હનુમાનજીના મંદિરમાં જઈને કરી લો આ ઉપાય, જીવનના દરેક દુઃખ બજરંગબલી કરશે દુર.

0
1197

જો વ્યક્તિના જીવનમાં આનંદ છે તો વ્યક્તિના જીવનમાં દુઃખ પણ આવે છે. સમય મુજબ વ્યક્તિએ દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જો આપણે આજના સમયની વાત કરીએ તો આજના સમયમાં લોકોના જીવનમાં આનંદ ઓછો અને દુઃખ વધુ છે, દરેક વ્યક્તિ પોતાના દુઃખમાંથી વહેલામાં વહેલા છુટકારો મેળવવા માંગે છે.

જો તમારા જીવનમાં પણ દુઃખ ચાલી રહ્યું છે, તો તમે હનુમાનજીના ચરણોમાં જરૂર જાવ, હનુમાનજી પોતાના શરણોમાં આવવા વાળા તમામ ભક્તોનો બેડો પાર કરે છે, જેમ કે તમે બધા લોકો જાણો છો, મંગળવારના દિવસે મહાબલી હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સારો દિવસ માનવામાં આવે છે, તમે મંગળવારના દિવસે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

મહાબલી હનુમાનજીને સંકટ હરવા વાળા માનવામાં આવે છે, તે વ્યક્તિના જીવનમાં ચાલી રહેલા કોઈપણ પ્રકારના દુઃખને પળમાં દુર કરે છે, જો તમારા જીવનમાં કોઈ પ્રકારની કોઈ મુશ્કેલીઓ કે દુઃખ ચાલી રહ્યા છે, તો તમે મંગળવારના દિવસે થોડા ચમત્કારી ઉપાય જરૂર અજમાવો, જો તમે આ ઉપાય કરો છો, તો તમારા જીવનના તમામ દુઃખ મહાબલી હનુમાનજી દુર કરશે અને તેમના આશીર્વાદ તમારી સાથે હંમેશા જળવાઈ રહેશે.

મંગળવારના દિવસે કરો આ ચમત્કારિક ઉપાય :-

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આનંદમય રહેવા માગે છે, જો તમે પણ તમારા જીવનમાં આનંદ મેળવવા માગો છો? અને તમારી સંપૂણ મુશ્કેલીઓમાંથી હંમેશા માટે છુટકારો મેળવવા માગો છો? તો તમે મગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને એક નારીયેલ ઉપર સિંદુરનો સ્વસ્તિક બનાવી દો અને હનુમાનજીને અર્પણ કરી દો અને હનુમાન ચાલીસાના પાઠ કરો, આ ઉપાય કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

જો તમારા જીવનમાં ગંભીર પરિસ્થિતિઓ ચાલી રહી છે? તો તમે મંગળવારના દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જાવ અને તમારી સાથે એક લીંબુ અને ચાર લવિંગ જરૂર લઇ જાવ, તે ઉપરાંત તમે હનુમાનજીની મૂર્તિ સામે લીંબુ અને ચારે લવિંગ ધરીને અર્પણ કરી દો, અને હનુમાનજીના બીજ મંત્ર ‘ઓમ એ ભીમ હનુમતે, શ્રીરામ દુતાય નમઃ’ ના ૧૦૮ વખત જાપ કરો.

જયારે તમે આ મંત્રના જાપ કરી લો ત્યારે હનુમાનજી પાસે તમારી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરો અને લીંબુને પોતાની સાથે લઇ જાવ, આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં તમારા જીવનમાં જે ગંભીર પરિસ્થિતિઓ ચાલી રહી છે. તેમાંથી તમને છુટકારો મળી જશે.

તમે મંગળવારના દિવસે કોઈપણ જુના હનુમાન મંદિરમાં એક લીલું નાળીયેર લઈને જાવ અને હનુમાનજીની મૂર્તિ સામે ઉભા રહીને નારીયેલને પોતાના માથાથી પગ સુધી સાત વખત ઉતારીને ફોડી નાખો. ત્યાર પછી તમે ૭ વખત હનુમાન ચાલીસાના પાઠ તે મંદિરમાં બેસીને કરો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી તમારા જીવનની તમામ અડચણો દુર થશે.

પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમને આ ઉપાય કરતા કોઈ પણ વ્યક્તિ અટકાવે કે પછી ટોકે નહિ નહી તો તમને આ ઉપાયના લાભ નહિ મળી શકે, જો તમે આ ઉપાય સફળતાપૂર્વક કરી લો છો, તો તેનો લાભ તમને ૭ દિવસમાં જોવા મળશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.