મોટાપો, થાઇરોઇડ, ઘૂંટણના દુઃખાવા જેવી સમસ્યામાં અત્યંત ફાયદાકારક છે ગુગળ, જાણો એના વિષે વિસ્તારથી

0
444

મિત્રો, આજે અમે તમને ગુગળ વિષે થોડી મહત્તવપૂર્ણ વાતો જણાવીશું. જેને વાંચ્યા પછી તમે પણ કહેશો કે ગુગળ ખરેખર કમાલની વસ્તુ છે. ગુગળ એક પાનખરનું ગીચ ૧ થી ૩ મીટર ઊંચાઈનું સુગંધીદાર ક્ષુપ છે. અને તેના પ્રકાંડની છાલ ચળકતી રાખોડી રંગની અથવા પીળા રંગની હોય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, આ વનસ્પતિને ઈન્ડિયન બેલેડોનાને નામે પણ ઓળખવામાં આવે છે.

તેના પ્રકાંડમાંથી મળતો ગુગળ મંદિર અને ઘર મંદિરમાં વપરાતી સુગંધિત ધૂપ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તેના ફૂલની વાત કરીએ તો તે લાલ રંગના હોય છે. તેમજ નર અને માદા પુષ્પ જુદા જુદા હોય છે. અને તેના ફળ માંસલ, લાલ રંગના અને અણીવાળા હોય છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રની ખડકાળ ટેકરીઓ તથા કંકરાયુકત તેમજ રેતાળ વિસ્તારોમાં આ વનસ્પતિ ઉગે છે. પણ હાલમાં સુગંધીદાર ધૂપ તથા ઔષધ બનાવવા માટે ગુગળનો ઉપયોગ કરવા માટે તેની વધુ પડતી કાપણી થઇ રહી છે જેને લીધે તેના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે.

એના અલગ અલગ નામો છે. જેમ કે, ગુજરાતીમાં એને ગુગળ કે ભેંસા ગુગળ કહેવાય છે, તો હિંદીમાં ગુગલ, ઉર્દુમાં ગુગળ, મરાઠીમાં ગુગ્ગુળ, ફારસીમાં બોએ જહુદાન, અરબીમાં કુન્દર, અંગ્રજીમાં Indian Deliam, લેટીનમાં Commiphora Mukul વગેરે એના નામ છે. સારા ગુગળ માટે અંગ્રેજીમાં Blasmendron Mukul કહેવાય છે.

ઈબ્ને કય્યુમ જૌઝીયા જે તીબ્બે નબવીના એટલે નબવી ચિકિત્સાના જાણીતા લેખક છે, તેમજ બીજા કેટલાક હદીસકારોએ લોબાન અને ગુગળને એક જ ગણ્યા છે. પરંતુ તે એમની ભુલ હતી અને હવે તે સમજાય ગઈ છે. મિત્રો એ જણાવી દઈએ કે, ગુગળના વુક્ષમાંથી ઉનાળામાં ગરમીને કારણે જે રસ ઝરે છે, તેને ગુગળ કહે છે. ગુગળની કુલ પાંચ જાતો છે. એમાંથી જે હરલ્યક્ષ ગુગળ છે જે લાલ પારદર્શક હોય છે તે સૌથી શ્રેષ્ઠ છે. કાળો ગુગળ તે મહિષાભ ગુગળ લાલ ગુગળની અછતમાં અત્યારે વપરાય છે.

ગુગળનો ઉપયોગ કરતા સમયે એક વાતનું ધ્યાન રહે કે, બને ત્યાં સુધી એને તાજો જ વાપરવો જોઈએ. કારણ કે જુનો ગુગળ ઓછો ગુણવાન છે. એની ચકાસણી કરવી હોય તો, ગુગળ જો ગરમીમાં રાખતાં પીગળે અને ગરમ પાણીમાં નાંખતા જો ઓગળી જાય તો તે શ્રેષ્ઠ ગુગળ છે. ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુ:ખાવો, પથરી, મસા, જૂની ખાંસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુ:ખાવો, ફેફસાનો સોજો જેવા રોગો દૂર કરવા માટે થઇ શકે છે.

મિત્રો, આ ગુગળનો ક્ષુપ સામાન્ય રીતે 4 થી 12 ફુટ ઉંચાઇ ધરાવે છે. અને એને ગુજરાત આખાયની જમીન અને આબોહવા માફક આવે છે. ખેતરની વાડમાં કે ઘરમાં કેકટસના બદલે એને વાવો તો એ ઘણી સારી વાત છે. ગળોના પ્રકાંડની માફક એની પણ ડાળીઓ પરથી પાતળી કાગળ જેવી છાલ નીકળે છે.

