હવે માર્કેટમાં આવી ગઈ સંતરાની છાલમાંથી બનેલી હેંડબેગ, તેને બનાવનારે જણાવ્યું શું છે તેની પાછળનું સત્ય.

0
420

આ વ્યક્તિએ સંતરાની છાલનો ઉપયોગ કરીને તૈયાર કરી છે એક લકઝરી હેંડબેગ, જાણો તેની રોચક વાતો.

જોર્ડનના એક ફૂડ આર્ટીસ્ટ અને મોલીકુલર ગૈસ્ટ્રોનોમીસ્ટ ઉમર સરતાવી (Omar Sartawi) એ સંતરાની છાલનો ઉપયોગ કરીને એક લકઝરી હેંડબેગ તૈયાર કરી છે. હેંડબેગ તૈયાર કરવાનો આઈડિયા હાઈ એંડ લકઝરી પ્રોડક્ટ બનાવવાનો છે જે પર્યાવરણને અનુકુળ પણ હોય.

ઉમર સરતાવીએ એક વિડીયોમાં સામાન બનાવવા માટે અપનાવવામાં આવતા સ્ટેપ્સ વિશે જણાવ્યું. તે છાલ ખરીદે છે અને બે અઠવાડિયા માટે જુદા જુદા સ્ટેપ્સ દ્વારા તેનું પ્રોસેસિંગ કરવાનું શરુ કરી દે છે. પાછળથી તે પોતાની મનપસંદ ડીઝાઈન આપવા માટે ડીજીટલ ફેબ્રીકેશન નામની એક પ્રોસેસનો ઉપયોગ કરે છે અને પછી લેઝરનો ઉપયોગ કરીને તેને કાપી નાખે છે.

બેગ ઉપરાંત બનાવે છે એવી વસ્તુ, જે જોઈ વિશ્વાસ નહિ કરી શકો : આ ફૂડ આર્ટીસ્ટે એ પણ જણાવ્યું કે, તેમણે ઓબર્જીન લેધરમાંથી ફેસ માસ્ક અને ટેન્ટ ડીઝાઈન કર્યા છે. ઉમરે આગળ જણાવ્યું કે, જે વસ્તુ ઉપર હું વર્તમાનમાં કામ કરી રહ્યો છું, તેમાંથી એક છે ફળ અને શાકભાજીની છાલનું નવી પદ્ધતિથી પ્રોસેસિંગ કરવું, પર્યાવરણને અનુકુળ સામગ્રીના રૂપમાં ઉપયોગ કરવો અને તેને લકઝરી બ્રાંડોમાં બદલવી.

અમે વર્તમાન ટેકનીકોના માધ્યમથી મોર્ડન ડીઝાઈન સાથે અસાધારણ પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. હાલ હું તેને ફેશન, એક્સેસરીજ, હાઈ એંડ બેગ અને ફર્નીચરમાં ઉપયોગ કરી રહ્યો છું.

સોશિયલ મીડિયા ઉપર ઘણા ફોટા શેર કર્યા : ઉમરે લકઝરી હેંડબેગના કેટલાક ફોટા ઈંસ્ટાગ્રામ ઉપર પણ પોસ્ટ કર્યા અને તેના માર્કેટિંગ દરમિયાન પ્રોડક્ટની કેટલાક ફોટા પણ શેર કર્યા. આ પ્રોડક્ટથી લોકો સંપૂર્ણ રીતે પ્રભાવિત થયા અને તેના તૈયાર કરવાની પ્રક્રિયા જોયા તેની પછી પ્રસંશા પણ કરી.

એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું, ઘણું સારું અને રચનાત્મક. બીજા એક યુઝરે લખ્યું, ખુબ જ રોચક ડીઝાઇન. આમ તો હાલ તેની કિંમતને સત્તાવાર જાહેર નથી કરવામાં આવી, પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, આ હાઈ એંડ લકઝરી પ્રોડક્ટની કિંમત લાખોમાં હશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.