શ્રાવણ મહિનામાં આ 5 ને દૂધ પીવડાવવું હોય છે શુભ, ખુલી જાય છે બંધ નશીબના દરવાજા.

0
795

શ્રાવણ મહિનો શરુ થવાથી દેશ આખામાં ઘણો ઉમંગ છે. અને આ મહિનામાં લોકો શિવજીને પ્રસન્ન કરવાની કોઈ તક છોડતા નથી. આ મહિનામાં ભોલેનાથને ખુશ કરવાથી ન માત્ર મનોકામના પૂરી થાય છે, પરંતુ ઘણા દુખ દર્દ પણ દુર થઇ જાય છે. એટલે શિવ પૂજા ઉપરાંત તમે થોડા વિશેષ લોકોને દૂધ પીવરાવીને પણ ભોલેનાથને ખુશ કરી શકો છે.

શિવજી :-

શ્રાવણ મહિનામાં શિવલિંગને દૂધથી અભિષેક કરવાના ઘણા ફાયદા થાય છે. જે વ્યક્તિ એમ કરે છે તેના પાપ ધોવાઇ જાય છે અને ભૂલ ચૂક પણ માફ થઇ જાય છે. તે ઉપરાંત દુગ્ધ અભિષેકથી જીવનમાં સુખનું આગમન થાય છે અને દુ:ખ દુર થાય છે. જો તમે શિવલિંગ ઉપર દૂધ ન ચડાવી શકો, તો શિવજી સામે તેને ભોગના રૂપમાં પણ મૂકી શકો છો, પછી શિવ પૂજા પછી તેને પ્રસાદી તરીકે બધાને વહેંચી દો. તેનો પણ વધુ લાભ મળે છે. તમે ધારો તો આ દુધમાં પાણી કે મધ પણ ભેળવી શકો છો. તે તમારી આર્થીક ક્ષમતા ઉપર આધાર રાખે છે.

ગાયનું વાછરડું :-

શ્રાવણ મહિનામાં વાછરડાને દૂધ પીવરાવવું સૌથી પુણ્યનું કામ માનવામાં આવે છે. એમ કરવાથી તમને આ જન્મમાં સુખની પ્રાપ્તિ થઇ જાય છે. જો કોઈ કારણથી તમે ગાયના વાછરડાને દૂધ ન પીવરાવી શકો, તો બીજા જાનવરના બચ્ચા કે મોટા જાનવરને પણ દૂધ પીવરાવી શકો છો. તેનો લાભ તમને સરખો જ મળશે.

સાંપ :-

નાગ દેવતા શિવજીના ગળામાં હંમેશા વીંટળાયેલા રહે છે. ભારતમાં ઘણી જગ્યાએ નાગ દેવતાની પૂજા પણ કરવામાં આવે છે. પછી શ્રાવણ મહિનામાં નાગ દેવતાને પૂજવા તો શુભ હોય છે. આ મહિનામાં જો તમે સાંપને દૂધ પિવરાવો છો તો તમારા જીવનના તમારા દુઃખ દુર થઇ જાય છે.

આમ તો તમારે એમ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. એટલા માટે કોઈ મદારીના સાંપને જ દૂધ પિવરાવો. કે પછી જે સાંપ ઝે-રી-લા નથી હોતા તેને પણ પીવરાવી શકો છો, એક કામ એ પણ થઇ શકે છે કે તમે જંગલ કે સાંપવાળા વિસ્તારમાં દૂધ મૂકીને આવી જાવ. કે પછી તે બધું ન થઇ શકે તો નાગ દેવતાની મૂર્તિ સામે જ તેને ચડાવી દો.

કાળા કુતરા :-

જો તમારી ઉપર દુર્ભાગ્ય પાછળ પડ્યું છે, કે તમારા કોઈ દુશ્મન તમને નુકશાન પહોચાડવા માંગે છે, તો તે સ્થિતિમાં શ્રાવણ મહિનામાં કાળા કુતરાને દૂધ પીવરાવવું ફાયદાકારક હોઈ શકે છે. તેનાથી તમને કોઈની ખરાબ નજર લાગતી નથી. સાથે જ તમારા તમામ દુઃખ પણ દુર થવા લાગે છે. કાળા કુતરા ન મળે તો કાળી બિલાડીને પણ દૂધ પીવરાવી શકાય છે.

ગરીબ વ્યક્તિ :-

શ્રાવણ મહિનામાં ઘણા લોકો દૂધનો બગાડ પસંદ નથી કરતા, તેવામાં તમે દૂધના થોડા ટીપા શિવલિંગ ઉપર છાંટી દો અને બીજું દૂધ કોઈ ગરીબ વ્યક્તિને પીવરાવી દો. તેનાથી તમને ઘણો વધુ લાભ મળશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.