મજેદાર જોક્સ : ગર્લફ્રેન્ડ : શું તું મને પ્રેમ કરે છે. બોયફ્રેન્ડ : હા. ગર્લફ્રેન્ડ : પણ તને મારી….

0
2711

જોક્સ :

નીતિન એકદમ ધીમેથી ફોન પર વાત કરી રહ્યો હતો.

પત્ની : આટલા ધીમા અવાજમાં તમે કોની સાથે વાત કરો છો?

નીતિન : અરે બહેન છે.

પત્ની : તો પછી આટલા ધીમા અવાજમાં કેમ બોલો છો.

નીતિન : અરે તારી બહેન છે.

બે દિવસથી નીતિનનો અવાજ નીકળી રહ્યો નથી.

જોક્સ :

ગર્લફ્રેન્ડ : શું તું મને પ્રેમ કરે છે?

બોયફ્રેન્ડ : હા.

ગર્લફ્રેન્ડ : પણ તને મારી જરાય ફિકર નથી.

બોયફ્રેન્ડ : પ્રેમ કરનાર વ્યક્તિ કોઈની ફિકર નથી કરતા.

જોક્સ :

ગધેડો : મારો માલિક મારી ખુબ ધોલાઈ કરે છે.

કૂતરો : તો તું તેને છોડીને ભાગી કેમ નથી જતો?

ગધેડો : કારણ કે મારા માલિકની એક સુંદર છોકરી છે.

અને જ્યારે તે ભણતી નથી ત્યારે મારો માલિક કહે છે કે,

તું નાપાસ થઈશ તો હું ગધેડા સાથે તારા લગ્ન કરાવી દઈશ.

હું માત્ર આ જ આશાએ અહીં રોકાયેલો છું.

જોક્સ :

શિક્ષક : બાળકો જણાવો કે ડ્રાઇવર અને કંડક્ટરમાં શું તફાવત છે?

વિદ્યાર્થી : કંડક્ટર ઊંઘી ગયો તો કોઈની ટીકીટ નહીં કપાય,

પણ જો ડ્રાઈવર ઊંઘી ગયો બધાની ટિકિટ કપાશે.

જોક્સ :

જયેશ : દેશી પોટલી પી ને આવ્યા પછી ઘરનું તાળું ખોલવા લાગ્યો,

તેના હાથ હલવાને કારણે તાળું ખુલતું ન હતું.

બંટી : લાવ હું ખોલી દઉં.

જયેશ : ના હું જ ખોલીશ, તું ખાલી ઘરને પકડી રાખ,

ક્યારનું હલી રહ્યું છે.

જોક્સ :

મમ્મી પોતાના બાળકોને – જે મારી બધી વાત માનશે અને

ક્યારેય અવળા જવાબ નહિ આપે તેને હું ગિફ્ટ આપીશ.

બાળકો : આ રીતે તો બધા ગિફ્ટ પપ્પા જ લઇ જશે.

જોક્સ :

અમારા પપ્પાના સમયમાં તેઓ ગીત ગાતા હતા કે,

મેરા નામ કરેગા રોશન, જગ મેં મેરા રાજ દુલારા…

અમારા સમયમાં અમે ગીત ગાતા હતા કે,

પાપા કેહતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા…

હવે અમારા બાળકો ગાય છે,

બાપુ સેહત કે લિયે તું તો હાનિકારક હૈ…

જોક્સ :

પાગલખાનામાં એક ડોક્ટર બધે ફરી-ફરીને દર્દીઓને મળી રહ્યા હતા.

તે એક દર્દી પાસે પહોંચ્યા તો તે દર્દીએ કહ્યું,

ડોક્ટર સાહેબ તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.

ડોક્ટર દર્દીની વાત સાંભળીને ખુશ થયા અને પૂછ્યું,

તમને કેવી રીતે લાગ્યું કે હું સારો છું?

દર્દીએ ઉત્સાહિત થઈને કહ્યું : તમે અમારા જેવા જ દેખાવ છો.

જોક્સ :

દીકરો : મમ્મી જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,

એજ રીતે તમારી મમ્મી પણ તમારી ધોલાઈ કરતી હતી?

મમ્મી : હા.

દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?

મમ્મી : હા.

દીકરો : તો આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?

મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.

જોક્સ :

બે સ્ત્રીઓ વચ્ચે ફિલ્મી અંદાજમાં થયેલી આ વાતચીત વાંચીને તમે ખુબ હસશો.

એક સ્ત્રી (બીજી સ્ત્રીને) : મારી પાસે કાર છે, બંગલો છે, બેંક બેલેન્સ છે,

તારી પાસે શું છે?

બીજી સ્ત્રી : મારી પાસે 20 વર્ષ પહેલા લગ્ન માટે સિવડાવેલો ડ્રેસ છે જે આજે મને પરફેક્ટ આવી જાય છે.