ધાર્મિક માન્યતાઓ મુજબ મંગળવારનો દિવસે હનુમાનજીને સમર્પિત છે. પરંતુ જો તમે સાચા મનથી તેનું ધ્યાન ધરશો તો દરરોજ અને હર પળ તે તમને સાથ આપવા માટે તમારી આજુ બાજુ જ છે. બસ તેને બધા માંથી અને ભોળા લોકો જ ગમે છે કેમ કે પોતે ભોળાનાથના સ્વરૂપ બજરંગબલી છે. બજરંગબલીના ઘણા નામ છે, અને તેમના ભક્તો તેને શક્તિ અને બળનું પ્રતિક માને છે.

હનુમાનજી શ્રીરામના પરમભક્ત છે, અને શ્રી રામની પૂજા કરવા વાળા ઉપર બજરંગબલીની કૃપા ઘણી જ વધુ વરસે છે. બજરંગબલીને ખુશ કરવા માટે ભક્ત મંગળવાર અને શનિવારના દિવસે તેમના નામના ઉપવાસ રાખે છે, અને બધાને એવી આશા હોય છે કે બજરંગબલી તેને તમામ મુશ્કેલીમાંથી ઉગારશે. આમ તો હનુમાનજીને તેમના દરેક ભક્તો ઉપર પ્રેમ છે. પરંતુ બજરંગબલીને વધુ પ્રિય છે આ ૪ રાશી વાળા લોકો, અને તેની ઉપર તેમની વિશેષ કૃપા વરસે છે.
બજરંગબલીને વધુ પ્રિય છે આ ૪ રાશી વાળા લોકો :
બજરંગબલીને ખુશ કરવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સંકટમોચન જાપ અને સુંદરકાંડના પાઠ કેવા સૌથી ઉત્તમ સાધના હોય છે. તે ઉપરાંત આ ૪ રાશી વાળા લોકો તેમની સાચા દિલથી પૂજા કરે તો તે તેમની મનોકામના જરૂર પૂરી કરે છે.
૧. મેષ રાશી : મેષ રાશી વાળા લોકો ઉપર હનુમાનજીની કૃપા હંમેશા જળવાયેલી રહે છે, અને આ લોકોના જીવનમાં હંમેશા સફળતા જ હોય છે. જો તમે સાચા દિલથી કોઈને પ્રેમ કરો છો, તો તેની સામે પ્રેમની રજૂઆત કરવાની આ યોગ્ય તક છે, અને તેને ચીક્ક્સ રીતે સફળતા મળશે. ધંધો કરવા વાળાને નવી તકો મળશે અને નોકરી વાળાને નવી જવાબદારી પ્રાપ્ત થશે અને પ્રમોશન પણ મળી શકે છે.
૨. કર્ક રાશી : આ રાશી વાળા લોકો જે પણ કામ હાથ ઉપર લેશે તેને સફળતાપૂર્વક પૂરું કરીને જ છોડશે. બજરંગબલીની કૃપાથી તેમની આર્થિક સ્થિતિ સારી થવાની છે, અને શનિવારના દીવસે હનુમાનજીની પૂજા કરવી અને તેમાં જ લીન રહેવું, એ તમારી મોટાભાગની તકલીફોમાંથી મુક્તિ આપાવવાનું કામ કરી શકે છે.
૩. તુલા રાશી :
બજરંગબલીના આશીર્વાદથી આ રાશિ વાળા લોકોની હવે પૈસાની સમસ્યા દુર થવાની છે, પરંતુ આ લોકોએ કોઈપણ વાત કરતા પહેલા ઘણી વખત વિચારવું પડશે. કુટુંબના સંબંધ સારા બની રહેશે. વધુ સમય કામમાં જ લાગી રહેવું, પરંતુ કુટુંબ માટે સમય કાઢવો અને બધાના સાથમાં બજરંગબલીની પૂજા કરવી ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.
૪. કુંભ રાશી : બજરંગબલી પોતાની વિશેષ કૃપા કુંભ રાશી વાળા ઉપર વરસાવે છે. તે કોઈપણ કારણે પણ આ રાશી વાળા ઉપર આવનારા સંકટને ટાળી દે છે, પરંતુ આ રાશીના લોકોનું મન કોઈના પ્રત્યે ખોટું ન હોય ત્યારે, તેને હનુમાનજી પાસે માંગવાની પણ જરૂર નથી રહેતી.
જે કોઈ પોતાનો ધંધો સારો જમાવી ચુક્યા છે, તેમને વધુમાં વધુ ફાયદો થવાનો છે, અને જો તમે કોઈપણ શુભ કામ કરવા માગો છો, તો શ્રાવણના કોઈપણ મંગળવારના રોજ તમે કરી શકો છો. આ રાશિના લોકોએ પોતાના દરેક વાક્ય યોગ્ય રીતે બોલવાની જરૂર છે. કોઈને તકલીફ થાય એવું વાક્ય બિલકુલ ન બોલો.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.