મધ અને લવિંગ આયુર્વેદ ગુણોથી ભરપુર છે. તેમાં એવા ઘણા તત્વો રહેલા છે જે આપણા આરોગ્યને સારું બનાવવા માટે રહેલા હોય છે. જે લોકો આ બન્નેનું નિયમિત રીતે સેવન કરે છે. તેમના શરીરમાંથી ઘણા રોગો દુર થઇ જાય છે. અમે તમને રોજ એક લવિંગ ખાવાના ફાયદા ગયા લેખમાં જણાવ્યા હતા. આયુર્વેદમાં મધ અને લવિંગનું ઘણું મહત્વ છે.
બન્ને વસ્તુ આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જયારે આપણે મધમાં લવિંગ ભેળવીને કે વાટીને ખાઈએ છીએ તો તેના આરોગ્યના ફાયદા ઘણા વધી જાય છે. આ બન્નેમાં રહેલા ન્યુટ્રીએન્ટસ ઘણી બીમારીથી બચાવવામાં મદદ કરે છે. આવો જાણીએ મધ અને લવિંગ સાથે ખાવાના ફાયદા. લવિંગમાં યુજેનોલ હોય છે જે સાઈનસ અને શરદી જેવા આરોગ્યની તકલીફને ઠીક કરવામાં મદદ કરે છે. લવિંગની તાસીર ગરમ હોય છે. તેથી શરદી-જુકામ થવા ઉપર લવિંગ ખાવ કે તેની ચા બનાવીને પીવું ફાયદાકારક છે.
જો તમે લવિંગના તેલની ઉપયોગ કરી રહ્યા છો તો તેને નારીયેલ તેલ સાથે ભેળવીને ઉપયોગ કરો તેથી તેની ગરમ તાસીરથી આરોગ્યને નુકશાન ન થાય. લવિંગ જીવની શક્તિના કોષોને પોષણ કરે છે. તેથી લવિંગ ટી.બી. અને તાવમાં એન્ટીબાયોટીકનું કામ કરે છે. તે ર-ક-ત-શો-ધ-ક અને જીવાણું નાશક હોય છે. લવિંગમાં મોઢું, આંતરડા અને આમાશયમાં રહેતા શુક્ષ્મ જીવાણુંઓ અને સડાને અટકાવવાના ગુણ મળી આવે છે.

આયુર્વેદિક દવા લવિંગ જીવાણું વિરોધી અને એનાલ્જેસીક તરીકે કામ કરે છે. લવિંગ ફેટી એસીડ, ફાઈબર, ઓમેગો-૩ અને ખનીજોનો સારો સ્ત્રોત છે, સાથે જ તે આપણા શરીરની રોગ-પ્રતિકારક શક્તિને પણ વધારે છે.
સાચા લવિંગની ઓળખ :
દુકાનવાળા વેચવાના લવિંગમાં તેલ કાઢી નાખેલા લવિંગ ભેળવી દે છે. જો લવિંગમાં કરચલી પડેલી હોય તો સમજવું કે તેલ કાઢેલા લવિંગ છે. તે ન ખરીદવા. લવિંગમાંથી ઘણી એવી કુદરતી ઔષધીઓ બને છે. આજે અમે જણાવીશું કે ૧ લવિંગ કેટલું ગજબનું હોય છે, આવો જાણીએ લવિંગના ફાયદા વિષે.
મધ અને લવિંગ એક સાથે ખાવાના ૧૧ ફાયદા :
વજન ઓછું :
જો તમે તમારા વજન વધવાથી પરેશાન છો. તમારા માટે એકદમ સરળ ઉપાય લવિંગ અને મધ છે. રોજ એક લવિંગનું ચૂર્ણને એક ચમચી મધમાં ભેળવીને ખાવાથી વજન ઝડપથી ઓછું થાય છે.
સ્કીનને સોફ્ટ બનાવે :
તે બન્નેમાં એવા તત્વો રહેલા હોય છે જેનું સેવન સતત કરવાથી સ્કીન સોફ્ટ અને ચમકદાર બને છે.
ઈન્ફેકશનથી બચાવે :
આ બન્નેમાં ઘણા એવા ગુણ રહેલા હોય છે. જે આપણા શરીરને ઘણા ઈન્ફેકશનથી બચાવી રાખે છે.
હાર્ટ :
જો તમે હ્રદયના દર્દી છો તો તમારે મધમાં એક લવિંગ ભેળવીને જરૂર સેવન કરવું જોઈએ. તેમાં રહેલા ફ્લેવોનોઇડસ હ્રદયની બીમારીઓથી બચાવી રાખે છે.
રહેશે એનજેર્ટીક :
તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે એનજેર્ટીક રાખવામાં મદદ કરે છે.
કેન્સરથી બચાવે :
તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે જે કેન્સરથી બચાવી રાખવામાં મદદ કરે છે.
