1 વર્ષમાં 365 દિવસ હોય છે તેમાં સરકારી કર્મચારી કેટલા દિવસ કામ કરે છે અને કેટલા દિવસ નહિ, જાણો.

0
598

જાણો સરકારી બાબુને વર્ષમાં કેટલા દિવસ કામ કરવાનું હોય છે, અને કેટલા દિવસ તેમને રજા મળે છે.

ભારતમાં સરકારી નોકરીને પ્રાધાન્ય આપવામાં આવે છે. મોટાભાગના માં બાપ ઈચ્છે છે કે અમારા દીકરા કે દીકરીને સરકારી નોકરી મળે. એક તો સરકારી નોકરીમાં પગાર સારો હોય છે. તેમજ બોનસ પણ સારું મળે છે અને પગાર વધારો પણ સારો થાય છે. તે સિવાય તેમાં ઘણા બધા ભથ્થા પણ મળે છે. અને બીજું એ કે મોટાભાગના લોકો પર કામનું પ્રેશર નથી હોતું. સરકારી તંત્રમાં એટલે કે સરકારી ઓફિસોમાં કેવી રીતે કામ થાય છે એનો અનુભવ તો તમને ક્યારેકને ક્યારેક થયો જ હશે.

હવે વાત કરીએ સરકારી નોકરીના કામના દિવસો અને તેમની રજાની. તો એ વાત તો બધા જાણે છે કે 1 વર્ષમાં 365 દિવસ હોય છે. હવે તેમાંથી સરકારી કર્મચારી કેટલા દિવસ કામ કરે છે અને તેમને કેટલી રજા મળે છે એ જાણીએ.

રવિવાર – 52 રજા. આખા વર્ષમાં કુલ 52 રવિવાર આવે છે, એટલે કે એ 52 દિવસ તો સરકારી ઓફિસો બંધ જ હોય છે.

શનિવાર – 52 રજા. આખા વર્ષમાં શનિવાર પણ 52 આવે છે, એટલે બીજા 52 દિવસ કામ નહિ કરવાનું કારણ કે શનિવારે પણ સરકારી ઓફિસ બંધ.

પીએલ – 30 રજા. પીએલ એટલે પેઈડ લિવ. એટલે કે આખા વર્ષ દરમિયાન 30 દિવસની એવી રજા મળે છે જેમાં તેઓ રજા પાડે તો પણ તેમને પગાર મળે છે.

સીએલ – 15 રજા. જો કોઈ અણધારી પરિસ્થિતિને કારણે તેઓ કામ પર આવી શકતા નથી તો એવા સંજોગોમાં તેને સીએલ (કેઝ્યુઅલ લીવ) આપવામાં આવે છે. સરકારી કર્મચારીને વર્ષમાં 15 સીએલ મળે છે.

રાજકીય રજા – 29 રજા. દિવાળી, રક્ષાબંધન, ઈદ વગેરે તહેવારો મળીને તેમને વર્ષમાં 29 રજા મળે છે.

મેડિકલ રજા – 10 રજા. બીમાર હોય અને નોકરી પર રજા પડે તો ડોક્ટરનું સર્ટિફિકેટ આપીને સરકારી કર્મચારી રજા પાસ કરાવી શકે છે. આવી વર્ષમાં 10 રજા મળે છે.

ઐચ્છિક રજા – 2 રજા. ઐચ્છિક રજા એટલે જ્યારે રજા પાડવાની મરજી હોય ત્યારે રજા પાડી શકે છે. એવી 2 રજા મળે છે.

કલેકટર પાવર – 2 રજા. આ રજાઓમાં કોઈ કાર્યક્રમ યોજાયો હોય તો તેના માટે વર્ષમાં 2 રજા મળે છે.

આ રીતે સરકારી કર્મચારીને કુલ 192 દિવસની રજા મળે છે અને 173 કામના દિવસ હોય છે. એટલે કે 6 મહિના રજા અને 12 મહિનાનો પગાર. અને તેની સામે કામની ઝડપ કેટલી એ તો તમે જાણો જ છો.

એવું નથી કે બધા જ સરકારી કર્મચારી આ બધી બાબતોમાં ફાયદો ઉઠાવતા હોય, પણ તમને આવા કર્મચારી મોટી સંખ્યામાં મળી જશે.

(મોદરાન ગામ જિલ્લો જાલોર પેજ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો પરથી સંપાદન. રાજસ્થાન.)