ઇન્ટરવ્યૂનો પ્રશ્ન : ઈંડાની અંદર રહેલા બચ્ચાં શ્વાસ કેવી રીતે લે છે, શું તમને ખબર છે આ પ્રશ્નનો જવાબ.

0
873

પૃથ્વી પરના દરેક જીવને જીવતા રહેવા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. મનુષ્યો અને પ્રાણીઓ નાક મારફતે હવા શરીરમાં લે છે અને ઓક્સિજન મેળવે છે. માછલીઓમાં તેના માટે થોડી અલગ પ્રકારની રચના હોય છે. પણ પ્રશ્ન એ થાય છે કે ઈંડામાં રહેલા બચ્ચા ઓક્સિજન કેવી રીતે મેળવે છે. એ વાત તો દરેક વ્યક્તિ જાણે છે અને માને છે કે, ઇંડા સખત આવરણ દ્વારા બંધ રહે છે અને તેની અંદર એક બચ્ચું હોય છે, જે ધીમે ધીમે મોટું થાય છે અને સમય પૂરો થયા પછી એક દિવસ તેમાંથી બહાર આવે છે.

ઈંડા સાથે જોડાયેલા ઘણા રસપ્રદ તથ્યો વારંવાર સામે આવે છે. એવામાં હવે એક નવો અને રસપ્રદ પ્રશ્ન એ ઉભો થયો છે કે, ઇંડા સખત આવરણ દ્વારા બંધ રહે છે, છતાં તેમાં રહેલા બચ્ચાને ઓક્સિજન ક્યાંથી મળે છે. જો તે શ્વાસ લેવા માટે ઓક્સિજન લેતો હોય તો શ્વાસ છોડતી વખતે નીકળતો કાર્બન ડાયોક્સાઈડ ક્યાં જાય છે?

જો કે લોકોને આ સવાલ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિકોને ટેક્નોલોજીની મદદથી તેનો જવાબ જલ્દી મળી ગયો. ખાસ કરીને વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકો એ જાણે છે કે, ઇંડામાં સખત આવરણની પાછળ એક પાતળી પટલ હોય છે. તે સામાન્ય રીતે દેખાતું નથી. આ પટલની વચ્ચે એક નાની હવાની કોથળી હોય છે, જે ઓક્સિજનથી ભરેલી હોય છે.

હકીકતમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, ઇંડાના સખત આવરણમાં લગભગ સાત હજાર છિદ્રો છે. જો ઈંડાને મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા જોવામાં આવે તો તેની અંદર નાના છિદ્રો જોવા મળશે. આ છિદ્રોમાંથી માત્ર ઓક્સિજન જ અંદર જતો નથી, પણ તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર આવે છે. એટલું જ નહીં ઈંડામાં રહેલા બચ્ચાને આ છિદ્રોમાંથી હવા અને પાણી મળતા રહે છે.

જ્યારે ઇંડાની અંદર ગર્ભ વિકાસ પામે છે અને બચ્ચામાં ફેરવાય છે, ત્યારે તે ઇંડામાંથી બહાર આવવા માટે ચાંચ વડે પ્રહાર કરે છે. આનાથી ઈંડાના મધ્યમાં અથવા મોટા ભાગમાં તિરાડ પડે છે, જેને તોડીને બચ્ચું બહાર આવે છે. જો કે, જ્યારે તે બહાર આવે છે, ત્યારે તેનું શરીર ઇંડાની અંદરના પ્રવાહીથી ભીનું થયેલું હોય છે, પણ જ્યારે તે બહાર આવે છે, ત્યારે તે હવાના સંપર્કને કારણે સુકાઈ જાય છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.