ડાઈજેશન ઠીક :
તે ખાવાથી મોઢામાં સોજાઈવા વધુ બને છે જે ડાઈજેશન ઠીક રાખવામાં મદદ કરે છે.
શરીરની ઈમ્યુનીટી :
તેનાથી શરીરની ઈમ્યુનીટી વધે છે અને શરદી-ખાંસી જેવા ઈન્ફેકશનથી બચાવ થાય છે.
ઘા ભરવામાં મદદગાર :
તેમાં એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. તે ઘા જલ્દી ભરવામાં ફાયદાકારક છે.
દાંત દર્દ દુર :
તેમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે દાંતના દર્દ દુર કરવામાં અસરકારક છે.
કીડનીની તકલીફથી બચાવ :
તેમાં શરીરના ટોકસીન્સ દુર થાય છે અને કીડની, લીવરની બીમારીઓથી બચાવ થાય છે.
લવિંગના બીજા ૧૨ ઉત્તમ ફાયદા :
પાચન ક્રિયાનું ખરાબ થવું :
લવિંગ ૧૦ ગ્રામ, સુંઠ ૧૦ ગ્રામ, કાળા મરી ૧૦ ગ્રામ, પીપળ ૧૦ ગ્રામ, અજમો ૧૦ ગ્રામ ભેળવીને સારી રીતે વાટીને તેમાં એક ગ્રામ સિંધા મીઠું ભેળવીને રાખી લો. આ મિશ્રણને એક સ્ટીલના વાસણમાં રાખીને ઉપરથી લીંબુનો રસ નાખી દો. જયારે તે કડક થાય ત્યારે તેને છાયામાં સુકવીને ૫-૫ ગ્રામના પ્રમાણમાં ભોજન પછી સવારે અને સાંજે પાણી સાથે લો.
ગઠીયા રોગ :
લવિંગ, ભુના સુહાગા, અલુઆ અને કાળા મરી ૫-૫ ગ્રામ ને પીસી- વાટી લો અને ઘીગ્વારના રસમાં ભેળવીને ચણાના આકાર જેવડી ગોળીઓ બનાવીને છાયામાં સુકવી લો. ત્યાર પછી એક એક ગોળી સવાર-સાંજ લેવાથી ગઠીયા રોગ દુર થઇ જાય છે.
ચક્કર આવવા :
સૌથી પહેલા બે લવિંગ લો અને આ લવિંગ ને બે કપ પાણીમાં નાખીને ઉકાળો પછી આ પાણીને ઠંડુ કરીને ચક્કર આવવા વાળા રોગીને પિવરાવવાથી ચક્કર આવવા બંધ થઇ જાય છે.
સાઈટીકા :
લવિંગના તેલથી પગ ઉપર માલીશ કરવાથી સાઈટીકાનો દર્દ દુર થઇ જાય છે.
ટોન્સિલનું વધવું : એક પાનનું પાંદડું, ૨ લવિંગ, અડધી ચમચી જેઠીમધ, ૪ દાણા પીપરમેંત ને એક ગ્લાસ પાણીમાં ભેળવીને રાબ બનાવીને પીવું જોઈએ.
દાંતનો દુ:ખાવો :
૫ ગ્રામ લીંબુના રસમાં ૩ લવિંગ ને વાટીને ભેળવી લો. તેને દાંત ઉપર ઘસો અને પોલાણ માં લગાવો. તેનાથી દાંતનો દુ:ખાવો દુર થાય છે.
દમ કે શ્વાસ રોગ :
બે લવિંગ ને ૧૫૦ મી.લી. પાણીમાં ઉકાળો અને તેને પાણીને થોડા એવા પ્રમાણમાં પીવાથી અસ્થમા અને શ્વાસનું અટકવાનું દુર થઇ જાય છે.
દાંતની જીવાત :
જીવાત લાગેલા દાંતના પોલાણમાં લવિંગના તેલમાં રૂ પલાળીને રાખો. તેનાથી દાંતમાં જીવત પડવાનું બંધ થાય છે અને દુ:ખાવો ઓછો થાય છે.
કબજિયાત :
લવિંગ ૧૦ ગ્રામ, કાળા મરી ૧૦ ગ્રામ, અજમો ૧૦ ગ્રામ, લાહોરી મીઠું ૫૦ ગ્રામ અને સાકર ૫૦ ગ્રામને વાટીને ગાળીને લીંબુના રસમાં નાખી દો. સુકાયા પછી ૫-૫ ગ્રામ ગરમ પાણી સાથે ભોજન કર્યા પછી ડોઝ તરીકે લાભ થાય છે.
કમરદર્દ : લવિંગના તેલનું માલીશ કરવાથી કમરદર્દ ઉપરાંત બીજા અંગોના દુ:ખાવા ઓ પણ મટી જાય છે. તેના તેલનું માલીશ સ્નાન કરતા પહેલા કરવું જોઈએ.