રોજ કરશો હનુમાન ચાલીસાનું વાંચન, તો થશે આ ચકિત કરી દેનારા ફાયદા.

0
920

હનુમાન ચાલીસાનું વાંચન કરવું પરમ શુભ હોય છે. તે બગડેલા કામો સુધારે છે. ભય અને સંકટથી આપનું રક્ષણ કરે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ આ પૃથ્વી ઉપર હાજર છે અને પોતાના ભક્તોના તમામ દુ:ખ, મુશ્કેલીથી રક્ષણ કરવા માટે તત્પર છે. હનુમાનજીને પ્રસન્ન કરી પોતાના દુ:ખ દુર કરવા માગો છો, તો હનુમાન ચાલીસા તેનો સૌથી સરળ ઉપાય છે. જ્યોતિષના જાણકારોનું માનીએ તો હનુમાન ચાલીસાના પાઠ જેટલા સરળ હોય છે એટલા જ અસરકારક પણ હોય છે. તે કરવાથી અનેક ફાયદા છે, જેનાથી કદાચ તમે અજાણ હશો.

હનુમાન ચાલીસાનું વાંચન :–

હનુમાન ચાલીસાનું વાંચન કરવાથી ન માત્ર તમામ તકલીફ દુર થાય છે પણ સુખ, સમૃદ્ધી, પૂર્ણતા અને સોભાગ્ય પણ મળે છે. હનુમાન ચાલીસા, પવનપુત્ર હનુમાનને સમર્પિત છે. ચમત્કારી શક્તિથી ભરેલી આ ચાલીસાની અસર અનેરી છે. તે ભક્તોના તમામ દુ:ખ હરી લે છે.

જો તમે હનુમાન ચાલીસાનું વાંચન કર્યું છે, તમે તેનો અર્થ જાણો છો તો તમે એ વાત જાણતા હશો કે હનુમાન ચાલીસામાં હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ જણાવવામાં આવી છે. હનુમાન ચાલીસાનું નિયમિત રીતે વાંચન કરવું પરમ ફળદાયક હોય છે પણ તેનું ઉચ્ચારણ કરતી વખતે કોઈ ભૂલ ન કરવી જોઈએ.

ભૂત-પીશાચ નજીક ન આવે. મહાવીર જયારે નામ સંભળાવે.

જો આ ચોપાઈનું તમે નિયમિત રીતે વાંચન કરશો તો કોઈ પણ પ્રકારના ભયમાંથી તમને મુક્તિ મળશે. જે વ્યક્તિને કોઈપણ અજાણી વસ્તુનો ડર સતાવતો હોય તેણે સવાર-સાંજ ૧૦૮ વખત આ ચોપાઈનો જાપ કરવો જોઈએ.

નાસે રોગ હરે સબ પીડા. જપ્ત નિરંતર હનુમંત વીરા.

આ ચોપાઈનો જાપ કરતા રહેવાથી તમામ રોગ દુર થાય છે અને દુ:ખ દુર થાય છે. જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તેણે સવાર-સાંજ ૧૦૮ વખત આ ચોપાઈનું જાપ કરવું જોઈએ. તેની સાથે જ મંગળવારના રોજ હનુમાનજીની મૂર્તિ આગળ બેસીને આખી હનુમાન ચાલીસાનું વાંચન કરવું જોઈએ. તેનાથી તરત જ કોઈપણ વ્યક્તિની તમામ બીમારીઓ દુર થઇ જાય છે.

અષ્ટ-સિદ્ધી નવનિધિ કે દાતા. અસ બર દિન જાનકી માતા.

જો તમે કોઈ વાતથી દુ:ખી છો, કે મુશ્કેલીનો સામનો કરવા માટે હિંમત નથી કરી શકતા તો હનુમાન ચાલીસાની આ ચોપાઈનું વાંચન કરવું તમારા માટે પરમ શુભ રહેશે, અને મનવાંછિત ફળદાયી રહેશે. બ્રહ્મ મુહુર્તમાં અડધો કલાક આ પંક્તિઓનો જાપ કરો, તમને જરૂર લાભ મળશે.

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. રામકાજ કરિબે કો આતુર.

આ ચોપાઈનું જાપ કરવાથી બુદ્ધી, વિદ્યા અને ધનની પ્રાપ્તિ થાય છે.તમે કોઈપણ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છો તો તમારે આ ચોપાઈનું નિયમિત રીતે જાપ કરવો જોઈએ.

ભીમ રૂપ ધરી અસુર સંહારે. રામચંદ્રજી કે કાજ સંવારે.

જો અથાગ પ્રયાસો પછી પણ તમારું કામ પૂર્ણ થતું નથી, તૈયાર કરેલા કામો બગડવામાં જરા પણ સમય લાગતો નથી. તો તમારે જરૂર થી આ ચોપાઈનું વાંચન કરવું જોઈએ.

હનુમાન ચાલીસાનું વાંચન અને તેની ચોપાઈઓનું વાંચન ઘણું જ શુભ હોય છે અને તેનો નિયમિત રીતે જાપ કરતા રહેવાથી તમામ સંકટ દુર થાય છે, બગડેલા કામ સુધરે છે અને જીવનમાં બધું સારું થાય છે.