તમારા ઘરમાં રહેલા પંખાની આ અજાણી વાતો જાણીને થઈ જશો ચકિત, જાણો A ટુ Z માહિતી.
ઉનાળો આવવાનો છે, સૂર્યની આકરી ગરમી અને વહેતા પરસેવાની સમસ્યા શરૂ થવાની છે. આ બધા વચ્ચે આપણે 24 કલાકમાં થોડીક ઠંડકની ક્ષણો શોધવા માટે સંઘર્ષ કરીશું. ઘરમાં પ્રવેશતા જ પંખાની સ્વીચ શરુ કરવી, એસીનું રિમોટ શોધવું અને કૂલરમાં પાણી ભરવું વગેરે કામો જીવનનો એક ભાગ બની જશે.
પણ મિત્રો, પથારી પર પડ્યા પછી ઉપર છત પર દેખાતા પંખાને જોઈને તમે ક્યારેય વિચાર્યું છે કે, આ યંત્ર આપણા ઘરોમાં આટલું મહત્વનું કેવી રીતે બની ગયું? છેવટે તેની શોધ ક્યારે થઈ? અને તેની સફર કેવી હતી? તેમજ વીજળી વિના ચાલતા પંખાથી લઈને આજના સ્માર્ટ પંખા સુધીની સફર કેવી હતી? ચાલો આજે અમે તમને એક હવાદાર સફર પર લઈ જઈએ અને ઉનાળા પહેલા એક ટૂંકી ઠંડીની સફર કરીએ અને પંખાનો ઇતિહાસ જાણીએ.
4000 ઈસ પૂર્વે : સૌથી પહેલા પંખા હકીકતમાં મોટા ઝાડના પાંદડા હતા, જેનો ઉપયોગ રાજાઓના સેવકો તેમને પવન નાખવા માટે કરતા હતા. આનું પ્રથમ ઉદાહરણ ઇજિપ્તમાં જોવા મળે છે.

180 ઈસ : જો કે, લોકો માને છે કે માનવસર્જિત પંખાની શોધ ચીનમાં થઈ હતી. ત્યારપછી આપણા દેશમાં પણ હાથથી ચાલતા પંખા પણ બનાવવામાં આવ્યા. અને જો તમે તમારા દાદા-નાના સાથે વાત કરશો તો તમને ખબર પડશે કે તેઓ કેવી રીતે જાતે હાથની પાંખો ફેરવતા હતા.
વર્ષ 1882 : શૂયલર સ્કાટસ વ્હીલરે (Schuyler Skaats Wheeler) થોમસ એડિસન અને નિકોલા ટેસ્લા દ્વારા બનાવેલી વીજળીનો ઉપયોગ માણસો વિના ચાલતા પંખા માટે કર્યો હતો. અગાઉ ઈલેક્ટ્રીક પંખામાં માત્ર બે બ્લેડ આવતી હતી, જેમાં કોઈ જાળી લગાવવામાં આવતી ન હતી.
વર્ષ 1889 : આ વર્ષે પ્રથમ વખત સીલિંગ ફેન અસ્તિત્વમાં આવ્યો. જેની પેટન્ટ ફિલિપ એચ. ડાઈહલી દ્વારા કરવામાં આવી હતી.
વર્ષ 1902 : આ વર્ષે પંખા બનાવનારી પ્રથમ કંપની બજારમાં આવી અને ઘર વપરાશ માટે પંખા બનાવવાની તૈયારી કરી. એસીની શોધ પણ એ જ વર્ષે થઈ હતી.
વર્ષ 1910 : પંખા બનાવતી કંપની શરૂ થયાના લગભગ 8 વર્ષ પછી ઘરોમાં લગાવાતા પંખા બજારમાં આવ્યા અને લોકો ઘરોમાં પંખા લગાવવા લાગ્યા.
વર્ષ 1932 : ઇમર્સન ઇલેક્ટ્રિક કો. (Emerson Electric Co.) નામની કંપની આ વર્ષમાં ફ્લોર ફેન માર્કેટમાં લાવી હતી.
વર્ષ 1960 : AC એ આ વર્ષે તેનું માર્કેટ બનાવવાનું શરૂ કર્યું. એસીની સારી ઠંડકને કારણે પંખાની લોકપ્રિયતા ઘટી રહી હતી. આ બધાની વચ્ચે પંખાની ડિઝાઈનમાં ફેરફાર આવી રહ્યા હતા અને તેમને વધુ સારા બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું હતું.
વર્ષ 1970 : AC થી લોકોને મજા તો આવતી હતી, પણ તેના કારણે વધતા વીજળીના બિલથી લોકોની મુશ્કેલી વધવા લાગી અને બજારમાં ફરી પંખાનો ધંધો વધી ગયો. લોકોને પંખા વધુ સારા દેખાવા લાગ્યા, અને તેની વધુ સારી ડિઝાઇને પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા.
વર્ષોથી પંખાની ડિઝાઇનમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ તેનો મૂળ ઢાંચો એક જ રહ્યો. વધતી ગરમીને કારણે પંખાનો ક્રેઝ ઘટ્યો છે, પરંતુ આજે પણ તમને દરેક ઘરમાં પંખા ચોક્કસ જોવા મળશે. અને હવે તો BLDC મોટર વાળા, ઓછી વીજળી વાપરતા અને રિમોટથી ઓપરેટ થતા પંખા બજારમાં આવી ગયા છે.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.