તમારી કુંડળી પરથી જાણી શકાય છે કે તમારા માટે સરકારી નોકરીના યોગ છે કે નથી, જાણો કઈ રીતે.
મોટાભાગના લોકોનું સપનું હોય છે કે તેઓ જીવનમાં એકવાર સરકારી નોકરી મેળવે. આ માટે વિદ્યાર્થીઓ પણ જોરદાર તૈયારી કરે છે. પરંતુ સરકારી નોકરી દરેકના નસીબમાં હોતી નથી. જ્યોતિષીઓનું કહેવું છે કે, કુંડળીના ગ્રહ-નક્ષત્રના કેટલાક ખાસ સંજોગો સરકારી નોકરીનો યોગ બનાવે છે. ચાલો જાણીએ જ્યોતિષ શૈલેન્દ્ર પાંડે પાસેથી કે કુંડળીમાં સરકારી નોકરીના યોગ કયારે અને કેવી રીતે બને છે?
જો કે નોકરીનો મુખ્ય કારક શનિ છે, પરંતુ નોકરી મેળવવામાં અન્ય પાપ ગ્રહોની પણ વિશેષ ભૂમિકા હોય છે. કુંડળીના છઠ્ઠા અને અગિયારમા ઘરનો નોકરી સાથે સીધો સંબંધ છે. તેમના સ્વામીની પણ નોકરી મેળવવામાં મોટી ભૂમિકા હોય છે. કુંડળીમાં અગ્નિ અને પૃથ્વી તત્વોની રાશિઓ નોકરી મેળવવામાં ઘણી મદદ કરે છે.
ક્યારે મળે છે સરકારી નોકરી?
જ્યારે કુંડળીમાં સૂર્ય કે ચંદ્રમાંથી કોઈ એક બળવાન હોય ત્યારે.
જ્યારે કુંડળીમાં પંચ મહાપુરુષ યોગ માંથી એક અથવા વધુ યોગ હોય ત્યારે.
જ્યારે શનિની સ્થિતિ મજબૂત હોય અને શનિની સાડાસાતી કે ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ચાલુ હોય ત્યારે.
હાથમાં સૂર્યની બેવડી રેખા હોય ત્યારે.
હાથમાં ગુરુ પર્વત પર ક્રોસ હોય ત્યારે.

ક્યારે આવે છે સરકારી નોકરી મેળવવામાં અડચણ?
જ્યારે ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત હોય ત્યારે.
જ્યારે કુંડળીમાં ગ્રહણ યોગ અથવા ગુરુ ચાંડાલ યોગ હોય ત્યારે.
જ્યારે કુંડળીમાં શનિનો સંબંધ ધનના સ્થાન સાથે હોય ત્યારે.
જ્યારે હથેળીઓનો રંગ કાળાશ પડતો હોય અથવા તેની વચ્ચે તલ હોય ત્યારે.
જ્યારે હાથમાં સૂર્યના વલય હોય કે ભાગ્ય રેખા કપાયેલી હોય ત્યારે.
સરકારી નોકરી મેળવવાના ઉપાય :
સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરવાની સાથે કેટલાક ઉપાયો કરવા પણ જરૂરી છે. દરરોજ સવારે તમારા માતા-પિતાના ચરણ સ્પર્શ કરો. ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. સવારે અને સાંજે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો. સલાહ લઈને એક માણેક અથવા નીલમ રત્ન ધારણ કરો. હળવા લાલ રંગનો ઘણો ઉપયોગ કરો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.