આ રાશિઓ માટે સોનુ હોય છે ઘણું લકી, તેને પહેરવાથી જીવનની સમસ્યાઓનો આવે છે અંત, મળે છે સફળતા

0
1188

સોનું આ રાશિના લોકોનો કરાવે છે ભાગ્યોદય, જાણો તમારા માટે સોનું પહેરવું લકી છે કે નથી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધાતુ ધારણ કરવાથી ગ્રહો અને નક્ષત્રોની અશુભ અસર પણ ઓછી થઈ શકે છે. પણ સોનું, ચાંદી, તાંબુ વગેરે પહેરતા પહેલા એકવાર જ્યોતિષની સલાહ લેવી જોઈએ. એવી માન્યતા છે કે વ્યક્તિએ કોઈપણ ધાતુ પોતાની રાશિ અનુસાર જ પહેરવી જોઈએ. તો જ તેઓ તેમની સાચી અસર દેખાડી શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ શોખ તરીકે સોનું પહેરે છે, પરંતુ જો આપણે તેને રાશિ પ્રમાણે પહેરીએ તો ઘણું સારું રહે છે.

તમને જણાવી દઈએ કે ઘણા લોકો માટે સોનું લકી હોય છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તેનું નસીબ બદલાઈ જાય છે. ચાલો જાણીએ આવી જ કેટલીક રાશિઓ વિશે.

મેષ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે સોનાની વીંટી પહેરવી શુભ માનવામાં આવે છે. તેનાથી તેમની હિંમત અને પરાક્રમ વધશે અને ભાગ્યમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં તેનાથી સંબંધો વધુ મજબૂત બને છે. તેમના પર કોઈ દેવું હોય તો થોડા દિવસોમાં તેમાંથી મુક્તિ મળે છે અને આવકમાં વધારો થાય છે.

સિંહ : સોનું આ રાશિના લોકોનો ભાગ્યોદય કરાવે છે. તેના કારણે એક તરફ નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે, તો બીજી તરફ ધનની પ્રાપ્તિ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

કન્યા : કન્યા રાશિના લોકો માટે સોનાની વીંટી અને સોનાની ચેન અથવા કડુ કાંઈ પણ ધારણ કરવું શુભ હોય છે. સોનું પહેરવાથી તેમના જીવનની સમસ્યાઓનો અંત આવે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. એટલું જ નહીં જીવનમાં ધન અને ઐશ્વર્ય પણ વધે છે.

ધનુ : ધનુ રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોનું પહેરવાથી તેમને સફળતા મળે છે. આનાથી ગુરુ ગ્રહ શુભ ફળ આપે છે અને ઘણી કીર્તિ મળે છે. આટલું જ નહીં, તેમને જીવનમાં ઉચ્ચ સ્થાન અને સુખી જીવન મળે છે. જીવનમાં કોઈ વસ્તુની અછત નથી રહેતી.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.