એવું કયું કામ છે જે દરેક વ્યક્તિ રાત્રે જ કરે છે, ઘણા સરળ તો ઘણા અઘરા સવાલ અને સચોટ જવાબ.

0
1587

આઈએએસ ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવેલા પ્રશ્નો – મહિલાનું એવું કયું રૂપ છે, જે સૌ જોઈ શકે છે પણ તેનો પતિ નથી જોઈ શકતો

આઈએએસ ઈન્ટરવ્યું પાસ કરવું છે, તો વાચો આ પ્રશ્નો.

દેશમાં દરેક ભળેલા ગણેલા યુવાનોનું સપનું હોય છે કે તે સરકારી નોકરીમાં ઉચા હોદ્દા ઉપર નોકરી કરે. પણ સૌનું એ સપનું સાકાર થઇ શકે એ શક્ય નથી. કેમ કે ભારત જેવા દેશમાં તો નોકરીનો દુષ્કાળ પડી રહ્યો છે. આજકાલ દેશના યુવાનો નાની મોટી નોકરી માટે પણ તરસી રહ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) સિવિલ સર્વિસીઝ પ્રિલિમ્સ ૨૦૧૮ નું શેડ્યુલ બહાર પડી ગયુ છે. આ પરીક્ષા ૩ જુન એ થઇ ગઈ છે. તેને પાસ કરવા વાળા અરજદારોનું પર્સનલ ઈન્ટરવ્યું થશે.

૧. ઈન્ટરવ્યુંમાં પ્રશ્નોથી માથું ઘૂમી જાય :-

ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ (IAS) પરીક્ષા ભારતની સૌથી અઘરી પરીક્ષામાંની એક છે. દરેક વર્ષે લાખો અરજદારો તેમાં જોડાતા હોય છે. તેમાંથી થોડાને જ પરીક્ષામાં સફળતા મળી શકે છે. તેમાં ઈન્ટરવ્યું સિલેકશન પહેલાનું છેલ્લું સ્ટેજ હોય છે. તેમાં ઘણી વખત ઈન્ટરવ્યું લેનાર અરજદારના હાજર જવાબી અને આઈક્યુ લેવલને ચેક કરવા માટે ઘણા વિચિત્ર સવાલ પણ પૂછતાં હોય છે. જે સાંભળીને ઈન્ટરવ્યું આપવા આવેલા અરજદારોનું મગજ ચકરાવે ચડે છે.

૨. આ પ્રશ્નોની મદદથી કરી શકશો ઈન્ટરવ્યું ક્રેંક

પ્રશ્ન : દસ રૂપિયામાં તમે એવું શું ખરીદશો જેનાથી આખો રૂમ ભરાઈ જાય?

જવાબ : અગરબત્તી, તેનાથી રૂમ તો શું આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

પ્રશ્ન : એવું કયું કામ છે? જે દરેક વ્યક્તિ રાત્રે જ કરે છે?

જવાબ : સુવાનું કામ.

પ્રશ્ન : જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો ?

જવાબ : આ પ્રશ્નનો જવાબ જે અરજદારે આપ્યો છે તેને પસંદ કરી લીધા હતા. તેનો જવાબ હતો કે ‘મારી બહેન માટે તમારાથી સારો યોગ્ય વર નહિ મળે”.

૩. Police ને શું કહે છે હિન્દીમાં

પ્રશ્ન : ભારતનું કયુ રાજ્ય એશિયાના ઈંડાની ટોકરીના નામ ઉપરથી ઓળખવામાં આવે છે?

જવાબ : આંધ્રપ્રદેશ

પ્રશ્ન : Police ને હિન્દીમાં શું કહે છે?

જવાબ : Police ને હિન્દીમાં રાજકીય જનરક્ષક કહે છે.

પ્રશ્ન : તમે નાસ્તામાં ક્યારે પણ શું નથી ખાઈ શકતા?

જવાબ : રાતનું ભોજન.

૪. શું છે? તે જે ખાવા માટે ખરીદીને પણ ખાઈ નથી શકતા

પ્રશ્ન : મહિલાનું એવું કયું રૂપ છે, જે સૌ જોઈ શકે છે પણ તેનો પતિ નથી જોઈ શકતો?

જવાબ : વિધવાનું રૂપ

પ્રશ્ન : એવો કઈ વસ્તુ છે, જે ખાવા માટે ખરીદવામાં આવે છે, પણ ખાઈ નથી શકતા?

જવાબ : પ્લેટ

શારાંશ :

આ ઈન્ટરવ્યુંમાં ખાસ કરીને તમારા માનસિક લેવલને ચેક કરવામાં આવે છે, તેથી તમારે દરેક રીતે મગજને ખુલ્લું રાખીને જવાબ દેવાનો રહેશે. આ પ્રશ્ન ઘણા સરળ પણ હોઈ શકે છે અને અઘરા પણ. ક્યારે ક્યારે તેમાં તમને ફસાવી પણ શકાય છે. પણ જો તમે ઈન્ટરવ્યું પાસ કરી લો છો તો તમારું જીવન બની શકે છે.