એના પાન શિયાળામાં ખરી જાય એટલે મુખ્ય શાખાને છોડી આજુબાજુની શાખા પર નાના છરકા / ઉઝરડા કરવાથી ગુંદર જેવો ચિકણો રસ ઝરે છે. જે સુકાઇ જાય એટલે ગુગળના નામથી ઓળખાય છે. આને નાના લીલા રંગના સુંદર ફળ પણ આવે જેને ખાઇ શકાય છે. તે આરોગ્યની સાથે સાથે માઉથ ફ્રેશનર (રજનીગંધા પાનમસાલા કરતાંય ઉત્કૃષ્ટ) તરીકે પણ ઉપયોગી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગુગળ એક જાતનો ગુંદર-રેઝીન છે. તેમાં અડધો અડધ ગુંદર, દસ ટકા સુગંધી દ્રવ્ય-સીનેમિક એસીડ, બેન્ઝીલ બેન્જોએટ, બેન્જોઈક એસીડ હોય છે. ગુગળ વિષે એવી ધાર્મિક માન્યતા છે કે, એનો ધૂપ કરવાથી દુશ્મનનો નાશ થાય છે. પણ એને ખવામાં આવે, તો આમવાત, સંધીવાત, દૌર્બલ્ય જેવા શરીરના દુશ્મન ચોક્કસ પણે નાશ પામે છે. એટલે વૈશ્વાનરને રોજ ગુગળનો ધૂપ કરો અર્થાત્ રોજ 5થી 10 ગ્રામ જેટલો ગુગળ ગળી જવો.

મિત્રો, જો તમે ગુગળનું વૃક્ષ તમારા ઘરના દ્વારે રાખો છો, તો સુક્ષ્મ અને રોગ ફેલાવનાર જીવાણુ – વાયરસ વગેરે તમારા કુટુંબથી દૂર રહેશે. તેમજ છાશવારે ફાટી નીકળતા ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ જેવા ગંભીર રોગો તમારી નજીક પણ નહી આવે. સંધિવા કે સાંધાના દુ:ખાવાની ઔષધ બનાવવામાં પણ ગુગળનો ઉપયોગ થાય છે. આ ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. આવો તમને એના વિષે જણાવી દઈએ.

મોટાપો દૂર કરે : જણાવી દઈએ કે, ગુગળના પ્રયોગથી મેટાબોલિઝમ(ચયાપચય) માં વધારો થાય છે, અને મોટાપો દૂર થાય છે. તે સાથે જ પેટમાં થતા ગેસમાંથી પણ છુટકારો મેળવી શકાય છે.

થાઇરોઇડથી છુટકારો અપાવે : મિત્રો, ગુગળ થાઇરોઇડ ગ્રંથીના કાર્યમાં સુધારો કરે છે. અને તે શરીરની ચરબી ઓગાળવામાં પણ મદદરૂપ બને છે.

કોલેસ્ટ્રોલમાં ઘટાડે : ગુગળ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઓછુ કરે છે. ગુગળ ત્રણ મહિનામાં 30 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.

હ્રદય માટે પણ ફાયદાકારક : ગુગળ લો-હી-માં પ્લેટલેટ્સને ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી તમને બચાવે છે.

ઘૂંટણના દુ:ખાવામાં ફાયદાકારક : યાદ રાખજો કે, ગુગળનો પ્રયોગ ઘૂંટણના દુ:ખાવામાં પણ લાભદાયી છે. જે ગુગળ ચીકણુ, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુના રંગ જેવુ, અથવા તો પીળુ હોય તે ગુગળ આ સમસ્યામાં અતિ લાભદાયી છે.

પશ્ચિમમાં તબીબી શાસ્ત્રના સંશોધન એ જણાવે છે કે, ગુગળ લો-હી-માં શ્વેત કણ વધારે છે. એટલે કે એ તમારી ઇમ્યુનીટી / રોગપ્રતિકાર શક્તિ જેને આભારી છે એ કણ વધારે છે.

