મજાના જોક્સ : મીની સ્કર્ટ વાળી છોકરી ઓટોમાંથી ઉતરી એટલે ઓટો વાળો બોલ્યા : મેડમ તમારું…

0
1082

જોક્સ :

શીલા એકલી રાત્રે ક્યાંક જઈ રહી હતી.

પાછળથી મોહિત આવ્યો અને બોલ્યો : લીફ્ટ જોઈએ શું?

તમને ઘર સુધી છોડી દઈશ.

શીલા : ભાગી જા અહિયાંથી નહિ તો તારું માથું ફોડી નાખીશ.

ત્રણ દિવસથી લીફ્ટ લઈને ઘરે જઈ રહી છું.

પરંતુ હજુ સુધી ઘરે નથી પહોંચી શકી.

જોક્સ :

પપ્પુ પોતાની પત્ની સાથે coffee house માં ગયો.

પપ્પુ : જલ્દી પી નહીં તો કોફી ઠંડી થઇ જશે.

પત્ની : તો શું થશે?

પપ્પુ : મેનુ કાર્ડ જો.

Hot coffee — Rs 15

Cold coffee — Rs 45

જોક્સ :

ગ્રાહક : ભાઈ ૭ સમોસા આપો તો.

દુકાનદાર : ઠીક છે થેલીમાં નાખીને આપું?

ગ્રાહક : નહિ પેનડ્રાઈવ લાવ્યો છું, સમોસા નામનું ફોલ્ડર બનાવીને તેમાં નાખી દે સાલા.

જોક્સ :

પિતા : દીકરા તું સિંહનો પુત્ર છે, અને તે સિંહ હું છું.

દીકરો : પપ્પા સ્કુલમાં ટીચર પણ એવું કહી રહ્યા હતા.

કે તું કયા જાનવરનો દીકરો છે?

જોક્સ :

ટીચરે ક્લાસમાં પૂછ્યું,

ટીચર : કયું પક્ષી ઝડપથી ઉડે છે?

ભૂરો : જેને ઉતાવળ હોય એ.

જોક્સ :

એક ફ્લાઈટમાં એક સુંદર મહિલાને તેમની સાથે બેઠેલા એક વ્યક્તિએ પૂછ્યું : સારું પરફ્યુમ છે, કયુ છે?

હું મારી પત્નીને ગીફ્ટ આપવા માગું છું.

તે મહિલાએ કહ્યું : રહેવા દો ન આપશો ગીફ્ટ

નહિ તો કોઈ ગધેડાને તેની સાથે વાત કરવાની તક મળી જશે.

જોક્સ :

એક અકસ્માત થયો ઘણી ભીડ જમા થઇ ગઈ. કાળું ને જોવાનો મોકો નહોતો મળી રહ્યો તેણે ઘણા પ્રયાસ કર્યા પરંતુ

ન જોઈ શક્યો, કાળું મગજ દોડાવીને બોલ્યો દુર થઇ જાવ બધા આ મારા પિતા છે. ભીડ દુર થઇ તો જોયું તો એક

કુતરો મરેલો પડ્યો હતો.

જોક્સ :

પતિ : ડોક્ટર સાહેબ, મારી પત્નીને અપેડીક્સમાં ખુબ દુ:ખાવો થઇ રહ્યો છે.

ડોક્ટર : મુર્ખ, મેં એક વર્ષ પહેલા જ તારી પત્નીનું અપેડીક્સનું ઓપરેશન કરીને તેને કાઢી નાખ્યું હતું, આ દુનિયામાં એવું એક પણ માણસ નથી, જેને બે અપેડીક્સ હોય.

પતિ : ઠીક છે, તમારી વાત એકદમ સાચી છે ડોક્ટર સાહેબ, પરંતુ ઘણા લોકો પાસે બીજી પત્ની તો હોઈ શકે છે.

ડોક્ટર બેભાન…

જોક્સ :

છોકરી મીની સ્કર્ટ પહેરીને ઓટોમાં બેઠી અને જેવી જ ઉતરી એટલે ઓટો વાળો બોલ્યો :

મેડમ સાંભળો, તમારું…

છોકરી : શું તમારું? મારે પહેલાથી જ બોયફ્રેન્ડ છે, સમજ્યા.

ઓટો વાળો : મેડમ તમારું પર્સ નીચે પડી ગયું છે.

પહેલા પૂરી વાત તો સાંભળો.

જોક્સ :

આનંદ દારુ પીને નંબર ડાયલ કરે છે.

ત્યારે છોકરીનો અવાજ આવે છે કે,

વાત કરવા માટે તમારી પાસે પર્યાપ્ત બેલેન્સ નથી કૃપા કરીને રીચાર્જ કરાવો.

આનંદ : બસ જાનેમન તારી સાથે વાત થઇ જાય છે એ જ પુરતું છે મારા માટે તો.

જોક્સ :

ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ, હાલ લાવી દવ તને.

પત્ની : સફરજનમાં એક બટકું ભરેલ હોય એવો.

ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.