જાણો કેવી રીતે અને ક્યારે અરીસો આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો, જાણો તેનો રોચક ઈતિહાસ.

0
276

અરીસાની શોધ કોણે કરી હતી, કોણે પહેલીવાર અરીસામાં પોતાનો ચહેરો જોયો હતો, જાણો અરીસાની ખાસ વાતો.

આજે અરીસો જરૂરિયાત બની ગયો છે, અરીસા વગર ન તો વાળને સેટ કરી શકાય છે, ન સાડીને સરખી રીતે પહેરી કે ન તો મેક-અપ કરી શકાય. કેટલાક શોખીન લોકો થોડા થોડા સમયે અરીસાને જુએ છે કારણ કે તેઓ અરીસામાં જોવાનું પસંદ કરે છે. જે રીતે ખાણી-પીણી એ આપણી જીવનશૈલીનો મહત્વનો ભાગ છે, તેવી જ રીતે અરીસો પણ મહત્વનો ભાગ બની ગયો છે.

દરેકના જીવનમાં આટલો મહત્વ બની ગયેલો અરીસા આપણા જીવનમાં કેવી રીતે આવ્યો? તેની શોધ કોણે કરી? (હિસ્ટ્રી ઓફ મિરર) અને કોણે પહેલીવાર અરીસામાં પોતાનો ચહેરો જોયો? આ બધા સવાલોના જવાબ ઘણા ઓછા લોકોને ખબર હશે. ચાલો આજે આપણે અરીસાના ઈતિહાસ પર આવીએ, અને તેની શોધ સાથે જોડાયેલા ઘણા તથ્યો વિષે વિગતવાર જાણીએ.

1835 માં જર્મન રસાયણશાસ્ત્રી જસ્ટસ વોન લિબિગ (Justus von Liebig) દ્વારા અરીસાની શોધ કરવામાં આવી હતી, ત્યારે ફક્ત સારા પરિવારના લોકો પાસે જ અરીસા હોતા હતા. ગરીબો પાસે અરીસા ન હતા. તેઓ પાણીમાં પોતાનો ચહેરો જોઈને કામ ચલાવતા હતા. તેમણે કાચની પાતળી સપાટી પર મેટાલિક સિલ્વરનું પાતળું પડ લગાવીને અરીસા બનાવ્યો, જે પોલિશ્ડ ઓબ્સિડીયન (Obsidian) થી બનેલો હતો. આ અરીસાઓમાં ચહેરો સ્પષ્ટ દેખાય છે, પરંતુ હજારો વર્ષ પહેલા બનેલા કાચ ખૂબ જ વિચિત્ર હતા.

મળતી માહિતી મુજબ, આ રીતે બનેલા કાચનો ઉપયોગ લગભગ 8,000 વર્ષ પહેલા એનાટોલિયામાં થતો હતો, જે હવે તુર્કી બની ગયું છે. તુર્કીની સાથે સાથે પ્રાચીન મેક્સિકોના લોકો પણ આ કાચનો ઉપયોગ કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, ત્યારે લોકો અરીસાને જાદુઈ વસ્તુ માનતા હતા. તેઓ વિચારતા હતા કે અરીસા દ્વારા તેઓ દેવતાઓ અને પૂર્વજોને મળી શકે છે અને તેમને જોઈ શકે છે.

તે સિવાય 4000 થી 3000 ઇસ પૂર્વે સુધી તાંબાને પોલિશ કરીને બનાવેલા અરીસાઓ ઇજિપ્ત અને મેસોપોટેમિયામાં બનાવવામાં આવ્યા હતા, જેને હવે ઇરાક કહેવામાં આવે છે. વળી, દક્ષિણ અમેરિકામાં લગભગ 1,000 વર્ષ પછી, પોલિશ્ડ પથ્થરમાંથી અરીસો બનાવવામાં આવ્યો હતો. રોમન લેખક પ્લિની ધ એલ્ડરે પહેલી શતાબ્દી ઇસમાં કાચની તકતીઓ વિશે જણાવ્યું હતું, પરંતુ તેમાં ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો અને તે કદમાં પણ નાના હતા.

લોકોને સ્વચ્છ ચહેરો જોવા માટે 1835 સુધી રાહ જોવી પડી હતી, પરંતુ તેનું પરિણામ આજના  અરીસા જેવું ન હતું. તેમ છતાં લોકો કામ ચલાવી લેતા હતા. હવે જાણો તે કોણ હતા જેણે પહેલીવાર અરીસો જોયો. ટેબીલી (Tebele) તે પ્રથમ વ્યક્તિ હતા, જેણે પ્રથમ વખત અરીસો જોયો હતો. તિબિલી પછી, તેમના કબીલા (સમૂહ) ના સરદાર પુયા (Puya) એ અરીસો જોયો હતો. તે આનંદથી ઝૂમવા લાગ્યા હતા અને તે પોતાની જાતને જુદી જુદી રીતે જોઈ રહ્યા હતા.

પુયા ખુશ હતા, પરંતુ તેમણે અરીસાને તેમના કબીલા માટે જોખમ માન્યો અને તેને પરત કરવાનો આદેશ આપ્યો. પુયાનું આ વર્તન જેક હિડ્સ (Jack Hides) માટે અપમાનજનક હતું અને તેણે કહ્યું હતું કે, પુયા એક જાદુ છે અને તે આ અરીસાથી નહીં પણ પોતાની શક્તિઓથી કબીલાના સભ્યોને વશમાં કરી રહ્યો છે.

તો અરીસામાં જોવું સરળ છે, પણ તેની શોધ કરવામાં ઘણો સમય લાગ્યો હતો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.