આ વ્યક્તિ ગિરનાર પર્વતના એકદમ ડેન્જર રસ્તા પર સડસડાટ ચડે અને ઉતરે છે, આને કહેવાય ઇન્ડિયન ટેલેન્ટ.

0
757

ફેસબુક પર પ્રમોદભાઈ નરસાણાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે. તેમાં એક વ્યક્તિ કોઈ પણ વસ્તુની મદદ વગર પગથીયા વગરના પર્વતની ટોચ પર ચડતા દેખાઈ રહ્યા છે.

આ વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમના વિષે જણાવતા તેમણે લખ્યું કે, જુનાગઢ ગિરનાર પર્વત ઉપર આ વ્યક્તિ વગર કેડી રસ્તે કે પગથીયા વગરના રસ્તે સડસડાટ ચડે અને ઉતરે છે. આને ઇન્ડિયન ટેલેન્ટ કહેવાય ભાઈ ભાઈ.

મિત્રો પ્રમોદભાઈએ જે વાત કરી તે એકદમ સાચી છે. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કઈ રીતે એક વ્યક્તિ પગથીયા વગરના રસ્તે કોઈ પણ જાતના સાધનના કે લાકડીના સપોર્ટ વગર સડસડાટ ચડે અને ઉતરે છે.

વિડીયોમાં દેખાય છે એ મુજબ ઉપર ચડવાનો રસ્તો એકદમ ખતરનાક છે. જો તેમની જગ્યાએ આપણામાંથી કોઈ ત્યાં જાય તો કદાચ જ તેમની જેમ એકદમ સરળતાથી ઉપર ચડી અને ઉતરી શકે.

પ્રમોદભાઈએ શેર કરેલા વિડીયોમાં જોવા મળે છે કે તે ભાઈ જ્યાં ચડે છે ત્યાં ઉપર જવા માટેનો રસ્તો એકદમ ખતરનાક છે. જો એક પણ પગલું ભરવામાં ચૂક થઈ તો સીધા નીચે પડી જવાય એવું છે. તેમાં ઉપર ચડવા કે નીચે ઉતારવા માટે પગથીયા પણ નથી અને પકડવા માટે કોઈ સપોર્ટ પણ નથી.

ફકત ઢાળ વાળા પથ્થરો દેખાય છે જેના પર સીધા ઉભા રહેવું પણ મુશ્કેલ છે. એવામાં આ ભાઈ સામાન્ય રસ્તા પર ચાલતા હોય એ રીતે એકદમ સરળતાથી ઉપર ચડી જાય છે અને નીચે પણ ઉતરી જાય છે.

ખરેખર આ ભાઈ કમાલના છે. તેમનું પર્વત પર ચડવાનું ટેલેન્ટ જોરદાર છે. તે એકદમ નીડરતાથી અને ખુબ જ સરળતાથી મુશ્કેલ રસ્તા પર ચડી જાય છે. લોકો તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

એટલું જ નહિ લોકો એ જાણવા માટે પણ ઘણા ઉત્સુક છે કે આ વ્યક્તિ કોણ છે, તેમનું નામ શું છે, તે કયા ગામના છે?

જોકે અમારી પાસે પણ તેમના વિષે કોઈ જાણકારી નથી. પણ પ્રમોદભાઈની પોસ્ટ પર જયેશ કાછડીયા (Jayesh Kachhadiya) એ કોમેન્ટ કરતા જણાવ્યું કે, આ તો અમારા વડાલ ગામના પ્રેમભાઈ કાછડીયા છે, તે ગીરનારના ભોમીયા છે.