જયારે હનુમાનજીએ કરી દીધા હતા શનિદેવને પરેશાન, એટલા માટે હનુમાન ભક્તોથી દૂર રહે છે શનિ, વાંચો સ્ટોરી

0
291

શનિદેવની જયારે સાડાસાતી ચાલતી હતી, તો તે પહેલા માણસના માથા ઉપર રહેતા હતા, પછી તેના પેટમાં જઈને આરોગ્ય બગાડતા હતા અને પછી પગ ઉપર રહીને તેને ભટકાવે છે.

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર શનિદેવ માણસના કર્મોનું જમા ઉધાર પૃથ્વી ઉપર જ કરે છે. સારું કર્મ કરવા વાળા ઉપર પ્રસન્ન થાય છે અને ખરાબ કર્મ કરવા વાળાને સજા કરી દે છે. જે માણસને શનિદેવે સજા કરી દે છે, તેની ઉપર સાડાસાતી સુધી શનિ બિરાજમાન થાય છે અને એવા વ્યક્તિને દરેક રીતે તકલીફ સહન કરવાની રહે છે. શનિદેવના પ્રકોપથી કોઈ બચી નથી શકે છે, તો તે એકમાત્ર હનુમાનજી છે. કેવા કારણથી આવું કહેવામાં આવે છે કે શનિદેવ હનુમાનજીથી દુર ભાગે છે અને હનુમાન ભક્તને પણ છોડી દે છે.

શનિદેવને હનુમાનજી એ કહી સાડાસાતીની વાત :-

જયારે કલયુગની શરુઆત થઇ તો કૃષ્ણ ભગવાને ત્રેતા યુગ સમાપ્ત કરી દીધો હતો. આ યુગમાં માત્ર હનુમાનજી હતા જેમણે કલયુગ ઉપર રહેવાનું હતું. એક સાંજની વાત છે. હનુમાનજી શ્રીરામનું ધ્યાન કરી રહ્યા હતા. તે સમયે શનિદેવ તેમની પાસે આવીને કહ્યું કે હું અહિયાં તમને સાવચેત કરવા આવ્યો છું કે ભગવાન કૃષ્ણએ જે સમયે પોતાની લીલા પૂરી કરી હતી, તે સમયથી ધરતી ઉપર કલયુગનું આગમન થઇ ગયું હતું. આ કલયુગમાં કોઈપણ દેવતા પૃથ્વી ઉપર નથી રહેતા.

શનિદેવે આગળ જણાવ્યું કે જે કોઈ આ પૃથ્વી ઉપર રહે છે, તેની ઉપર મારી સાડાસાતીની દશા અસર કરે છે. તેને કારણે જ હું તમને એ જણાવવા આવ્યો છું કે મારી સાડાસાતીની દશા તમારા ઉપર પ્રભાવિત થવાની છે. શનિદેવની વાત સાંભળીને હનુમાનજીએ જણાવ્યું કે જે માણસ આ દેવતા ભગવાન શ્રીરામના ચરણોમાં હોય છે, તેની ઉપર કાળની પણ અસર થતી નથી, એટલા માટે તમે મને છોડીને પણ જતા રહો કેમ કે મારા શરીર ઉપર પ્રભુ શ્રીરામ ઉપરાંત બીજી કોઈ અસર નથી કરી શકતા.

હનુમાનજીએ માથા ઉપર મૂકી દીધો પર્વત :-

હનુમાનજીની વાતો સાંભળીને કહ્યું, હું શ્રુષ્ટિકર્તાના વિધાનથી વિવશ છું. તમે પણ આ પૃથ્વી ઉપર રહો છો, એટલા માટે મારા પ્રભુત્વથી નથી બચી શકતા તમારી ઉપર મારી સાડાસાતી અત્યારથી પ્રભાવિત થઇ રહી છે, તેના લીધે આજે અને અત્યારે તમારા શરીર ઉપર આવી રહ્યો છું. તેને કોઈ ટાળી નથી શક્યું. એટલું બોલીને શનિદેવ હનુમાનજીના માથા ઉપર બેસી ગયા. હનુમાનજીના માથામાં ખંજવાળ થવા લાગી.

હનુમાનજીએ ખંજવાળ દુર કરવા માટે એક મોટો એવો પર્વત ઉપાડીને પોતાના માથા ઉપર મૂકી દીધો. તેનાથી શનિદેવ દબાવા લાગ્યા અને હનુમાનજીને કહ્યું આ તમે શું કરી રહ્યા છો, ત્યારે હનુમાનજીએ કહ્યું કે જેવી રીતે જ સૃષ્ટિ કર્તાના વિધાનથી તમે વિવશ છો, તે પ્રમાણે હું પણ મારા સ્વભાવથી વિવશ છું. હું મારા માથાની ખંજવાળ આવી રીતે દુર કરી શકું છું, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું.

એટલા માટે હનુમાન ભક્તોથી દુર રહે છે શનિ :-

ત્યાર પછી હનુમાનજીએ એક બીજો મોટો પર્વત પોતાના માથા ઉપર મૂકી દીધો. હવે શનિદેવ વધુ દબાઈ ગયા. તેમણે પીડાથી દબાઈને કહ્યું કે આ પર્વતોને નીચે ઉતારો હું તમારી સાથે કોઈ પણ પ્રકારની સંધી કરવા માટે તૈયાર છું. હનુમાનજીએ એક બીજા પર્વતને પોતાના માથા ઉપર મૂકી દીધો. હવે શનિદેવ વધુ પીડિત થવા લાગ્યા. શનિદેવે ઘણો આગ્રહ કર્યો ત્યારે જઈને હનુમાનજીએ તેને છોડ્યા.

શનિદેવે કહ્યું કે આજ થી હું તમારી નજીક નહિ આવું અને સાથે જ જે વ્યક્તિ તમારી ભક્તિ કરશે, તેને પણ હું કોઈ પ્રકારના દુઃખ નહિ આપું. ત્યાર પછી હનુમાનજીએ શનિદેવને તેલ લગાવીને તેમનું દુઃખ દુર કર્યું. શનિદેવે કહ્યું કે જે પણ માણસ મને શનિવારના દિવસે સાચી શ્રદ્ધાથી તેલ અર્પણ કરશે તેને પણ દુઃખોમાંથી મુક્તિ મળશે. ત્યાર પછીથી જ કહેવામાં આવે છે કે જે માણસ ભક્તિ ભાવથી હનુમાનજીની પૂજા કરે છે, તે જ શનિદેવના પ્રકોપથી બચી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.