ગુગળની શું પ્રશંસા કરવી. ગુગળ એટલે આયુર્વેદનું એક મહાન ઔષધ. જાણીને આશ્ચર્ય થઈ કે, ગુગળમાંથી આશરે ચાલીસ જેટલા ઔષધો બને છે. અને ગુગળને આયુર્વેદમાં જીવન રસાયણ કહેવામાં આવે છે. એવું કહીએ કે ગુગળ વગર આયુર્વેદની કલ્પના પણ ન થઈ શકે, તો એમાં કાંઈ ખોટું નથી. આયુર્વેદમાં ગુગળને સર્વદોષ હરનાર કહેવાય છે.

ગુગળ – કડવો, તીખો, રસાયન, ઉષ્ણ, તુરો, લઘુ, પાચક, ભાંગેલા હાડકાને સાંધનાર, અગ્નિદિપક, ભીનો, મધુર, તીક્ષ્ણ સ્નિગ્ધ, સુગંધ, પૌદ્રષ્ટિક, ભેદક છે. અને તે કફ, વાયુ કાસ, કૃમિ, વાતોદર, સોજો, પ્રમેહ, ભેદરોગ, ર-ક્ત-દો-ષ, ગ્રંથીરોગો, કંડમાલા, કોઢ, ઉલ્ટી, આમવાયુ તથા અશ્મરીનો નાશ કરે છે. પણ હંમેશા ગુગળને દવા તરીકે ઉપયોગમાં લેવા માટે તેને શુધ્ધ કરવો જરૂરી છે.

એ તો તમે જાણો છો કે, ધુપ કરવામાં તેનો ઉપયોગ થાય છે. તો જણાવી દઈએ કે, એના ધુપથી વાતાવરણમાં રહેલા રોગના જંતુઓ નષ્ટ થઈ જાય છે. અને હવા શુધ્ધ થાય છે. તે વાતાવરણ ચોખ્ખું કરે છે. જે સળેખમ કે ખાંસીથી પીડીત હોય તે જો ગુગળનો ધુપ શ્વાચ્છોશ્વાસમાં લે તો તેનાથી ઘણો ફાયદો થાય છે.

ભારતના વિદ્વાન મહર્ષિ ચરક કહે છે કે, શિલાજીતની જેમ ગુગળનુ પણ નિયમિત સેવન કરી શકાય છે. તેનાથી પેટના રોગો દુર થશે. અને વાગભટજીના કહેવા અનુસાર દમના રોગીએ શુધ્ધ ગુગળ એક એક ગ્રામ સવાર સાંજ એક એક ગ્રામ ધી સાથે ખાવા જોઈએ. એટલું જ નહિ ચર્કદતજીએ સાયટીકામાં પણ તેનો ઉપયોગ બતાવેલો છે.

તેમજ શોઢલના કહેવા અનુસાર આમ્લપિત (હાઈપર એસીડીટી) ના દર્દીએ ગુગળનું સેવન કરવું જોઈએ. જુનાધારા પડયા હોય, દુર્ગધયુક્ત પરૂ થયું હોય તેવા દર્દીને ધી સાથે ગુગળ ખવડાવતા ઘણો ફાયદો થાય છે. અને ગુગળની કેટલીક શાસ્ત્રીય બનાવટો છે. લઘુયોગરાજ કે મહાયોગરાજ ગુગળ (વાના દર્દો માટે) શિલાજીત રસાયન, કિશોર ગુગળ, (લો-હી-વિ-કા-ર માટે) બત્રિસો ગુગળ (અનેક રોગો માટે) પથ્યાદિ ગુગળ, ત્રિફળા ગુગળ, વિશ્ર્વાઘ કુન્દર વગેરે માટે ઉપયોગી છે.

આ તો થયા એના ફાયદા. હવે તમે બધા એ વાત જાણતા જ હશો કે, કોઇ પણ વાતનો અતિરેક સારો નથી હોતો. બસ એજ જ રીતે ગુગળનો અધિક ઉપયોગ કરવાથી તેની આડઅસર પણ થઇ શકે છે. જણાવી દઈએ કે, ગુગળનું વધારે પડતું સેવન યકૃત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ સિવાય ગુગળના અધિક ઉપયોગથી અશક્તિ, નપુંસકતા, બેભાન થઇ જવુ, મોંઢામાં સોજો અને ઝાડા થઇ જવા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

મિત્રો, ગુગળના ક્ષુપને ખાસ માવજતની જરૂર નથી હોતી, તો બસ એકવાર એને ઇન્સ્ટોલ કરી દો તો આજીવન તે Google ની જેમ સહાયક થશે.