે ને?

બીજો મુસાફર : ના રે ના, ટ્રેન તો પાટા ઉપર આવશે.

જોક્સ :

બાળક : જો તમે જંગલમાં હોવ અને ત્યાં સિંહ આવે તો તમે શું કરશો?

પિતા : હું ઝાડ પર ચઢીશ.

બાળક : જો સિંહ ત્યાં પણ પહોંચી જાય તો.

પિતા : પછી હું પાણીમાં કૂદીશ.

બાળક : અને જો તે પણ પાણીમાં આવે તો?

પિતા : પહેલા મને એ કહે કે સિંહ તારો મામો છે કે શું? જે તું તેનો પક્ષ લઈ રહ્યો છે.

જોક્સ :

એક પતિએ પત્નીને તમાચો માર્યો.

પત્ની ગુસ્સે થઈ ગઈ.

પતિ બોલ્યો : માણસ કોને મા-રે? જેને એ પ્રેમ કરતો હોય એને.

પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી ને કહ્યું : તમે શું સમજો છો? હું શું તમને ઓછો પ્રેમ કરું છું?

જોક્સ :

એક છોકરી ઝાડ પર એકલી બેઠી હતી.

પપ્પુએ તેને પૂછ્યું : ત્યાં કેમ બેઠી છે?

છોકરી : ચીકુ ખાવા.

પપ્પુ : પણ આ તો આંબાનું ઝાડ છે.

છોકરી : ઓ દોઢ ડાહ્યા, ચીકુ હું ઘરેથી લઈને આવી છું.

જોક્સ :

શિક્ષક : બોલો, ફર્સ્ટ એડ કોને કહેવાય?

પપ્પૂ : ન્યુઝ પેપરમાં છપાયેલી પહેલી જાહેરાતને.

જોક્સ :

છોકરો : તમારું નામ શું છે?

છોકરી : તમન્ના.

છોકરો : તો તો તમારા પિતાનું નામ સરફરોશી હશે?

છોકરી : કેમ?

છોકરો : કારણ કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈં.

જોક્સ :

જૂની ચીજોની હરાજીમાં ભેગી થયેલી ભીડમાં એક મહાશયનું પાકીટ ખોવાઈ ગયું જેમાં સાત હજાર રૂપિયા રોકડા હતા.

મહાશયે આગળ આવીને જાહેરમાં કહ્યું : મારું એક પાકીટ હમણાં ખોવાયું છે. તેમાં સાત હજાર રૂપિયા રોકડા છે.

જે કોઈને મળ્યું હોય તે મને આપી જશે તો તેને હું 300 રૂપિયાનું ઈનામ આપીશ.

ભીડમાં ઊભેલા એક માણસે કહ્યું : આપણા સવા ત્રણસો….!’

જોક્સ :

ગર્લફ્રેન્ડ : હું મારું પર્સ ઘરે ભૂલી ગઈ, મને 1000 રૂપિયાની જરૂર છે.

બોયફ્રેન્ડ : કરી દીધીને નાની વાત, આ લે 10 રૂપિયા.

રિક્ષા કરીને ઘરે જા અને પર્સ લઈ આવ.

ગર્લફ્રેન્ડે તરત બ્રેકઅપ કરી દીધું.

જોક્સ :

ડોક્ટર : આ બધું કેવી રીતે બન્યું?

ઇજાગ્રસ્ત દર્દી : એક છોકરીએ મારા પગ પર કાર ચઢાવી દીધી.

ડોક્ટર : તો રસ્તાથી દૂર ફૂટપાથ પર ચાલવું જોઈતું હતું ને.

ઇજાગ્રસ્ત દર્દી : હું તો બગીચામાં સૂતો હતો.

જોક્સ :

ટીટુ : મમ્મી, તું કહે છે કે પરીઓ ઉડે છે, તો પછી પાડોશ વાળા આંટી કેમ ઉડતા નથી?

મમ્મી : તે પરી છે એવું તને કોણે કહ્યું?

ટીટુ : પપ્પાએ.

મમ્મી : તો પછી દીકરા, આજે એ પરી ઉડશે અને તારા પપ્પા પણ ઉડશે.

જોક્સ :

ટ્રાફિક સિગ્નલ પર…

બોયફ્રેન્ડ : હું તારી આંખોમાં આખી દુનિયા જોઉં છું.

હેલ્મેટ વગરના બાઈક સવારે કહ્યું : ભાઈ, તારી ગર્લફ્રેન્ડની આંખોમાં જોઈને કહે ને આગળના ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ વાળા બધાને પકડે છે કે નહીં.