જાણો શા માટે ઉજવવામાં આવે છે ગોવર્ધન પૂજાનું પર્વ અને શું છે આ પર્વનું મહત્વ?

0
243

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે દશેરાના 20 દિવસ પછી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ હિંદુ ધર્મના મુખ્ય તહેવારો માંથી એક છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દિવાળીના બીજા દિવસે એટલે કારતક સુદ એકમની (નૂતન વર્ષ) સવારે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. અને શાસ્ત્રોમાં આ દિવસનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે લોકો ગોવર્ધન પૂજાને અન્નકુટના નામથી પણ ઓળખે છે, અને એમાં ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા વિષે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, કારણ કે એની શરૂઆત દ્વાપર યુગથી થઈ હતી. અને આ પૂજાને દિવાળીના બીજા દિવસે સંપન્ન કરવામાં આવે છે.

તમારી જાણકારી માટે જણાવતા જઈએ કે શાસ્ત્રોમાં અને આપણા ભારત દેશમાં ગાયને ગૌ માતા કહેવામાં આવે છે, અને ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ ખાસ દિવસે અન્નકૂટ, માર્ગપાલી(આ દિવસે બલી રાજાએ પ્રભુના વામન અવતારને ત્રણેય લોક દાનમાં આપ્યા હતા, અને ભગવાને કહ્યું હતું કે આ દિવસે એમની પૂજા કરવામાં આવશે.) વગેરે ઉત્સવ પણ સંપન્ન કરવામાં આવે છે.

જણાવી દઈએ કે ગોવર્ધન પૂજા ભગવાન શ્રી કૃષ્ણના અવતાર પછી દ્વાપર યુગથી શરુ થઈ છે. ગોવર્ધન પૂજા કારતક મહિનાની સુદ એકમના દિવસે કરવામાં આવે છે.

શું છે ગોવર્ધન પૂજાની કથા :

ગોવર્ધન પૂજાનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે, અને એની શૃરૂઆત દ્વાપર યુગથી જ થઈ ગઈ હતી. પરંતુ એ પહેલા વ્રજવાસી ઈન્દ્રની પૂજા કરતા હતા. અને ત્યારે ભગવાને એમને એ જણાવ્યું કે તમે બધા ઈન્દ્રની પૂજા કરો છો, પણ એનાથી તમને કોઈ લાભ પ્રાપ્ત નહિ થાય. માટે લાભ મેળવવા માટે તમે લોકો ગૌ ધનને સમર્પિત ગોવર્ધન પર્વત પર જઈને ગોવર્ધન પૂજા કરો.

શ્રી કૃષ્ણની વાત માનીને લોકો ઈન્દ્રદેવની પૂજા કરવાનું છોડીને ગોવર્ધન પૂજા કરવા લાગ્યા. પણ આ વાત ઈન્દ્રદેવને પસંદ ન આવી અને તે ઘણા ગુસ્સે થઈ ગયા, અને એમણે ભારે માત્રામાં વરસાદ કરાવ્યો અને લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો.

શ્રી કૃષ્ણે આંગળી પર ઉપાડયો હતો ગોવર્ધન પર્વત :

જયારે ઈન્દ્રદેવે લોકોને ડરાવવા ભયંકર વરસાદ કર્યો, ત્યારે શ્રી કૃષ્ણ ઈંદ્રદેવની આ મૂર્ખતા પર હસવા લાગ્યા. મુસીબતમાં ફસાયેલા લોકોએ મદદ માટે શ્રી કૃષ્ણને યાદ કર્યા, અને ત્યારે શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ઉપાડી લીધો હતો.

ઈન્દ્રદેવે સતત સાત દિવસ સુધી ભારે માત્રામાં વરસાદ વરસાવ્યો અને આ ગોવર્ધન પર્વતની નીચે લોકો સાત દિવસ સુધી રહ્યા. ત્યારબાદ બ્રહ્માજીએ ઈન્દ્રદેવને જણાવ્યું કે પૃથ્વી પર ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં જન્મ લીધો છે, અને તમે એમની સામે લડી રહ્યા છો.

જેવી આ વાતની જાણકારી ઈન્દ્રદેવને થઈ તો તે પોતાના આ કાર્ય પર પસ્તાવા લાગ્યા, અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમા પણ માંગી. શ્રી કૃષ્ણએ બધા વ્રજવાસીઓને બચાવ્યા, અને સાતમા દિવસે ગોવર્ધન પર્વતને નીચે મૂકી વ્રજવાસીઓને કહ્યું કે હવેથી દર વર્ષે ગોવર્ધન પૂજા કરી અન્નકૂટનો પર્વ હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવવો.

ગોવર્ધન પૂજાનું મહત્વ :

એવી માન્યતા છે કે આ તહેવાર ખુશીનો તહેવાર છે, અને આ દિવસે જે દુઃખી રહે છે તે આખું વર્ષ દુઃખી રહે છે. અને આ દિવસે ખુશ રહેવા વાળા લોકો આખું વર્ષ ખુશ રહે છે. માટે ગોવર્ધન પૂજા કરવી જરૂરી હોય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)